ETV Bharat / state

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાભીએ દિયરની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો

author img

By

Published : Dec 23, 2019, 1:51 PM IST

સુરત: પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાભી સાથેના આડા સંબધોમાં ભાભીએ દિયરની હત્યા કરી હતી. પાંચ દિવસ પહેલા ભાભીએ દિયરના રૂમમાં જઇ ગળે ટૂંપો આપી દીવાલ સાથે માથું અથડાવી હત્યા કરી હતી. સમ્રગ મામલો પીએમ રિપોર્ટના આધારે સામે આવતા પોલીસે હત્યારી ભાભીની ધરપકડ કરી હતી.

surat
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૌટુબિક ભાભીએ દિયરની હત્યા કરી

સુરતના પાંડેસરા વડોદ ગામે રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની પાંચ દિવસ પહેલા રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વિનયને માથાના ભાગે ગંભીર ઈજાઓ હતી. જેના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્યારબાદ તપાસને વેગ આપતા આરોપી સુધી પહોંચી હતી. મૃતક વિનય એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુંબિકભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી જોડે રહેતા હતો. તે વખતે ભાભી જોડે તેના આડાસંબધો હતા.

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૌટુબિક ભાભીએ દિયરની હત્યા કરી

મૃતક વિનયે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડયા હતા. તેણે તે ફોટો સોશ્યિલ મિડિયા પર મૂકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. જેથી કંટાળી 35 વર્ષીય રામકુમારી શિવપૂજન યાદવે વિજયના રૂમમાં જઈ તેને ગળે ટૂંપો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી.

આરોપી ભાભીએ પોલીસને જણાવ્યું હતું કે, વિનય જો ફોટા તેના પતિને બતાવે તો તે આત્મહત્યા કરી લેશે. વારંવાર વિનયના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેણે દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. તે સમયે વિનય દારૂના નશામાં હતો. તેમજ સૂતેલો હતો. મહિલા વિનયની ઉપર બેસી ગઈ અને દુપટ્ટો વિનયના ગળામાં નાખીને તેને દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દિવાલ સાથે ભટકાવી દીધું હતું. હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જો કે પોલીસે પીએમ રિપોર્ટના આધારે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો.

Intro:સુરત : પાંડેસરા વિસ્તારમાં કૌટુબિક ભાભી સાથેના આડાસંબધોમાં ભાભીએ દિયર ની હત્યા કરી હતી. પાંચ દિવસ પહેલા ગળે ટૂંપો આપી દીવાલ સાથે માથું અથડાવી હત્યા કરી હતી.પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસે હત્યારી ભાભી ની ધરપકડ કરી છે.


Body:પાંચ દિવસ પહેલા પાંડેસરા વડોદગામે રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની રૂમમાંથી લાશ મળી હતી. વિનયને માથાના ભાગે ગાંમ્ભીર ઈજાઓ હતી. જેના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્યારબાદ તપાસને વેગ આપતા આરોપી સુધી પહોંચી છે. મૃતક વિનય એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુબિકભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી જોડે તેના આડાસંબધો હતા. 

મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડયા હતા. તે ફોટો સોશ્યલ મિડીયા પર મુકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. જેથી કંટાળી 35 વર્ષીય રામકુમારી શિવપૂજન યાદવે વિજયના રૂમમાં જઈ તેને ગળે ટૂંપો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી. 

આરોપી ભાભીએ પોલીસને  જણાવ્યું હતું કે વિનય જો ફોટા તેના પતિ ને બતાવે તો તે આત્મહત્યા કરી લેશે અને વારંવાર વિનય ના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેણે દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. તે સમયે વિનય દારૂના નશામાં હતો અને સૂતેલો હતો. મહિલાએ વિનયની ઉપર બેસી ગઈ અને દુપટ્ટો વિનયના ગળામાં નાખીને તેને દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દિવાલ સાથે ભટકાવી દીધું હતું. Conclusion:હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જો કે પોલીસે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો.

બાઈટ : જે. કે.પંડ્યા (ACP સુરત પોલીસ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.