ETV Bharat / state

Hanuman Jayanti: ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાન દાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે

author img

By

Published : Apr 6, 2023, 10:46 AM IST

Updated : Apr 6, 2023, 10:56 AM IST

ગુજરાતમાં આવેલા સુરતમાં હનુમાન દાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે. હનુમાન દાદા સાથે તેમની પત્નીની પણ પૂજાસાંજ-સવારે કરવામાં આવે છે. ઉધના મગદલ્લા રોડ ખાતે મેયર બંગલાની નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર આવેલ છે.જેમાં અન્ય દેવી-દેવતાઓ સાથે હનુમાન દાદાની પણ મૂર્તિ બિરાજમાન છે.

આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાન દાદા પોતાની પત્નિ સાથે વિરાજમાન છે.
આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાન દાદા પોતાની પત્નિ સાથે વિરાજમાન છે.

ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાન દાદા પોતાની પત્નિ સાથે બિરાજમાન છે

સુરત: આજે હનુમાન જયંતી છે. દેશભરમાં હનુમાનદાદાના મંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શિવરાત્રી, રામનવમી અને આજે હવે હનુમાન જયંતી છે. હનુમાનજના ઘણાં સ્વરૂપ છે. આજે આપણે એ હનુમાનજીની વાત કરવાના છીએ જે પોતાની પત્ની સાથે બિરાજમાન છે. સુરતમાં આવેલા હનુમાનદાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે. અહીં હનુમાનજી સાથે તેમની પત્ની સુર્વચલાની પણ પૂજા અર્ચના દરરોજ થાય છે. આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાન દાદા પોતાની પત્નિ સાથે બિરાજમાન છે.

હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ: ભગવાન હનુમાનને લોકો બાલ બ્રહ્મચારી તરીકે ઓળખે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે પારસર સંહિતા અનુસાર હનુમાનજીના વિવાહ થયા હતા. આ સંહિતામાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેલંગણાના ખમમમ જિલ્લામાં આવેલા મંદિરમાં હનુમાનજી અને તેમની પત્ની સુર્વચલા સાથે બિરાજમાન પણ છે. તેલંગણા સિવાય હનુમાનજીની પત્ની સાથે તેમનું મંદિર સુરત શહેરમાં પણ આવેલું છે. ઉધના મગદલ્લા રોડ ખાતે મેયર બંગલાની નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર આવેલ છે . જેમાં અન્ય દેવી-દેવતાઓ સાથે હનુમાન દાદાની પણ મૂર્તિ બિરાજમાન છે. પરંતુ અહીં હનુમાનદાદા એકલા નથી. તેમની સાથે તેમની પત્નિ સુર્વચલાની પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો Hanuman Jayanti 2023: હનુમાન દાદાની 350 કિલો વજન, 110 કિલો ચાંદી અને ગોલ્ડ પ્લેટથી તૈયાર કરાયેલ હનુમાનની અનોખી પ્રતિમા

શિક્ષા આપવાની ના પાડી: હનુમાનજી પોતાના ગુરુ સૂર્ય ભગવાન પાસે ગયામંદિરના પૂજારી ભારત મુનિ ભારતીયે જણાવ્યું હતું કે, આ મંદિરની વિશેષતા છે કે હનુમાનજી પોતાની પત્ની સાથે અહીં બિરાજમાન છે. જો કથાની વાત કરવામાં આવે તો હનુમાનજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ અષ્ટ સિદ્ધિ નવ નિધિ પ્રાપ્ત કરશે. આ પ્રતિજ્ઞાને લઈ હનુમાનજી પોતાના ગુરુ સૂર્ય ભગવાન પાસે ગયા હતા. જ્યાં જ્યાં સૂર્ય ભગવાન જતા ત્યાં હનુમાનજી પણ જતા હતા. ત્યાં તપ કરી શિક્ષા મેળવતા હતા. પાંચ શિક્ષા સૂર્ય દેવતાએ તેમને આપી હતી. પરંતુ પાંચ શિક્ષા આપ્યા બાદ સૂર્યદેવતાએ તેમને શિક્ષા આપવાની ના પાડી દીધી હતી.

પ્રાર્થના કરી: હનુમાનજીએ સૂર્ય દેવતા સામે પ્રાર્થના કરી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , જ્યારે હનુમાનજીએ આ અંગેનું કારણ જાણવા સૂર્યદેવતાને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે સૂર્યદેવતાએ જણાવ્યું હતું કે પાંચ શિક્ષા પછી અન્ય ચાર શિક્ષા તે જ લોકો મેળવી શકે જેવો ગૃહસ્થ જીવન જીવી રહ્યા હોય. તમે બાલબ્રહ્મચારી છો અને ગૃહસ્થ જીવન નથી જીવી રહ્યા જેના કારણે આ શિક્ષા તમને આપી શકાય એમ નથી. હાથ જોડીને હનુમાનજીએ સૂર્ય દેવતા સામે પ્રાર્થના કરી કે તેમની પ્રતિજ્ઞાનું શું થશે કઈ રીતે અષ્ટ સિદ્ધિ નવ નિધિ તેઓને પ્રાપ્ત થશે??

આ પણ વાંચો Hanuman Janmotsav: કિંગ ઓફ સાળંગપુર, 54 ફૂટની પ્રતીમાનું ભક્તિભાવ સાથે લોકાર્પણ

લગ્ન કરાવવામાં આવ્યા:આ કથા અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હનુમાનજીએ સૂર્યદેવતાને પ્રાર્થના કરી કે હવે આ અંગે કોઈ રસ્તો તમે કાઢો જેથી તેમની પ્રતિજ્ઞા પૂર્ણ થાય. આ વાત પર સૂર્યદેવતા અને અન્ય દેવતાએ ખાસો વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ નિર્ણય લેવાયો કે સૂર્ય દેવતાની જે પુત્રી છે. સુર્વચલા કે જેઓ પણ તપસ્વીની હતા અને સાથે બ્રહ્મચારણી હતા. જેથી તમામ દેવતાઓએ નિર્ધારિત કર્યું કે હનુમાનજીના લગ્ન તેમની સાથે કરાવવામાં આવે. બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન કરાવ્યા બાદ હનુમાનજી પોતાની તપસ્યા કરવા લાગ્યા અને પોતાના બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી બાજુ સુર્વચલા પણ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા હતા. દક્ષિણ ભારતમાં આવેલા મંદિરમાં બંનેનો વિવાહ પ્રસંગ યોજવામાં આવે છે. આવતા વર્ષે અમે પણ બંનેના લગ્ન પ્રસંગ અહીં યોજીશું.

Last Updated : Apr 6, 2023, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.