ETV Bharat / state

Etv Bharat Impact: RTE હેઠળ પ્રવેશ ન આપતી શાળાઓને મળી નોટીસ

author img

By

Published : May 17, 2019, 12:40 PM IST

સુરત: રાજ્ય સરકારના RTE કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આંખ આડા કાન કરતી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે. RTE ના કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આનાકાની કરતી સુરતની ઝાંપા બજારની ખાનગી શાળાને અંગે ETV bharat દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ DEO દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. નોટીસનો જવાબ સમય મર્યાદામાં નહીં આપવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીની ચિમકી આપવામાં આવી છે.

ETV bharatના અહેવાલ બાદ RTE હેટળ પ્રવેશ નહિ આપનાર શાળાને નોટિસ

ત્યાં બીજી તરફ RTE ના કાયદાને લઇ અન્ય 4 શાળાઓએ સુપ્રીમ કોર્ટમાં ધામાં નાખ્યા છે. કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ વાલીઓ દ્વારા ખોટી રીતે RTEનો ગેરલાભ ઉઠાવવામાં આવશે, તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્ય સરકારના RTE કાયદા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારના RTE કાયદા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

જો કે, કેટલીક શાળાઓ સરકારના આ નિયમોની પણ ઐસી તૈસી કરી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. હાલ જ થોડા દિવસ અગાઉ 35 જેટલા વિધાર્થીઓના વાલીઓએ RTEના પ્રવેશ મુદ્દે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે રજૂઆત લઇ પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર મુદ્દે ETV Bharat દ્વારા સૌ પ્રથમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ આજ રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી મદ્રેષા તૈબિયા હાઈસ્ફુલને નોટીસ પાઠવવામાં આવી છે. સમય મર્યાદામાં નોટીસનો જવાબ નહીં આપવામાં આવે તો શાળાની માન્યતા રદ કરવા અંગેની પણ ચિમકી કચેરી દ્વારા આપવામાં આવી છે.

ETV bharatના અહેવાલ બાદ RTE હેટળ પ્રવેશ નહિ આપનાર શાળાને નોટિસ


જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યાનુસાર ગત વર્ષ કરતા 23000 જેટલા RTE ફોર્મ આવ્યા છે.જેમાં 10 હજાર જેટલા ગરીબ વિધાર્થીઓને RTE હેઠળ પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે.RTEના કાયદાને લઈ શહેરની 4 જેટલી શાળાઓએ સુપ્રીમમાં ધામાં નાખ્યા છે.જેમાં સેન્ટ ઝેવિયર્સ,લુડ્ઝ કોન્વેન્ટ અને મરી માતા સહિત લાન્સર આર્મી સ્કૂલના સંચાલકોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત RTEનો ગેરલાભ ઉઠાવતા વાલીઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.જ્યાં શિક્ષણ અધિકારી કચેરીના ઇન્સ્પેકટર જાતે શાળાઓમાં અને વાલીઓના જઈ તપાસ કરી રહ્યા છે.જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે સખ્ત પગલાં પણ ભરવામાં આવશે.

Intro:સુરત :રાજ્ય સરકાર ના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આંખ આડા કાન કરતી શાળાઓ સામે  જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે.આરટીઇ ના કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આનાકાની કરતી સુરતની ઝાંપા બજાર ની ખાનગી શાળાને અંગે ETV bharat દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ DEO દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.નોટિસ નો જવાબ સમય મર્યાદામાં નહીં આપવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીની ચીમકી આપવામાં આવી છે.ત્યાં બીજી તરફ આરટીઇ ના કાયદા ને લઇ અન્ય ચાર શાળાઓએ સુપ્રીમ કોર્ટમાં ધામાં નાંખ્યા છે.કચેરી દ્વારા એ  સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વાલીઓ દ્વારા ખોટી રીતે આરટીઇ નો ગેરલાભ ઉઠાવવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે...





Body:રાજ્ય સરકાર ના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.જો કે કેટલીક શાળાઓ સરકાર ના આ નિયમો ની પણ ઐસી તૈસી કરી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.હાલ જ થોડા દિવસ અગાઉ 35 જેટલા વિધાર્થીઓના વાલીઓ આરટીઇ ના પ્રવેશ મુદ્દે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે રજુવાત લઇ પોહચ્યા હતા.જ્યાં સમગ્ર મુદ્દે ETV Bharat દ્વારા સૌ પ્રથમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.જે બાદ આજ રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી મદરેશા તૈબિયા હાઈસ્ફુલ ને નોટિસ પાઠવવામાં આવી છે.સમય મર્યાદામાં નોટીસ નો જવાબ નહીં આપવામાં આવે તો શાળાની માન્યતા રદ કરવા અંગેની પણ ચીમકી કચેરી દ્વારા આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યાનુસાર ગત વર્ષ કરતા 23000 જેટલા આરટીઇ ફોર્મ આવ્યા છે.જેમાં દસ હજાર જેટલા ગરીબ વિધાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે.આરટીઇ ના કાયદા ને લઈ શહેરની ચાર જેટલી શાળાઓએ સુપ્રીમમાં ધામાં નાંખ્યા છે.જેમાં સેન્ટ ઝેવિયર્સ,લુડ્ઝ કોન્વેન્ટ અને મેરી માતા સહિત લાન્સર આર્મી સ્કૂલ ના સંચાલકોનો સમાવેશ થાય છે.


Conclusion:આ ઉપરાંત આરટીઇ નો ગેરલાભ ઉઠાવતા વાલીઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.જ્યાં શિક્ષણ અધિકારી કચેરીના ઇન્સ્પેકટર જાતે શાળાઓમાં અને વાલીઓ ના જઈ તપાસ કરી રહ્યા છે.જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે સખ્ત પગલાં પણ ભરવામાં આવશે...

બાઈટ : એચ.એસ.રાજગુરુ (DEO-સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.