ETV Bharat / state

દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ”

author img

By

Published : Oct 8, 2021, 10:33 PM IST

દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતમાં ઈજા પામેલા યોગ શિક્ષકના યાદમાં “માય સ્ટેમ્પ”અંગદાતાના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” પરિવારજનોને આપવામાં આવી હોય તેવી દેશની સૌપ્રથમ ઘટના છે.

દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ”
દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ”

  • દેશમાં સૌપ્રથમ વખત તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ
  • સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના
  • અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

સુરત: ડોનેટ લાઈફ દ્વારા દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરી છે.

વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતમાં ઈજા પામેલા યોગ શિક્ષક

30 સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતમાં ઈજા પામેલા યોગ શિક્ષક સ્વ.રંજનબેન પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.40 ને બીજી ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોકટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરતા હતા. ડોનેટ લાઈફના માધ્યમથી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા રંજનબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. આ દાનમા મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદભાઈ ધોળકિયામાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જે સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના બની હતી.

અંગદાનના નિર્ણયે પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું

6 ઓક્ટોમ્બરના રોજ વલસાડ ખાતે અંગદાતા રંજનબેનની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે રંજનબહેનને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લઈ પાંચ વ્યક્તિઓને નવુંજીવન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

“માય સ્ટેમ્પ” પરિવારજનોને તેમની યાદગીરીરૂપે આપવામાં આવી

પ્રાર્થના સભામાં ટપાલ વિભાગની અંગદાતા રંજનબેનના ફોટાવાળી “માય સ્ટેમ્પ” તેમના પરિવારજનોને તેમની યાદગીરીરૂપે આપવામાં આવી હતી. તદ્દઉપરાંત પ્રશસ્તિપત્ર આપી પરિવારજનોનું અંગદાનના કાર્યમાં તેમણે આપેલા સહયોગ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. અંગદાતાના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” પરિવારજનોને આપવામાં આવી હોય તેવી દેશની સૌપ્રથમ ઘટના છે.

આ પણ વાંચોઃ સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસે ઝડપી લીધા

આ પણ વાંચોઃ PM Modiએ વીડિયો કોન્ફરન્સથી સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ્સનું લોકાર્પણ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.