ETV Bharat / state

Jolva Rape with Murder case: જોળવા રેપ વિથ મર્ડર કેસના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર

author img

By

Published : Feb 24, 2022, 9:19 PM IST

Updated : Feb 24, 2022, 9:36 PM IST

જોળવા ગામે બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર (Jolva Rape with Murder case) આરોપીને કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. આ મામલે કોર્ટમાં સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીના ૩ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા.

Jolva Rape with Murder case: જોળવા રેપ વિથ મર્ડર કેસના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર
Jolva Rape with Murder case: જોળવા રેપ વિથ મર્ડર કેસના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર

સુરત: પલસાણા તાલુકાના જોળવા ગામે 11 વર્ષની પરપ્રાંતિય પરિવારની (surat murder case)માસુમ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાની ઘટનામાં પકડાયેલા આરોપીને ગુરુવારે પલસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી

પલસાણાના જોળવા ગામે એક પરપ્રાંતિય પરીવારની 11 વર્ષની દીકરીને રવિવાર રોજ તેની જ બિલ્ડિંગમાં રહેતા એક નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને (Jolva Rape with Murder case) લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર (jolva Rape with Murder ) મચી ગયો હતો. ત્યારબાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક બે આરોપીઓની અટકાયત કર્યા પછી દયા ચંદ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન અને CCTV ફૂટેજના આધારે બાળકી પર તેણે જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાચો: Minor Girl Rape case in Jolva : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા

પોલીસે તેની ઓળખ કરાવ્યા બાદ ગુરુવારના રોજ તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ, તેની મદદગારીમાં કોઈ સામેલ છે કે કેમ, અન્ય પકડાયેલ આરોપીની શું ભૂમિકા છે, ભૂતકાળમાં કોઈ ગુનામાં સામેલ હતો કે કેમ એવા વિવિધ પાસાઓને લઈને કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. સરકારી વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આ પણ વાચો: Odhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા

Last Updated :Feb 24, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.