ETV Bharat / state

સુરતમાં હત્યાની અદાવતમાં બે મહિનાથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

author img

By

Published : Jun 19, 2020, 8:35 PM IST

સુરતમાં બે મહિના પહેલા લોકડાઉનમાં મજીદ પઠાણની હત્યાની અદાવતમાં ત્રણ મિત્રોને આંતરી ઘાતક હથિયારો સાથે હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવમાં છેલ્લા બે મહિનાથી ફરાર મુખ્ય આરોપી પકડાયો છે.

સુરતમાં હત્યાની અદાવતમાં બે મહિનાથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો
સુરતમાં હત્યાની અદાવતમાં બે મહિનાથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

સુરત: શહેરના ભાઠેના ખાડીના પુલના નાકે બે મહિના પહેલા લોકડાઉનમાં મજીદ પઠાણની હત્યાની અદાવતમાં ત્રણ મિત્રોને આંતરી ઘાતક હથિયારો સાથે હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવમાં છેલ્લા બે મહિનાથી ફરાર મુખ્ય આરોપી પકડાયો છે.

ભાઠેના ખાડી કિનારે જુની અદાવતમાં બે મહિના પહેલા અલ્તાફ ઉર્ફે પમ્પ કૌશરની હત્યા થઈ હતી. આ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી અબ્દુલ કહાર ઉર્ફે કાર સત્તાર શેખને ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસેથી ડીસીબીના હેડ.કો. શબ્બીર અકબરે ગુરુવારે સવારે પકડી પાડયો હતો. ચાર વર્ષ પહેલા મજીદ પઠાણની હત્યા થઈ હતી. જેની અદાવતમાં સદામ દાઢી, ભુરો, ચાંદ, કાલુ, રૂબીના, આઝાદ અને અજયએ અલ્તાફની હત્યા કરી હતી. આ હત્યામાં સામેલ આઝાદ અને રૂબીના હજુ ફરાર છે. ઝડપાયેલો આરોપી અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં અને મારામારીના ગુનામાં સલાબતપુરા અને ખટોદરા પોલીસના હાથે ઝડપાયો હતો અને તેની પાસા હેઠળ પણ અટકાયત થઇ હતી. તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.