ETV Bharat / state

Surat News: વરાછા ખાડીની સફાઇ મુદ્દે ઉગ્ર રજૂઆત, MLA કુમાર કાનાણીની આંદોલન કરવાની ચીમકી

author img

By

Published : Apr 2, 2023, 8:03 PM IST

સુરત મહાનગરપાલિકામાં ધારાસભ્ય-સાંસદની સંકલનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ફરી એક વખત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા ખાડીની સફાઇના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે. હવે ઉકેલ નહિ આવે તો સ્થાનિક રહીશો સાથે આંદોલન પર ઉતરવાની કુમાર કાનાણી દ્વારા મનપાને ચિમકી આપવામાં આવી છે.

વરાછા ખાડીની સફાઇના મુદ્દે ઉગ્ર રજૂઆત
વરાછા ખાડીની સફાઇના મુદ્દે ઉગ્ર રજૂઆત

સુરત: વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા ખાડીની સફાઇના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહિ આવે તો સ્થાનિકો સાથે આંદોલન પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખાડીની સફાઇ મુદ્દે રજૂઆત: મહાનગરપાલિકામાં ગઈકાલે ધારાસભ્ય-સાંસદની સંકલનની બેઠકો કરવામાં આવી હતી. પાંચ વર્ષથી સતત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં ન આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન પર ઊતરવાની ચિમકી ધારાસભ્ય કાનાણી દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat news: સુરતમાં વરાછા વિસ્તારમાં ખાડી સમસ્યા મામલે 7 દિવસનું અલ્ટીમેટમ, અપાઇ આંદોલનની ચીમકી

આંદોલનની ચીમકી: ધારાસભ્ય દ્વારા મહાનગરપાલિકામાં અને રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાંય પ્રજાની પડખે રહી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કારણ કે આ પહેલા આજ મુદ્દે ખાડીને આસપાસના લોકો દ્વારા સુરત મહાનગરપાલિકા અને ધારાસભ્ય કુમાર કાનાણીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે સાડી ઉપર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surat Mud Volcano: વરાછામાં ફરી પાછી કાદવનો જ્વાળામુખી ફાટ્યો,

તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહિ: આ બાબતે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી સંકલન બેઠકમાં ખાડીની સફાઇ કરવા અંગે રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા ફરીયાદનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. વરાછા ઝોન અને વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એવો જવાબ આપવામાં આવી રહ્યો છે. પરંતુ સ્થળ પર કોઇ નક્કર કામગીરી જોવા મળતી નથી. હજુ પણ ખાડીમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. દુર્ગંધવાળા ખાડીના પાણીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.આ મામલે વીપક્ષ પણ ઘણી વખત મને ગેરવાનો પ્રયત્ન કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.