ETV Bharat / state

International Yoga Day : ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી કરશે યોગ, સુરતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ

author img

By

Published : Jun 20, 2023, 12:17 PM IST

International Yoga Day : ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી કરશે યોગ, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરતમાં યોજાશે
International Yoga Day : ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી કરશે યોગ, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરતમાં યોજાશે

રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ સુરત ખાતે યોજાવા જઈ રહી રહ્યો છે. જ્યાં યોગ કાર્યક્રમમાં ગુજરાત દેશમાં નવો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, PM મોદી યુએસમાં 108 દેશના પ્રતિનિધિઓ સાથે કરશે યોગ દિવસની ઉજવણી કરશે. તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી યોગ કરશે.

ગુજરાતના 1.25 કરોડ સેલિબ્રિટી કરશે યોગ, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરતમાં યોજાશે

ગાંધીનગર : 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે યોગ દિવસની ઉજવણી આ વખતે અમદાવાદ નહીં પરંતુ પ્રથમ વખત અમદાવાદની બહાર સુરત શહેરમાં રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે, ત્યારે રાજ્ય કક્ષાના રમત ગમત પ્રદાન હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ બાબતે મહત્વની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે પણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસમાં 108 દેશના પ્રતિનિધિઓ સાથે યોગ દિવસની ઉજવણી કરશે. જ્યારે ગુજરાતમાં જે લોકો યોગમાં જોડાવા છે. તે તમામ લોકોને હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિક નહીં પરંતુ સેલિબ્રિટી તરીકે સંબોધ્યા હતા.

ગુજરાત રેકોર્ડ બનાવશે : રાજ્યકક્ષાના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, આ વખતે રાજસ્થાન રાજ્યના વિશ્વ રેકોર્ડ હજુ અકબંધ છે અને સૌથી વધુ યોગ કરવાના રેકોર્ડ રાજસ્થાનના નામે જ છે, ત્યારે આ 21 જુને ગુજરાતમાં 1.25 કરોડ લોકો એક સાથે યોગ કરીને વિશ્વ રેકોર્ડ તૈયાર કરશે અને ગુજરાત પ્રથમ સ્થાને આવશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાવા માટે ગઈકાલે સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટેની લીંક શરૂ કરવામાં આવી હતી. જેમાં ફક્ત 24 કલાકમાં જ એક કલાકથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ગુજરાતમાં 75 આઇકોનિક પ્લેસ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

પ્રભાવિત જિલ્લામાં યોગ નહીં થાય : વાવાઝોડાને લઈને આઠ જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે, ત્યારે હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતે નિવેદન આપ્યું હતું કે, આઠ જિલ્લા કે જ્યાં વાવાઝોડાની ખૂબ જ અસર થઈ છે. તેવા જિલ્લાઓમાં સરકારી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી નહીં કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે જ 10 જેટલા ઐતિહાસિક સ્થળો, સાત જેટલા ધાર્મિક સ્થળો, 17 જેટલા પ્રવાસન સ્થળો અને આઠ તાલુકા મથકોમાં યોગ દિવસની ઉજવણી થશે અને ગ્રામ્ય વિસ્તારમાં હર આંગનને યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં Y જંકશનથી SVNIT સર્કલ-4 કિમી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ–4 કિમી સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ4.5 કિમી સુધી મળી પ્રતિ 1 કિમી આશરે 10,000 નાગરિકો એટલે કે 1,25,000 નાગરિકો કુલ 12.5 કિમી પાથ પર આ યોગાભ્યાસમાં હાજર રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે અને સીએમ સવારે 6.30 કલાકે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે. - હર્ષ સંઘવી (રાજ્ય રમત ગમત પ્રધાન)

ક્યાં ક્યાં થશે ઉજવણી : રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે. તેમાં 10 જેટલાં ઐતિહાસિક સ્થળો, 7 જેટલાં ધાર્મિક સ્થળો, 17 જેટલા પ્રવાસન સ્થળો, 33 કેટલા જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને 8 તાલુકા મથકોના સ્થળની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો, પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

  1. International Yoga Day 2023 : રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી ચાલતો યોગનો સેવાયજ્ઞ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષે ખાસ અહેવાલ
  2. 21 જૂન વિશ્વ યોગ દિવસે અમદાવાદ જિલ્લામાં આઠ આઇકોનિક સ્થળે થશે યોગ કાર્યક્રમ, સાડા ચાર લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
  3. International Yoga Day 2023 : યોગ દિવસની ઉજવણીની તૈયારીરુપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કર્યું આ આયોજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.