ETV Bharat / state

સુરત: બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ આમરણ અનશન પર, પરીક્ષા રદ કરવાની માગ

author img

By

Published : Dec 5, 2019, 3:56 PM IST

સુરત: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જો કે, સુરત ખાતે પણ બિન સચિવાલયના પરીક્ષા આપનાર એક પરીક્ષાર્થીઓએ આમરણ અનશન શરૂ કરી દીધું છે. પરીક્ષાર્થીની માગ છે કે, સરકાર આ સમગ્ર મામલે SITની રચના કરી યોગ્ય તપાસ કરાવે અને દોષીઓને સજા કરે.

સુરતમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ આમરણ અનશન પર
સુરતમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ આમરણ અનશન પર

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન સંઘાણી થોડા દિવસ પહેલા બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. પરંતુ તેમાં ગેરરીતિ થતાં તેને આઘાત લાગ્યો છે કે, તે પોતાના નિવાસસ્થાને આમરણ અનશન પર બેસી ગયો છે. એક તરફ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર સામે બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરવાની માગણી કરી રહ્યા છે. બીજી બાજુ સુરત ખાતે પણ પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચિંતન સંઘાણીએ માગ કરી છે કે, સરકાર પરીક્ષામા થયેલ ગેરરીતી બાબતે એક SITની રચના કરે અને તેમાં પરીક્ષાર્થીઓ સાથે અધિકારીઓ પણ સામેલ રહે છે.

સુરતમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ આમરણ અનશન પર

આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જ્યાં સુધી સરકાર દ્વારા SITની રચના નહીં કરવામાં આવશે ત્યાં સુધી ચિંતન સંઘાણીએ પોતાના નિવાસસ્થાન પર આમરણ અનશન કરવાની નિર્ધારિત કર્યું છે.

Intro:સુરત : બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જો કે સુરત ખાતે પણ બિન સચિવાલય ના પરીક્ષા આપનાર એક પરીક્ષાર્થીઓએ આમરણ અનશન શરૂ કરી દીધું છે આ પરીક્ષાર્થીની માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે SITની રચના કરી યોગ્ય તપાસ કરાવે અને દોષીઓને સજા કરે..


Body:સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન સંઘાણી થોડા દિવસ પહેલા બિન સચિવાલય ની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ગેરરીતિ થતાં તેને આઘાત લાગ્યો છે કે તે પોતાના નિવાસસ્થાને આમરણ અનશન પર બેસી ગયો છે.. એક તરફ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર સામે બિન સચિવાલય પરીક્ષા માં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સુરત ખાતે પણ પરીક્ષાર્થીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચિંતન સંઘાણીએ માંગ કરી છેકે સરકાર પરીક્ષામા થયેલ ગેરરીતી બાબતે એક એસઆઈટીની રચના કરે અને તેમાં પરીક્ષાર્થીઓ સાથે અધિકારીઓ પણ સામેલ રહે છે Conclusion:અને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જ્યાં સુધી સરકાર દ્વારા એસઆઈટીની રચના નહીં કરવામાં આવશે ત્યા સુધી ચિંતન સંઘાણીએ પોતાના નિવાસસ્થાન પર આમરણ અનશન કરવાની નિર્ધારિત કર્યું છે.

બાઈટ : ચિંતન સનઘની
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.