ETV Bharat / state

Fake Scientist Mitul Trivedi : નકલી સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ VNSGUમાં ઓનલાઇલ કોર્સ કરાવી 62 વિદ્યાર્થીઓને આપ્યા સર્ટિફિકેટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 5:50 PM IST

Updated : Sep 1, 2023, 6:02 PM IST

ચંદ્રયાન3ની ડિઝાઇન બનાવી છે, તેવું કહી લાઈમ લાઈટમાં આવેલા ફેંક મિતુલ ત્રિવેદીના કારણે હાલ 62 જેટલા લોકોના સર્ટિફિકેટને લઇ પણ પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે, મિતુલ ત્રિવેદીએ પોતાને વૈજ્ઞાનિક ગણાવી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં ઓનલાઇન લેક્ચર આપ્યા હતા. તેમજ 62 લોકોને આ જ કોર્સમાં સર્ટિફિકેટ યુનિવર્સિટી તરફથી આપવામાં આવ્યા હતા. વગર ચોકસાઈ કરી યુનિવર્સિટીએ મિસ્ટર નટવરલાલ મિતુલને આ કોર્સની જવાબદારી આપી દીધી હતી.

Etv Bharat
Etv Bharat

સુરત : ખુદને ઈસરોના સાયન્ટીસ્ટ બતાવનાર મિતુલ ત્રિવેદી આજથી નહીં પરંતુ વર્ષોથી લોકોને બેવકુફ બનાવતા આવ્યો છે. જેમાંથી ભલભલા શૈક્ષણિક સંસ્થાનો પણ સામેલ છે. જેમાંથી એક સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ થયેલ છે. માત્ર ચંદ્રયાન-3 માં જ નહીં મિતુલ ત્રિવેદીએ પોતાને સાયન્ટિસ્ટ બતાવીને ચંદ્રયાન-2 વખતે પણ પોતે મહત્વનો ભાગ ભજવ્યો હોય તેવું જણાવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનો પરિચય ઈસરોના સાયન્ટીસ્ટ તરીકે આપતો હતો. આ જ કારણ છે કે, શૈક્ષણિક સંસ્થાઓ તેમને લેક્ચર અને સેમિનાર માટે બોલાવતા હતા. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેનાથી પણ આગળ નીકળી ગઈ છે. કોઈ પણ ચોકસાઈ કર્યા વગર તેણે મિતુલ ત્રિવેદીને સર્ટિફિકેટ કોર્સ કરાવવા માટે આમંત્રણ આપી દીધું હતું.

Fake Scientist Mitul Trivedi
Fake Scientist Mitul Trivedi

વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટીફીકેટ માટે કોર્સ કરાવ્યો હતો : વીર નર્મદ દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપવા માટે યુનિવર્સિટી તરફથી મિતુલ ત્રિવેદીને 27 જાન્યુઆરી 2022 થી 1 એપ્રિલ 2022 સુધી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બેચમાં તેઓએ 62 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટીફીકેટ કોર્સ માટે ભણાવ્યું પણ હતું. પહેલી બેચમાં 41 વિદ્યાર્થીઓ અને બીજી બેચમાં 21 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ સર્ટિફિકેટ કોર્સમાંનું નામ સાયન્સ્વેત શાસ્ત્ર હતું. કોર્સની ફી રૂપિયા 600 હતી અને આ સર્ટિફિકેટ કોર્સ 45 દિવસનો હતો. મિસ્ટર નટવરલાલના કારણે તેઓ પણ ઠગાઈ ગયા છે. કારણ કે જે લેક્ચરર ને તેઓ સાયન્ટિસ્ટ માની રહ્યા હતા તે ઠગબાજ હતો.

Fake Scientist Mitul Trivedi
Fake Scientist Mitul Trivedi

અનેક યુનિવર્સિટી સાથે કરી ઠગાઇ : ખૂબ જ ગંભીર બાબત છે કે, ફિઝિક્સ વિભાગમાં સર્ટિફાઇડ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી, તેમાં જેને લેક્ચરર તરીકે બોલાવવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની ચોકસાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી. જો કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો તેને દરેક પ્રકારની પ્રક્રિયાથી પસાર થવું પડતું હોય છે. પરંતુ આ વિદ્યાર્થીઓને ભણાવનાર વ્યક્તિ કેટલો ક્વોલીફાઈડ છે, તેની ચોકસાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી. માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત જ નથી પરંતુ ગુજરાતની પ્રખ્યાત જીટીયુને પણ ઠગબાજ મિતુલ ત્રિવેદીએ મૂર્ખ બનાવી છે. 18 નવેમ્બર વર્ષ 2022માં ધરોહર સેન્ટર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ-જીટીયુ દ્વારા ભારત તીર્થ લેક્ચર સિરીઝ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મિતુલ ત્રિવેદીએ લેક્ચર આપ્યું હતું. આ સેમિનારમાં તેને 'રોકેટ એન્જિનિયર ઇન વેદાસ' વિશે પર લેક્ચર આપી લોકોને મૂર્ખ બનાવ્યા હતા અને ત્યાં પણ પોતાની ઓળખ નાસા અને ઇસરોના સાયન્ટિસ્ટ તરીકે આપી હતી.

અમે યુનિવર્સિટીમાં 300 જેટલા સર્ટીફીકેટ કોર્સની શરૂઆત કરી હતી. ત્યારે મિતુલ ત્રિવેદીએ આવીને જણાવ્યું હતું કે તે પોતે વૈજ્ઞાનિક છે અને બાળકોને વિજ્ઞાન અને વેદ અંગે ભણાવવા માંગે છે. આ માટે ખાસ સર્ટીફીકેટ કોર્સની વાત પણ કરી હતી, અમને વિશ્વાસ હતો કે તે જે રીતે જણાવી રહ્યો છે તે ચોક્કસથી વૈજ્ઞાનિક હોઈ શકે છે. પરંતુ કોઈ આટલી હદે ખોટું પડશે એ અમને ખબર નહોતી. પોલીસ જો આ સમગ્ર મામલે પૂછપરછ કરશે તો અમે સહકાર આપીશું. - વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર કિશોર સિંહ ચાવડા

નાસા અને ઇસરોનો સાયન્ટિસ્ટ તરીકે ઓળખ આપતો : પોતાને માત્ર ઈસરોનો જ નહીં પરંતુ તે નાસાનો પણ સાયન્ટિસ્ટ હોવાનું લોકોને જણાવતો હતો. જે પણ શૈક્ષણિક સંસ્થા માટે જતો હતો ત્યાં જણાવતો હતો કે તે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ડોક્ટરની ડિગ્રી મેળવી છે. એટલું જ નહીં સમુદ્રની અંદર દ્વારકાની શોધ માટે પણ તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સદસ્ય છે તે પણ જણાવતો હતો. તેણે 45 જેટલી પ્રાચીન ભાષાઓ આવડતી હોય તેનો પણ તે દાવો કરતો રહ્યો છે. હાલ તેના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો છે.

  1. Fake ISRO Scientist Mitul Trivedi : સુરતનો નકલી ઈસરો સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદી નટવરલાલ નીકળ્યો
  2. Chandrayaan 3 Design : પોતે ચંદ્રયાન 3ની ડિઝાઇન તૈયાર કરી છે તેઓ દાવો કરનાર કથિત વૈજ્ઞાનિકને સુરત પોલીસ કમિશનરનું તેડું
Last Updated :Sep 1, 2023, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.