ETV Bharat / state

માંડવી દઢવાડા ગામની સીમમાંથી ખેરના લાકડાં ઝડપાયા, આરોપી ફરાર

author img

By

Published : Jan 23, 2020, 5:48 PM IST

માંડવી દઢવાડા ગામની સીમમાંથી બિનવારસી ખેરનાં લાકડાં ભરેલી ટાટા પીકપ ગાડી પકડાઈ હતી. જેમાં વનવિભાગના અધિકારીઓ દ્વારા ગાડીના પાછળના ભાગે તપાસ કરતા તેમાં ખેરનાં લાકડાં ભરેલા હતા. તેમજ આ લાકડાંની કુલ કિંમત 80,000 હોવાનું અંદાજ છે.

surat
માંડવી

સુરત : માંડવી તાલુકાનો મોટેભાગે જંગલ વિસ્તારમાં સમાવેશ થાય છે. કેટલાક લોકો રાત્રે ગીચ જંગલોમાંથી સાગી લાકડાં તેમજ ખેરનાં લાકડાં સહિત કિંમતી ઝાડો કાપી લાકડાંના ચોરસ ચોકઠા બનાવી રાત્રે વાહનોમાં ભરી સપ્લાય કરવામાં આવે છે. તેમજ જંગલમાંથી ઝાડો કાપી લાકડાં વેચનારાઓને રંગેહાથ પકડવા માટે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જીવ જોખમમાં મૂકી દેતાં હોય છે. તેમાં દર વખતે ડ્રાઈવર ભાગી જતો હોય છે. જેમાં ગત તારીખ 22મી જાન્યુઆરીની રાત્રે દઢવાડા ગામની સીમમાં ખેરનાં લાકડાં ભરેલી ટાટા પીકપ ગાડી પકડાઈ હતી.

માંડવી ઉત્તર અને દક્ષિણ રેન્જમાં ફરજ બજાવતા RFO સ્ટાફ સાથે રાત્રિના પેટ્રોલીંગ કરતા ફેદરીયા ચોકડીથી ઉકાઈ જતાં માર્ગ પર શંકાસ્પદ ટાટા પીકપ ગાડી પૂરપાટ દોડી અટકાવવા માટે વનવિભાગના અધિકારી અને કર્મચારીઓને જણાવ્યું હતું. પરંતુ ટાટા પીકપ ગાડીનો ચાલક બેફામ વાહન હંકારી ‌દઢવાડા ગામની સીમમાં પીકપ ગાડી નંબર.જી.જે.5.UU 4353 મૂકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

વનવિભાગના અધિકારીઓ પીછો કરતા પીકપ ગાડી પાસે આવી તપાસ કરતા તેમાં ડ્રાઈવર કેબીનમાં ન હતો. તેમજ ગાડીના પાછળના ભાગે તપાસ કરતા તેમાં ખેરનાં 29 નંગ લાકડાં હતા. આ ટાટા પીકપ ગાડી અને ખેરનાં લાકડાંની સહિત કુલ રૂપિય 80,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વનવિભાગ દ્વારા બાતમીના આધારે લાકડાં ભરેલા વાહનો પકડવામાં આવે છે. ત્યારે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ જતાં હોય અને બિનવારસી હાલતમાં વાહનો મળતા હોય છે. ત્યારે એક બાજુ તાલુકામાં દિપડાએ આતંક મચાવ્યો છે. બીજી તરફ માથાભારે તત્વો ઉભા ઝાડો કાપી લાકડાં ચોરી કરતા અચકાતા નથી.

Intro:માંડવી દઢવાડા ગામ ની સીમ માં થી બિનવારસી ખેરનાં લાકડાં ભરેલી ટાટા પીકપ ગાડી પકડાઈ




Body:જંગલ માં થી ઝાડો કાપી લાકડાં વેચનારા ઓ ને રંગેહાથ પકડવા માટે વનવિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ જીવ જોખમમાં મૂકી દેતાં હોય છે.દર વખતે ડ્રાઈવર ભાગી જતો હોય છે.!!!!

માંડવી તાલુકો મોટેભાગે જંગલ વિસ્તારમાં સમાવેશ થાય છે.કેટલાક લોકો રાત્રે ગીચ જંગલો માંથી સાગી લાકડાં.તેમજ ખેરનાં લાકડાં.સહિત કિમતી ઈમારતી ઝાડો કાપી લાકડાં ના ચોરસ ચોકતા બનાવી રાત્રે વાહનો માં ભરી સપ્લાય કરવામાં આવે છે ત્યારે આવા માથા ભારે તત્વો ને પકડવા વનવિભાગ દ્વારા જીવની બાજી લગાવી લાકડાં ભરીવાહતુ કરતા વાહનો પકડાઈ છે ત્યારે ડ્રાઇવરો અંધારામાં ન દો ગીયારા થઈ જઈ છે. ગત તારીખ ૨૨મી જાન્યુઆરી ની રાત્રે દઢવાડા ગામ ની સીમ માં ખેરનાં લાકડાં ભરેલી ટાટા પીકપ ગાડી પકડાઈConclusion:માંડવી ઉત્તર અને દક્ષિણ રેન્જમાં ફરજ બજાવતા આરેફો. સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગ કરતા ફેદરીયા ચોકડી થી ઉકાઈ જતાં માર્ગ પર શંકાસ્પદ ટાટા પીકપ ગાડી પૂરપાટ દોડી અટકાવવા માટે વનવિભાગ ના અધિકારી અને કર્મચારીઓ જણાવ્યું હતું પરંતુ ટાટા પીકપ ગાડી નો ચાલક બેફામ વાહન હંકારી ‌દઢવાડા ગામ ની સીમ માં પીકપ ગાડી નંબર.જી.જે.૫.યુયુ.૪૩૫૩ મૂકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો વનવિભાગ ના અધિકારી ઓ પીછો કરતાં પીકપ ગાડી પાસે આવી તપાસ કરતા તેમાં ડ્રાઈવર કેબીનમા નહતો અને ગાડી ના પાછળ ભાગે તપાસ કરતા તેમાં ખેરનાં લાકડાં નંગ ૨૯ ભરેલા હતા ટાટા પીકપ ગાડી અને ખેરનાં લાકડાંની કુલ કિંમત રૂપિયા.80.000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા બાતમી ના આધારે લાકડાં ભરેલા વાહનો પકડવામાં આવે છે ત્યારે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ જતાં હોય અને બિન વારસી હાલતમાં વાહનો મળતા હોય છે.
અક બાજુ તાલુકામાં દિપડા નો આતંક મચાવ્યો છે ત્યારે બીજી તરફ માથાભારે તત્વો દ્વારા ઉભા ઝાડો કાપી લાકડાં ચોરી કરતા અચકાતા નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.