ETV Bharat / state

3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીને મોતની સજા હાઈ કોર્ટે યથાવત રાખી

author img

By

Published : Dec 27, 2019, 2:17 PM IST

સુરત: 31મી જુલાઈના રોજ સુરત કોર્ટે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરાધમને મોતની સજા ફટકારી હતી. સુરત કોર્ટ બાદ હાઈકોર્ટે પણ આ કેસને રેર ઓફ ધ રેર કેસની શ્રેણીમાં મુક્યો છે. શુક્રવારે સુરતની સેસન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ યથાવત રાખવામાં આવ્યો છે અને ફાંસીની સજાને કાયમ કરી છે. પાંચ મહિનાની સુનાવણી બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા દોષી અનિલ યાદવને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી હતી.

Surat
Surat

ઉલ્લેખનીય છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં 3 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનારાને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી અને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ સજાને યથાવત રાખવામાં આવી છે. 15 ઓક્ટોબર 2018ના રોજ ગુનો કરનારા આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. તે બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો.

ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવવા, FSL પુરાવા, CCTV ફૂટેજ વગેરેના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. 14 ઓકટોબર, 2018ના રોજ ગોડાદરામાં અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષીય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી.

જ્યારબાદ હેવાને માસુમ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ આરોપીએ નાટકીય રીતે બાળકીની પરીવાર સાથે મળી પોલીસ સાથે શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં પોતાના વતન બિહાર ભાગી ગયો હતો.

Intro:સુરત : 31મી જુલાઈના રોજ સુરત કોર્ટે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર રાક્ષસને મોતની સજા ફટકારી કતી. સુરત કોર્ટ બાદ હાઈ કોર્ટે પણ આ કેસને રેર ઓફ ધ રેર કેસની શ્રેણીમાં મુક્યો છે.આજે સુરતની સેસન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ યથાવત રાખવામાં આવ્યો છે અને ફાંસીની સજાને કાયમ કરી છે. પાંચ મહિનાની સુનાવણી બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા દોષી અનિલ યાદવને ફાંસી ની સજાનો આદેશ કર્યો છે. દોષીએ પોર્ન વિડીઓ જોઈ ત્રણ વર્ષની બાળકીને પોતાના મકાનમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતુ પછી બાળકીની હત્યા કરી બિહાર નાસી ગયો હતો.

Body:સુરતના ગોડાદરા વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનારને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ સજાને યથાવત રાખવામાં આવી છે.15 ઓક્ટોબર 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો.ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવવા,FSL પુરાવા,સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. 14 ઓકટોબર  2018ના રોજ ગોડાદરામાં અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી અને બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુ મારી દીધુ હતુંઅને પોતે પ્રથમ તો બાળકી ગુમ થઈ હોવાથી પરિવાર અને પોલીસ સાથે શોધખોળ પણ હાથ ધરી હતી અને ત્યાર બાદ આરોપી અનિલ પોતાના વતન બિહાર ભાગી ગયો હતો. 

કેસની ટૂંકી વિગત
કંઇ કલમ લગાવાઇ: 302, 376 (એ) (8), 367, 378, એટ્રોસિટી એક્ટ 3(2)(5) (5અ)

38 સાક્ષીઓની જુબાની લેવાઇ

4 નવેમ્બરના  2018 : એક મહિનામાં ચાર્જશીટ કરાઇ

મેડિકલ પુરાવા
સ્થળ પરના પુરાવા
પિતાની જુબાની
સીસીટીવી ફુટેજ
એફએસએલ પુરાવા
પાલેજ સ્ટેશનના સીસીટીવી ફુટેજ જ્યાં આરોપી હતો
આરોપીની કોલ ડિટેઇલ

Conclusion:સુરતની સેસન્સ કોર્ટ બાદ હાઈ કોર્ટના નિર્ણય ને બાળકીના માતા-પિતાએ પણ ચુકાદાને આવકાર્યો છે અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.