ETV Bharat / state

Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો

author img

By

Published : Feb 27, 2023, 3:21 PM IST

સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ અંતર્ગત 11,111 લોકોએ એક જગ્યાએ ત્રિરંગાને ટેગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે આવા રેકોર્ડ્સ સ્થાપિત થાય તે માટે આવા પ્રોગ્રામો કરવા જરૂરી છે.

Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો
Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો

કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ ભાગ લીધો હતો

સુરત : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ અંતર્ગત રવિવારે એક સાથે એક જ સ્થળે 11,111 લોકો તિરંગા ટેગ લગાવી પ્રતિજ્ઞા લઇ વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમને અવિરત ચાલુ રહે તે માટે આગ્રહ પણ કર્યો હતો. આ તમામ લોકો ટેગ લગાવી તિરંગાને હંમેશા હ્રદય સાથે લગાવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમમાં 11111 લોકોએ ભાગ લઇ રેકોર્ડ બનાવ્યો
કાર્યક્રમમાં 11111 લોકોએ ભાગ લઇ રેકોર્ડ બનાવ્યો

ક્યાં થયું આયોજન : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ મંદિર ખાતે આજરોજ હર દિલ તિરંગા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે એક જ સ્થળે 11,111 લોકો તિરંગા ટેગ લગાવી પ્રતિજ્ઞા લઇ વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું છે. શહેરના અર્ચના વિદ્યાનિકેતન સહિત સહભાગી સંસ્થાઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો અને એક લાખથી વધુ લોકો સુધી સ્વયમ્ સેવકો પહોંચ્યા હતા અને તિરંગા વિશે જાગૃતિ ફેલાવી હતી. આ પણ એક વિશ્વ રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચો republic day 2023: રાજકોટમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવયાત્રા યોજાઈ

વર્લ્ડ રેકોર્ડ સર્જાયો : આ તમામ લોકો ટેગ લગાવી તિરંગાને હંમેશા હ્રદય સાથે લગાવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ રીતે એક સાથે આટલી સંખ્યામાં તિરંગાના ટેગ સાથે પ્રતિજ્ઞા લેવાની વિશ્વની આ પહેલી ઘટના છે. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે.

આવા રેકોર્ડ્સ સ્થાપિત થાય તે માટે આવા પ્રોગ્રામો કરવા જરૂરી છે : આ બાબતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ લોકોનો ઉત્સાહ વધાવનાર રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, એક શામ દેશ કે નામના કાર્યક્રમ દ્વારા 11.111 રાષ્ટ્રધ્વજના ટેગ વ્યક્તિઓને લાગવામાં આવ્યા છે. એમાં એક યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં શહેરની અર્ચના વિદ્યા સંકુલના સહયોગ દ્વારા આ કાર્યક્રમમાં આજે હજારો દેશ ભક્તિના રંગોથી રંગયેલા લોકો આ રેકોર્ડને સફળ બનાવવા આવ્યાં છે. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ લોકોમાં દેશ ભક્તિ પ્રચંડ તો છે જ પરંતુ આ દેશભક્તિ જાગ્રત થાય તે માટે છે. 11,111 તિરંગાનું ટેગ મેં જયારે દિલ ઉપર લગાવ્યો ત્યારે મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. હું એક પ્રતિજ્ઞા લઈ રહ્યો છું કે, મારો એક જ ધર્મ રાષ્ટ્રવાદ છે. અહીં દરેક ભારતીયો કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રભાવના વિચારધારા સાથે આગળ વધીએ અને આવા રાષ્ટ્રના ખૂણે ખૂણે આવા રેકોર્ડ્સ સ્થાપિત થાય તે માટે આવા પ્રોગ્રામો કરવા જરૂરી છે.

આ પણ વાંચો ઇતિહાસમાં પ્રથમવાર જેલમાં કેદીઓ દ્વારા યોજાઈ યાત્રા જે જાગૃત કરશે રાષ્ટ્રીય ભાવના

દેશ પ્રેમી શિક્ષકોને વંદન : આવા પ્રોગ્રામો કરવાથી દેશમાં સામૂહિક શક્તિઓ દેશને એક પ્રબળ દિશાઓ બતાવશે. વધુમાં જણાવ્યુંકે,આવા પ્રોગ્રામો કરવાથી દેશમાં સામૂહિક શક્તિઓ દેશને એક પ્રબળ દિશાઓ બતાવશે. હું આવા દેશ પ્રેમી શિક્ષકોને વંદન કરું છું કે, આવા કાર્યકર્મો તેમણે કર્યા છે.જે રાષ્ટ ધ્વજના ટેગ લગાવનો રેકોર્ડ કર્યો છે તેમને હું વંદન કરું છું અને આવા કાર્યક્રમ અવિરત થવા જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.