ETV Bharat / state

Halwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી

author img

By

Published : Feb 15, 2023, 3:35 PM IST

સુરતમાં બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની યોજવામાં આવી હતી. જોકે, આ સેરેમનીમાં વિપક્ષના નેતા ક્યાંય દેખાયા નહતા. સાથે જ વિપક્ષે શાસક પક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

Halwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી
Halwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી

મેયરે કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવ્યું

સુરતઃ કેન્દ્રિય બજેટમાં જે રીતે હલવા સેરેમની હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યું છે. આ જ રીતે સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બજેટ સેશનમાં હલવા સેરેમની યોજાઈ હતી. જોકે, આ સેરેમનીમાં વિપક્ષના કોર્પોરેટરો હાજર રહ્યા નહતા, પરંતુ વિપક્ષે નેતાએ કહ્યું, જનતાના માથે 307 કરોડ રૂપિયાનો વેરો મૂકી મીઠાશ ખાવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચોઃ Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ

બજેટ અંગે સામાન્ય ચર્ચાઃ આજે બજેટ પર ચર્ચાને લઈ સામાન્ય સભા મહાનગરપાલિકાના મુખ્ય ભવનમાં યોજાવામાં આવી હતી, પરંતુ આ વખતે દર વર્ષની જેમ સામાન્ય સભા સામાન્ય નહતી. આ વખતે સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આજે બજેટ બોર્ડના પ્રારંભ પહેલા કેન્દ્રિય બજેટની રજૂઆત પહેલાં થતી હલવા સેરેમનીનું આયોજન કરાયું હતું.

મેયરે કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવ્યુંઃ આ સેરેમનીમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વિપક્ષ આપ પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમિત રાજપૂત સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર હેમાલી બોઘાવાલાએ તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવ્યું હતું.

અમૃત કાળના વર્ષનું આ બજેટઃ મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ હલવા સેરેમનીમાં વિપક્ષ નેતા અને કોર્પોરેટરો હાજર રહ્યા નહતા. આ અંગે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા અમૃત કાળના વર્ષનું આ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ ચર્ચા 2 દિવસ ચલાવવામાં આવશે. ખાસ કરીને જ્યારે અમૃતકાળમાં હલવા સેરેમની એટલે કે, ખાસ કરીને સુરત મહાનગરના વિકાસનું જે બજેટ છે. પ્રજાલક્ષી આ બજેટને લોકોના મોઢા મીઠાં કરાવીને આ બજેટની ચર્ચા શરૂ કરવામાં આવી છે.

74.44 કરોડની રાહત પ્રજાને મળશેઃ ઉલ્લેખનીયએ છે કે, બજેટમાં વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા જેનો ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધ જોઈ કોમર્શિયલ વિસ્તારના લોકોને 10 ટકા વાર્ષિક રાહત કરવા જઈ રહ્યા છે. સાથે જ તમામ પ્રકારની મિલકતમાં ફાયર ચાર્જિઝમાં 50 ટકાની રાહત કરવા જઈ રહ્યા છે. આના કારણે મિલકતના ટેક્સમાં 48.61 કરોડ રૂપિયાની રાહત મળશે. જ્યારે ફાયર ચાર્જની જે 50 ટકા રાહત આપવામાં આવી છે, એમાં 25.83 કરોડ રૂપિયાની રાહત મળવા જઈ રહી છે. આમ, મહાનગરપાલિકા દ્વારા 74.44 કરોડ રૂપિયાની રાહત પ્રજાને મળશે.

આ પણ વાંચોઃ AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ

મીઠાશ ખાવાનો અધિકાર બનતો નથીઃ બીજી તરફ હલવા સેરેમેનીને લઈ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, બજેટ અગાઉ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલવો ખાવાનું આયોજન કર્યું છે. તેનો વિપક્ષ આપ પાર્ટી વિરોધ કરે છે. શહેરની જનતા પર 307 કરોડ રૂપિયાનો વેરો મૂકી જનતા પર કડવાશ ઘોળી અમને મીઠાશ ખાવાનો અમને કોઈ અધિકાર બનતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.