ETV Bharat / state

સુરતમાં પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા

author img

By

Published : Dec 29, 2022, 11:45 AM IST

સુરતમાં પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદ
સુરતમાં પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદ

સુરતમાં પુત્રીની હત્યા કરનાર પિતાને નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાને ધ્યાનમાં રાખતા (surat murder case) આજીવન કેદની સજા (Life imprisonment for Father killed daughter) સંભળાવવામાં આવી છે. આરોપી પિતાની ઉઘ બગડી જતા પિતાએ પોતાની જ (Father killed daughter in Surat) 8 માસની દીકરીને જમીન સાથે પછાડી હત્યા કરી હતી.

સુરત: પુત્રીની હત્યા (surat murder case) કરનાર પિતાને નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા ને ધ્યાનમાં રાખતા આજરોજ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી પિતાની ઉઘ બગડી જતા પિતાએ પોતાની જ 8 માસની દીકરીને જમીન સાથે પછાડી હત્યા (Father killed daughter in Surat) કરી હતી. જોકે ત્યારબાદ પોતે જ નવી હોસ્પિટલમાં લઇ ગયો હતો. નવી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દીકરીને મૃત જાહેર કર્યો હતો.જોકે આ સમગ્ર મામલો પીએમ થયાં બાદ ચોકાવનારા રિપોર્ટ સામે આવ્યા હતા. જેને લઈને પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.જે મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા ને આધારે આખરે આરોપી ને આજીવન કેદની સજા (Life imprisonment for Father killed daughter) સંભળાવી છે.

ઊંઘમાંથી ઉઠીને રડવા લાગી: સુરત શહેરમાં ગત 11 મેં 2020ના રોજ સલાબતપુરા વિસ્તારમાં આવેલ રેશમવાડમાં આરોપી ઉમેશ હસન શેખ જેઓ સવારે સુતા હતા ત્યારે તેમની જ દીકરી અચાનક ઊંઘમાંથી ઉઠીને રડવા લાગી હતી જેને લઈને આરોપી ઉમેશ હસન આવેશમાં આવીને (Life imprisonment for father )પોતાની દીકરીને ઉચકીને જમીન સાથે પછાડી હતી અને ઢીકા અને મુકાનો માર માર્યો હતો. ત્યારબાદ દીકરી બેભાન થઇ જતા પોતે જ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે દીકરીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.

કડકાઈથી પૂછપરછ: ડોક્ટરે દીકરીને જોતા તેના શરીર ઉપર કેટલાક બીજાના નિશાનો મળી આવતા મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમમાં કરાવ્યું હતું અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોકાવનારું રિપોર્ટ સામે આવતા જ સલાબતપુરા પોલીસ સૌપ્રથમ વખત તો પિતાને આ મામલે કડકાઈથી પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આજીવન કેદની સજા: નામદાર કોર્ટમાં આ કેસ દરમિયાન આઠ માસની માતાની જુબાની પણ લેવામાં આવી હતી તે ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવો ને લઈને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આ મામલે સરકાર તરફી વકીલ એ.પી.પી વિશાલ ફળદુક દ્વારા આરોપી પિતાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દલીલો કરવામાં આવી હતી. સમગ્ર દલીલોને અને મેડિકલ અને અન્ય પુરાવા ઓને ધ્યાનમાં લઈને આજરોજ નામદાર કોડ દ્વારા આરોપી પિતા ઉમેશ હસન શેખને આજીવન કેદની સજા સંભળાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.