ETV Bharat / state

Two wheeler ban on uttarayan: તાપી બ્રિજ સિવાય 70 બ્રિજ ઉપર ટૂ વ્હીલ પર પ્રતિબંધ

author img

By

Published : Jan 14, 2023, 5:20 PM IST

Two wheeler ban on uttarayan
Two wheeler ban on uttarayan

સુરત શહેરમાં આજથી બે દિવસ સુધી તાપી બ્રિજ સિવાય અન્ય માર્ગોઉપર બનાવામાં આવેલ 70 બ્રિજ ઉપર ટૂ વ્હીલ વાહન પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. લોકોની સલામતીને ધ્યાનમાં લઈને આ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

તાપી બ્રિજ સિવાય 70 બ્રિજ ઉપર ટૂ વ્હીલ પર પ્રતિબંધ

સુરત: આજે મકરસંક્રાંતિનો તહેવારો રાજ્ય સહિત દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે ત્યારે આ તહેવાર નિમિત્તે પતંગના દોરાથી કોઈનું જીવ ન જાય તે માટે દેશમાં બ્રિજ સીટી તરીકે જાણીતું સુરતમાં શહેર પોલીસ કમિશનર દ્વારા સુરતમાં 70 થી વધુ બ્રિજ વિદેશ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ ફક્તને ફક્ત ટુ વ્હીલ માટે જ બંધ રાખવામાં આવ્યો છે. સવારે 8 થી રાતે 8:00 વાગ્યા સુધી બ્રિજના બંને છેડે ટ્રાફિક અને TRB જવાન તૈનાત કરીદેવામાં આવ્યા છે.

આ પણ વાંચો Surya namaskar on makar sankranti: 100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી

સુરત શહેરમાં 70થી વધુ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે: સુરત શહેરમાં 70 થી વધુ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને શહેરના રીંગ રોડ, મજુરા ગેટથી ઉધના, લાલ બંગલાથી લઈ ઈચ્છાના, અમરોલીથી ઉત્રાણ, સ્ટાર બજારથી પાલ બ્રિજ, સહારા દરવાજાથી સરદાર માર્કેટ સુધીનું બ્રિજ અને સારા દરવાજે સ્ટેશન સુધી બનાવવામાં આવેલો બ્રિજ ઉપર લોકોની વધુ અવરજવર રહે છે. આવા 70થી વધુ બ્રિજ ઉપર ટુ વ્હીલ વાહન લઇ જવાશે નહિ. લોકોની સલામતી માટે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

BRTS રોર ઉપર પણ પતંગ પકડવા અને પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ: તે ઉપરાંત શહેરના BRTS રોર ઉપર પણ પતંગ પકડવા અને પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છેકે, BRTS લેન ખાલી હોય છે અને તેની ઉપર લોકો પતંગ ચગાવતા હોય છે અને પતંગ પકડતા પણ હોય છે. જેને કારણે અમુક વખત અકસ્માત પણ થતા હોય છે.આ માટે BRTS ઉપર પણ પતંગ ચગાવવું અને પતંગ પકડવા પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. જોકે આ દેશમાં સુરત બ્રિજ સીટી તરીકે જાણીતું છે. જેથી આ આપણી બ્રિજ સીટીમાં ઉતરાણમાં આવી ઘટનાઓ બનતી હોય છે. ઘટનાને રોકવા માટે સુરત શહેર પોલીસનો એક પ્રયાસ છે .જો કે જે ટુ વ્હીલ ઉપર સેફટી સ્ટેન્ડ લગાવામાં આવ્યું હશે તેમને બ્રિજ ઉપર જવા દેવામાં આવશે. જોકે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા ઉતરાણપૂવે જ લોકોની સલામતી માટે સેલ્ફી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.