ETV Bharat / state

સુરતમાં ગુનાઓને અંજામ આપતી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 25 ગુનાઓની કરી કબૂલાત

author img

By

Published : Sep 21, 2019, 7:15 AM IST

Updated : Sep 21, 2019, 7:28 AM IST

સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં ચોરી, લૂંટ, ધાડ, ચેઈન સ્નેચીગ જેવા ગુનાઓ આચરતી ગેંગ ઝડપાઈ હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ 25 ગુનાઓની કબૂલાત કરી હતી.

સુરતમાં 25 ગુનાને અંજામ આપતા 4 આરોપી ઝડપાયાં

સુરતમાં 25 ગુનાને અંજામ આપી ચૂકેલા 4 આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોટર સાઈકલ, 17 મોબાઇલ ફોન, સોનાના દાગીના, બે છરા, રામપુરી ચપ્પુ સહિત 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ગુડ્ડુ ઉર્ફ ગુલાબ ખત્રી રામકરણ પાંડે, સુરજ ઉર્ફ ટીડ્ડી રમાશંકર વિશ્વકર્મા, વિક્રમ ઉર્ફ કાઉ રમેશ નાયક અને વિકાસ મોહનસિંગ રાજપુત વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં 25 ગુનાને અંજામ આપતા 4 આરોપી ઝડપાયાં

મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ,મોબાઈલ ચોરી અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન સર્વલેન્સ ટીમને બાતમી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં લૂંટ કરનાર લોકો બમરોલ રોડ પર આવેલી ચાની દુકાને ભેગા થયા છે., પોલીસે બાતમી આધારે ચા ની દુકાને ભેગા થયેલા ચાર લોકોની પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેમજ આ ગેંગના બીજા સભ્યોની પણ ધરપકડ થાય તેવી શક્યતા છે.

Intro:સુરત : લુટ, ઘાડ, ચેઈન સ્નેચીગ જેવા ગંભીર ગુનાઓ આચરતી ગેંગને ઝડપી પાડવામાં સુરતની પાંડેસરા પોલીસને સફળતા મળી છે પોલીસે આરોપીની ધરપકડ કરી એક નહિ બે નહિ પરંતુ 25 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા શું હતી આરોપીની મોડેન્સ ઓપરેન્ડી અને કેવી રીતે આપતા હતા

Body:સુરતમાં એક નહિ બે નહિ પરંતુ ૨૫ જેટલા ગુનાને અંજામ આપી ચૂકેલા 4 આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ એવી રીતે ગુનાને અંજામ આપતા હતા કે પોલીસ પણ આરોપીને પકડવામાં આજદિન સુધી અસર્મથ હતી પરંતુ આખરે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યા હતા અને ૨૫ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે પોલીસની પકડમાં ઉભેલા આ આરોપીઓના નામ છે ગુડ્ડુ ઉર્ફ ગુલાબ ખત્રી રામકરણ પાંડે,સુરજ ઉર્ફ ટીડ્ડી રમાશંકર વિશ્વકર્મા, વિક્રમ ઉર્ફ કાઉ રમેશ નાયકઅને વિકાસ મોહનસિંગ રાજપુત છે. પોલીસે તેમની પાસેથી પોલીસે મોટર સાઈકલ,17 મોબાઇલ ફોન, સોનાના દાગીના, બે રેમ્પો છરા, રામપુરી ચપ્પુ સહિત 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા અને તકનો લાભ લઇ મોબાઈલ સ્નેચીગ, ધાડ, લુટ અને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ આચરતા હતા આ ઉપરાંત લુટ કરવા જાય ત્યારે છેડતી પણ કરતા હતા જો કે આખરે બે દિવસ પહેલા પાંડેસરામાં એક લૂંટનો બનાવ બન્યો હતો. તેમજ મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ બન્યા હતા. તેથી પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું. તે દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં લૂંટ કરનારાઓ બમરોલી રોડ પર એક ચાની દુકાન પર ભેગા થયા છે. એટલે પોલીસે બાતમીવાળા જગ્યાએ ગઈ હતી. ત્યાંથી બાતમીદારે આપેલી આરોપીઓ મળી આવ્યા હતા.

Conclusion:આરોપીની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેઓની સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને સુરતના હજુ પણ ગુનાના ભેદ ઉકેલાઈ તેવી પણ શક્યતા છે ત્યારે આ મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

બાઈટ : હરેશ મેવાડા (ACP -સુરત પોલીસ)
Last Updated :Sep 21, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.