ETV Bharat / state

Surat Crime: સુરતમાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

author img

By

Published : Aug 16, 2023, 12:42 PM IST

સુરતમાં બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસે બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Etv Bharat
Etv Bharat

યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા

સુરત: શહેરમાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. સલાબતપુરા ધામલાવાડ શેરીમાં રહેતા મોહમદ અદનાન મોહમંદ ઐયુબ દલવાડી ઘર પાસે જ મોબાઈલ રીપેરીંગ તથા એસેસરીઝની દુકાન ધરાવે છે. ગતરાત્રીના સમયે મોપેડ પર આવેલા ઈસમોએ તેને છાતીના ભાગે તથા ડાબા હાથની બે આગળી ઉપર ચપ્‍પુના બે ધા મારવામાં આવ્યા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: હત્યાના આ બનાવને લઈને સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે શેજાન આસીફ મુલતાની અને શેખ મુસેફ શેખ અબ્‍દુલ રસીદ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.

સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત
સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત

અદનાન સાથે આરોપી શેજાન આસીફ મુલતાની સાથે બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી ગત રાત્રીના આશરે પોણા આઠેક વાગ્‍યાના અરસામાં આરોપીઓ શેજાન આસીફ મુલતાની તથા તેનો મિત્ર શેખ મુસેફ શેખ અબ્‍દુલ રસીદ મોપેડ ગાડી ઉપર આવી આરોપી શેજાન આસીફ મુલતાનીએ તેની પાસેના ચપ્‍પુ વડે અદનાન પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. - સલાબતપુરા પીઆઈ બી.આર.રબારી

  1. Ahmedabad Crime: બાપુનગરમાં માતાની બોથડ પદાર્થ મારી પુત્રે કરી હત્યા, બાદમાં પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ
  2. Ahmedabad Crime: માધુપુરામાં યુવકને એસિડ પીવડાવી હત્યા કરનાર પત્ની સહિતના સાસરિયાઓ ઝડપાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.