ETV Bharat / state

સંસ્કાર સાથે શિક્ષણ, જાણો સરકારી શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિ

author img

By

Published : Oct 23, 2019, 3:29 PM IST

સુરતઃ આજે આપણે એવી એક સરકારી શાળાની વાત કરવાના છીએ જ્યાં ભણતરની સાથે સંસ્કારનું ઘડતર પણ કરવામાં આવે છે. અમારો આ અહેવાલ લોકોના મનમાં રહેલી સરકારી શાળા વિશે માનેલી અને ધારેલી બાબતોને અવગણે છે. તો જોઈએ ઝખરડા ગામની સરકારી શાળાના અનોખા શિક્ષણ સાથે સંસ્કાર વિશે...

ડિઝાઈન ફોટો

માંગરોળ તાલુકાના ઝાખરડામાં એક સરકારી શાળા આવેલી છે. આ શાળાના અભ્યાસનો બાળકોનું ભણતર અને સંસ્કાર લાખો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ શરમાવે તેવો છે. કદાચ આખા ગુજરાતમાં આવી પહેલી સરકારી શાળા હશે, જ્યાં ૬ જેટલી ભાષાઓ અને દેશ-દુનિયાનું નોલેજ શિખવાડમાં આવતું હોય. અહીં ૭૪ જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે. આદિવાસી સમાજથી પ્રભાવિત આ વિસ્તારની શાળામાં શિક્ષકો જ્ઞાનની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું પણ એટલું જ સિંચન કરે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ઘરે જઈ માતા પિતાને પાણી પીવડાવવું ફરજિયાત છે. કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે તે માટે બે-બેની ટુકડી બનાવી એક બીજાના ઘરે જવાનું હોય છે. જેથી જો કોઈ બાળક પોતાના માતા પિતાને પાણી ન પાઈ તો તેની જાણ શિક્ષકોને થાય.

આ સરકારી શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિ

અહીં હિન્દુ બાળકો માટે ભગવદ ગીતા અને મુસ્લિમ બાળકો માટે નમાજ વાંચવી પણ ફરજિયાત છે. આ ઉપરાંત આવા અનેક નિયમો છે. જે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપે છે. આ શાળાનો વિકાસ કરનાર શિક્ષક શાહ મોહમદ સઈદ ઈસ્માઈલ નોકરીના કારણે અહીં સ્થાયી થઈ ગામના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને બાળકોને શાળા સુધી પહોંચાડવાનું કામ કર્યુ. બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાની શરૂઆત કરનાર આ શિક્ષકનું કહેવું છે કે,

આમ, માંગરોળના નાના એવા ઝખરડા ગામની શાળાના એક મુસ્લિમ શિક્ષકે સરકારી શાળાની પરિભાષા બદલી નાખી. અહીં આખા ગામના બાળકો શાળા એ જાય છે અને અદભુત શિક્ષણ મેળવી રહ્યા છે.

Intro:એન્કર -

બાળક ચાલવાનું સીખે અને પહેલા પા પા પગલી માંડે ઘર માં અને ઘર બહાર પગલી માંડે શાળા માં ,જ્યાં બાળક ના ભવિષ્ય ના ઘડતર ની શરૂઆત થાય ,આજે અમે આપને એવી સરકારી શાળા બતાવા જઈ રહ્યા છે જે બધી શાળા ઓ થી અલગ છે ભણતર સાથે સંસ્કારો નું ઘડતર અને શું છે શાળા ની વિશેષતાઓ જોઈએ આ અહેવાલ માં " અનોખા શિક્ષણ સાથે સંસ્કાર "

Body:વીઓ -

બાળકો ના પહેલા શિક્ષક એટલે માતા પિતા ,પરંતુ આજના આ ભાગદોડ ભર્યા જીવન માં વાલીઓ પાસે લગભગ બાળકો માટે સમય નથી ,વાલીઓ પોતાના સમય ના અભાવે બાળકો ને લાખો રૂપિયા ખર્ચી ને સારા શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી દેતા હોઈ છે અને પોતાની જવાબદારી પૂર્ણ સમજતા હોઈ છે,ત્યાં બાળકો ને પુસ્તકિયા જ્ઞાન તો મળે છે પરંતુ બાળક ને ભણતર સાથે સંસ્કારો નું સિંચન પણ જરૂરી છે ત્યારે માંગરોળ તાલુકના ઝાખરડા ગામે આવેલી એવી પ્રાથમિક શાળા જ્યાં ના બાળકો નું ભણતર અને સંસ્કાર લાખો રૂપિયા ની ફી લેતી ખાનગી શાળા ને પણ શરમાવે તેવું છે ,આ શાળા ની અનેક વિશેષતાઓ છે ,કદાચ આખા ગુજરાત માં એક પણ સરકારી પ્રાથમિક શાળા માં નહિ શીખવવામાં આવતી હોઈ એટલી ૬ જેટલી ભાષા શાળા માં શીખવવામાં આવે છે ,જેમાં ચાઈનીસ ,રોમન ,હિન્દી ,ઈંગ્લીશ ,ઉર્દુ અને માતૃભાષા ગુજરાતી ,ગામ ની ૧ થી ૫ ધોરણ ની સરકારી શાળા માં ગામ અને બહાર ના ૭૪ જેટલા બાળકો અભ્યાસ કરે છે ,બહાર ના એટલા માટે કે શાળા ના શિક્ષણ અને મળતા સંસ્કારો ને લઇ આજુબાજુ ના સોનગઢ સુધી ના અન્ય ૧૬ બાળકો પણ અહી અભ્યાસ છે ,બાળકો નું શિક્ષણ જોઈ કદાચ તમે પણ આશ્ચર્ય પામી જાવ ,


બાઈટ - મશીરા શેખ [૨],હસન શેખ ,નેહા વસાવા ( વિદ્યાર્થીઓ ઝાખરડા પ્રાથમિક શાળા )


વીઓ

ઝાખરડા માંગરોળ તાલુકા નું નાનું એવું ગામ છે અને ત્યાં ની વસ્તી બહુલ મુસ્લિમ અને આદિવાસી સમાજ ની છે ,જ્યાં મુસ્કેલ થી બાળકો ને શાળા એ મોકલવામાં આવતા હોઈ છે પરંતુ કેટલાક વર્ષો પહેલા અહિયાં શાળા માં આવેલા એક શિક્ષક એ સરકારી શાળા ની પરિભાIષા બદલી નાખી ,આજે આખા ગામ ના બાળકો શાળા એ જાય છે અને અદભુત શિક્ષણ મેળવી રહ્યા છે ,અહીના બાળકો ને જોઈ કદાચ તમને એવું થાય કે આઈ.પી.એસ. કે આઈ.એ.એસ. ની બાળકો હમણાં થીજ તૈયારી કરી રહ્યા હોઈ ,અહી બાળકો ના ભણતર ની વાત કરીએ તો બાળકો ગણિત અને ઈંગ્લીશ માં પાવરધા છે ઉપરંત માતૃ ભાષા ગુજરાતી સહીત ચાઈનીસ ,રોમન,હિન્દી ,ઈંગ્લીસ અને ઉર્દુ ભાષા ઓ નું જ્ઞાન મળે છે ,સાથેજ ભારત નું ગૌરવ એવા વેદિક ગણિત માં પણ આ બાળકો પાવરધા છે ,ચાઈનીસ અને રોમન ભાષા જાણે માતૃભાષા હોઈ એમ લખે છે અને આ બધું અહીના શિક્ષક ને આભારી છે

બાઈટ-હસન મલેક_વિદ્યાર્થી ૧ અને ૨ Conclusion:ઝાખરડા ગામ ની પ્રાથમિક શાળા માં ખાનગી શાળા કરતા પણ સુંદર જ્ઞાન તો મળે જ છે પરંતુ સાથે સાથે અહીના શિક્ષકો બાળકો માં સંસ્કારો નું પણ એટલુજ સિંચન કરે છે ,શાળા માં બાળકો આવે એ પહેલા તમામ શાળા ના બાળકો એ શ્રેણી બધ રીતે હરોળ માં મંદિરે જઈ કપાળ પર તિલક કરી શાળા એ આવવું ફરજીયાત છે ( હિંદુ બાળકો માટે ) અને ઘરે ગયા બાદ માતા પિતા ને પાણી પીવડાવવું ફરજીયાત છે જેમાં બે બે ની ટુકડી માં એક બીજા ના ઘરે જવાનું હોઈ છે જેથી કરી ને માતા પિતા ને પાણી પીવડાવવામાં આવે છે કે ની એનું ધ્યાન રાખી સકાય સાથેજ માતા પિતા ને રોજ પગે લાગી શાળા એ આવુંવું જમતા પહેલા હિંદુ બાળકો એ ભગવદ ગીતા વાચવી અને ઘર ના લોકો ને વાંચી સંભળાવવી તેમજ મુસ્લિમ બાળકો એ બપોરે નમાઝ પઢી જમવા બેસવું જેવા અનેક નિયમો છે ,

આ શાળા ને ઉચ્ચ બનાવનાર શિક્ષક નું ,મૂળ પલસાણા તાલુકા ના બલેશ્વર ગામ ના પરંતુ નોકરી ના કારણે માંગરોળ ના ઝાખરડા ગામે સ્થાયી થયા ,ગામ માં આવ્યા બાદ ગામ ના લોકો ને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને બાળકો ને શાળા સુધી લઇ જવાનું કામ કર્યું અને ત્યાર બાદ બાળકો માં થયેલા સંસ્કારો ના સિંચન અને ભણતર ને જોઈ ગામ ના લોકો માં પણ ઉત્સાહ આવ્યો અને આજે બાળકો જે આ સરકારી પ્રાથમિક શાળા માંથી શિક્ષણ મેળવી રહ્યા છે એ કાબિલે તારીફ છે ,આ બાબતે સુ કહી રહ્યા છે ખુદ શિક્ષક સાંભળીયે

બાઈટ - શાહ મોહમદ સઈદ ઈસ્માઈલ_શિક્ષક પ્રા.શાળા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.