ETV Bharat / state

નવજાત બાળકોનો છોડી જનાર માતા પરત ફરતા હોસ્પિટલે રાહતનો શ્વાસ લીધો

author img

By

Published : Jun 17, 2022, 6:37 PM IST

શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)બે જુડવા સંતાનોને જન્મ આપ્યા બાદ માતાએ (Surat Hospital Twin Children Birth )આ બન્ને સંતાનોને તરછોડી જતા રહ્યા હતા. તે સવારે માતા હોસ્પિટલમાં આવી હતી. ડોક્ટરે કહ્યું કે રેણુકાબહેનની તબિયત અસ્વસ્થ છે અને તેઓ ભાનમાં નથી. અમે તેમને સારવાર માટે હોસ્પિટલના F1 વોર્ડમાં દાખલ કર્યા છે.

નવજાત બાળકોનો છોડી જનાર માતા પરત ફરતા હોસ્પિટલે રાહતનો શ્વાસ લીધો
નવજાત બાળકોનો છોડી જનાર માતા પરત ફરતા હોસ્પિટલે રાહતનો શ્વાસ લીધો

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)બે જુડવા સંતાનોને જન્મ આપ્યા બાદ માતાએ (Surat Hospital Twin Children Birth )આ બન્ને સંતાનોને તરછોડી જતા રહ્યા હતા. આ મામલે શિશુવોર્ડના સ્ટાફ દ્વારા માતાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ માતા મળી આવતા પોલસને જાણ કરતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી. સવારે માતા હોસ્પિટલમાં આવી હતી.

છોડી જનાર માતા

અચાનક સવારે આવતા તમને જોઈને ચોંકી ગયા - નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને છોડી (Twin Children Birth)જનાર માતા મળી આવી છે. જેને લઈને NICU વોર્ડના મુખ્ય ડો.વર્ષાએ જણાવ્યુંકે, આજે 10:30 વાગ્યાની આસપાસ અચાનક (Found a mother abandoning children)જ માતા અહીં આવી હતી અને અમે તેમને જોઇ ચોંકી ગયા હતા. અમે તેમને પૂછ્યું તો તેઓએ કહ્યું કે હું હોસ્પિટલમાં જ હતી મને ખબર પડતી નથી એટલે હું નીચે સૂઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ અન્ય સ્ટાફે પૂછ્યું તો તેમને એમ જવાબ આપ્યો કે, મને ભૂખ લાગી હતી એટલે હું મારા ઘરે ગઈ હતી. અને ત્યાં જઈને ચા નાસ્તો કરીને હું સુઈ ગઈ હતી. પરંતુ અંતે ડોક્ટર એમ કહ્યું કે રેણુકા બહેનની તબિયત અસ્વસ્થ છે અને તેઓ ભાનમાં નથી. અમે તેમને સારવાર માટે હોસ્પિટલના F1 વોર્ડમાં દાખલ કર્યા છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Shortage: શહેરના પેટ્રોલપંપ પર શા માટે લાગી રહી છે લાંબી લાઈન...

પ્રસુતિ પહેલા હોસ્પિટલ સુધી ચાલતી આવી - આ બાબતને લઈને જ્યારે માતા રેણુકા બહેનને જણાવ્યું કે, મેં પ્રસુતિ પહેલા હોસ્પિટલ સુધી ચાલતી આવી હતી અને એકલી આવી હતી. માર પતિ નથી તેઓ બે મહિના પેહલા મૃત્યું થયું છે. મને પ્રસૂતિ થયા બાદ હું ચા અને બિસ્કીટ ખાવા માટે બહાર જતી રહી હતી. પરંતુ મને અહીંનું ચાય બિસ્કિટ ગમતું ન હતું. એટલે મેં પુલપાર જતી રહી હતી. અને ત્યાંજ ચાની લારી ઉપર ચાય અને બિસ્કિટ ખાધું હતું. હું ત્યાં સુધી ચાલતી ગઈ હતી. માણસ ત્યારે કહ્યું હતું કે તમારા સંતાનોને કાચની પેટીમાં મૂકવામાં આવ્યા છે તમારે હેરાન પરેશાન થવાની જરૂર નથી. હું રાત્રે ફ્રેશ થઈને દુકાન પર સૂઈ ગઈ હતી. અડાજણ ચાર રસ્તા પાસે છે. સવારે પણ ચાલતી આવી અને મારા સંતાનો પણ મળ્યા છે.

આ પણ વાંચોઃ હાશકારો ! હોસ્પિટલમાં નવજાત બાળકોનો છોડી જનાર માતા મળી આવી

કચરો ઉઠવાનું કામ કરું છું - વધુમાં જણાવ્યુંકે, મારી નાની ઉંમરમાં લગ્નન થઈ ચૂક્યા છે. મારા પતિ મહેશભાઈને બે મહિના પહેલા ખેંચ આવતા તેઓ અવસાન પામ્યા હતા. હું મૂળ ખાનંબાર બારડોલીની છું. હું સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ હરિચંપા ઝુંપડપટ્ટીમાં રહુ છું. એ પહેલા અમે ફૂટપાથ ઉપર રહેતા હતા. મેં સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારો દ્વારા ઢગલો કરવામાં આવેલા કચરો ઉઠવાનું કામ કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.