ETV Bharat / state

Yoga Day 2023: યોગ દિવસ પર સુરત જયપુરનો રેકોર્ડ બ્રેક કરશે, 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરશે

author img

By

Published : Jun 20, 2023, 4:07 PM IST

સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી
સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી

સુરત શહેરના આંગણે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી થશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. સુરતમાં એક લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે. સાથે જ 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી

સુરત: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સુરત ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સુરતના વાય જંકશન ખાતે 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરશે. યોગ આસન કરી વિશ્વને યોગની મહત્વતા અંગે જાણ કરશે. શાળા કોલેજ સહિત અન્ય સંસ્થાઓના લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં એક સાથે આવી રેકોર્ડની સ્થાપના કરશે.

સવા લાખથી વધુ લોકો એકસાથે યોગ કરશે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે. અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. યોગદિનમાં સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી સહિત અંદાજે સવા લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. મગદલ્લા વાય જંકશનથી પાર્લે પોઈન્ટ સુધી તથા વાય જંકશનથી બ્રેડલાઇન સર્કલથી ગાંધીકુટિર સુધી 12 કિ.મી.ના રસ્તા પર 1.25 લાખ લોકો યોગદિનના કાર્યક્રમમાં જોડાશે.

એક બ્લોગમાં 1,000 જેટલા લોકો યોગ કરશે: 125 જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે. એક એક બ્લોગમાં 1,000 જેટલા લોકો યોગ કરી શકે આ માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એક બ્લોકમાં એલ.ઈ.ડી. સ્ક્રીન, સ્ટેજ પરથી યોગ ટ્રેનર નિદર્શન કરશે. લોકોને કોઈ અગવડ ન પડે તે માટે નજીક પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.યોગદિનના કાર્યક્રમમાં શાળા-કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એસોસિએશનો, પતંજલિ, બ્રહ્માકુમારી, આર્ટ ઓફ લિવિંગ, ડોકટર એસોસિએશનો, ગાયત્રી પરિવાર તથા અન્ય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે.

એક જ દિવસમાં એક લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન: ઉલ્લેખનીય છે કે અગાઉ એકસાથે યોગ દિવસ પર યોગનો રેકોર્ડ પહેલા જયપુર શહેરનો છે. જયપુર ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમ પર એક સાથે 1.09 લાખ લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આ રેકોર્ડ હવે સુરત તોડવા જઈ રહ્યો છે સુરત ખાતે એક સાથે સવા લાખ જેટલા લોકો એક સાથે યોગ કરીને જયપુરનો રેકોર્ડ તોડશે. લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં આવ્યા માટે ખાસ ઓનલાઇન લિંક જાહેર કરવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં એક લાખથી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. તમામ લોકોને ક્યુઆર કોડ આપવામાં આવશે. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના સદસ્ય આ ક્યુ આર કોડ થકી કેટલા લોકોએ એકસાથે યોગ કર્યા છે તે અંગેની ગણતરી કરશે

  1. International Yoga Day : ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી કરશે યોગ, સુરતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
  2. Yoga Day 2023: પોરબંદર જિલ્લો 21મી જૂને બનશે યોગમય, અંદાજે એક લાખ લોકો યોગા કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.