ETV Bharat / state

HUID નંબર મેળવવામાં થતી મુશ્કેલીના કારણે ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નહિ

author img

By

Published : Jul 20, 2021, 11:32 AM IST

કેન્દ્ર સરકાર દ્વારા 16મી જુલાઈથી સોનાના ઘરેણા પર હોલમાર્ક અને HUID નંબર ફરજિયાત કરાતા જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને HUID નંબરને લઈને જ્વેલરીના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. HUID નંબર મેળવવામાં થતી મુશ્કેલીઓના કારણે તેઓ જ્વેલરીની ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી સરકાર દ્વારા બનાવમાં આવેલી એક્સપર્ટ કમિટી આ વિરોધ અંગે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને રજૂઆત કરશે.

HUID નંબર મેળવવામાં થતી મુશ્કેલીના કારણે ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નહિ
HUID નંબર મેળવવામાં થતી મુશ્કેલીના કારણે ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નહિ

  • HUID નંબરને લઈને જ્વેલરીના વેપારીઓ વિરોધ નોંધાવ્યો
  • જ્વેલરી ઉદ્યોગને 50થી 60 ટકાના વેપારમાં અસર પડી શકે
  • એક્સપર્ટ કમિટી આ અંગે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને રજૂઆત કરશે

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે હવે હોલમાર્કિંગની સાથોસાથ HUID નંબર પણ ફરજિયાત કરાયો છે. HUIDના કારણે દરેક જ્વેલરીને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. પરંતુ આ નંબર મેળવવા માટે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ હેરાન ગતિ થઈ રહી છે.

ગ્રાહકને જ્વેલરી નહિ મળે તો નુકસાન જ્વેલર્સને જ થશે

Indian Bullion Jewellers Association (IBJA) ગુજરાતના ઉપપ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, 100માંથી માત્ર 40 જેટલી જ્વેલરી પર યુઆઇડી HUID મળી રહી છે. જેના કારણે જ્વેલર્સ સમયસર ગ્રાહકોને જ્વેલરી આપી શકતા નથી. જો સમયસર ગ્રાહકને જ્વેલરી નહિ મળે તો નુકસાન જ્વેલર્સને જ થશે. આ ખૂબ જ જટિલ પ્રક્રિયાના કારણે અમે વિરોધ કરી રહ્યા છીએ પરંતુ અમારો વિરોધ હોલમાર્કને લઈને નથી. માત્ર HUID નંબરને લઈને છે.

આ પણ વાંચો : હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ

ઓનલાઇન E-mailથી એપ્લિકેશન કરવાની હોય

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જે કેન્દ્ર સરકાર દ્વારા અમારી એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. તે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને આ અંગે વિરોધ નોંધાવશે. જો કોઈ ગ્રાહકને એક જ જ્વેલરીમાં ફેરફાર કરવાનો હોય તો તે પણ સરળ નથી. તે માટે તેઓએ ઓનલાઇન E-mailથી એપ્લિકેશન કરવાની હોય છે અને જ્યારે પરવાનગી મળે છે. ત્યાં સુધી આ પ્રક્રિયામાં સાતથી દસ દિવસનો સમય લાગી જતો હોય છે. જેના કારણે ગ્રાહકો લાંબો સમય સુધી રાહ જોઈ શકતા નથી.

50થી 60 ટકાના વેપારમાં અસર પડશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, HUID નંબરના કારણે દરેક જ્વેલરીને એક ખાસ નંબર આપવામાં આવે છે. જેમાં સમય લાગે છે અને ફેરફાર કરવામાં પણ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. જો HUID સિસ્ટમ નહિ હટાવવામાં આવે તો જ્વેલરી ઉદ્યોગને 50થી 60 ટકાના વેપારમાં અસર પડી શકે છે. એક્સપોર્ટ કમિટી સરકાર પાસે સમય લેશે અને કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને રજૂઆત કરશે કે આ સમગ્ર પ્રક્રિયા હટાવવામાં આવે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.