ETV Bharat / state

Murder Case In Surat : હલધરી ગામે પતિએ પત્નીને કુહાડી માથામાં મારી જીવ લીધો

author img

By

Published : Jan 31, 2022, 10:57 AM IST

ઉમરપાડા તાલુકાના હલધરી ગામે પતિએ સામાન્ય બાબતમાં પત્નીને માથામાં કુહાડી મારી જીવ(Murder Case In Surat) લીધો છે. કુહાડી માથામાં મારતાં ઘટના સ્થળે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Murder Case In Surat  : હલધરી ગામે પતિએ પત્નીને કુહાડી માથામાં મારી જીવ લીધો
Murder Case In Surat : હલધરી ગામે પતિએ પત્નીને કુહાડી માથામાં મારી જીવ લીધો

સુરત : ઉમરપાડાના હલધરી ગામે પતિ પત્નીનો જીવ લીધો હોવાની ઘટના (Murder in Haldhari Village) સામે આવી છે. મળતી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે જમવાનું લઈને બોલાચાલી થઈ હતી. જેમાં પતિ આવેશમાં આવી જતા ઘરમાં રહેલી કુહાડી પત્નીના માથામાં (Murder Case In Surat) મારી દીધી હતી. પત્નીને માથામાં કુહાડીનો ઊંડો ઘા વાગી જતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

પત્નીના પિયરીયા હલધરી ગામે પહોંચ્યા

આ બનાવની જાણ પત્નીના પિયરીયાને થતા તેઓ તાત્કાલિક હલધરી ગામ (Husband Killed his Wife In Haldhari) પહોંચી ગયા હતા. પિયરીયાઓએ આ સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરી હતી. જેમાં પોલીસ દ્વારા મૃતદેહને કબ્જે લઈ પોસ્મોટમની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

મૃતક મહિલા ચાર સંતાનોની માતા છે

પતિ આવેશમાં આવીને પત્નીનો જીવ (Husband Killed his Wife In Surat) તો લઈ લીધો હતો. પરંતુ હવે માતાનું મૃત્યુ નીપજ્યાથી સંતાનો નિરાધાર બની ગયા છે. મૃતક મહિલાને ચાર સંતાનો છે. જે સંતાનો હવે ખોળયા વિનાના થઈ ગયા છે. પરંતુ હત્યાને લઈને પોલીસ (Murder Crime Case in Surat) દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: ફેસબૂક પોસ્ટને લઈને કરાયેલી હત્યામાં બે સાથે મુખ્ય આરોપીની પણ કરાઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.