ETV Bharat / state

Surat fraud visa case: વિદેશમાં જઈને સારૂં કમાવવાની આશામાં 15 શ્રમીકોએ ગુમાવ્યાં લાખો રૂપિયા, ઠગબાજ એજેન્ટોથી ચેતવતો કિસ્સો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 8:57 PM IST

વિદેશમાં જઈને સારી કમાણી કરવાની લાલચ આપીને સુરતના એક ઠગ એજેન્ટે 15 જેટલાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. એટલું જ નહીં વર્ક વીઝાના બદલે વિઝિટર વીઝા દ્વારા આ તમામ લોકોને દૂબઈ પણ મોકલ્યા, જ્યાં તેમણે ખબર પડી કે તેઓ મોટી છેતરપિંડીનો ભોગ બન્યાં છે. હાલ તો છેતરાયેલા તમામ લોકોએ પોલીસને આજીજી કરી છે કે, તેમને ન્યાય સાથે આરોપીને આપેલા પૈસા પાછા મળે. જોકે ઠગ આરોપી લાજવાના બદલે ગાજી રહ્યો છે, બીજી તરફ પોલીસને આ કેસમાં કોઈ રસ ન હોય તે રીતે તપાસ કરી છે.

Surat fraud visa case
Surat fraud visa case

સુરત: શહેરમાં આશરે 15 થી વધુ જેટલા લોકો વીઝાના નામે છેતરાયા હોવાની ફરિયાદ ઉઠી છે. ઈચ્છાપુર વિસ્તારમાં ચારેક જેટલા એજન્ટોએ મળી વીઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદીઓએ પોલીસ કમિશનરને આવેદન પણ આપ્યું હતું. અને ત્યાર બાદ તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ નક્કર પગલા ન લેતા અંતે ફરિયાદીઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. અને જો કોઈ નક્કર કાર્યવાહી ના થાય તો આત્મવિલોપન કરવા સુધીની ચિમકી ઉચ્ચારી છે.

વીઝાના નામે છેતરપિંડી: દુબઈ સ્થિત કંપનીમાં નોકરી અપાવવાના નામે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા અંદાજિત 15 જેટલા લોકો પાસેથી વર્ક વીઝાના નામે લાખો રૂપિયાની રકમ ખંખેરી લીધા બાદ ઠગબાજ એજન્ટે હાથ અધ્ધર કરી દેતા તમામ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો વધુ ચિંતિત બન્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા મોટા ભાગના શ્રમિકો છે જે હાલમાં ન્યાય માટે ઝંખી રહ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે માત્ર તપાસનો વિષય બની ગયો છે.

વર્ક વીઝાને બદલે આપ્યાં વિઝીટર વિઝા: આ અંગે ભોગ બનનાર રમેશકુમાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ''અમને અમારા ગામના જ વ્યક્તિ વિકાસકુમાર કે, જેઓ અમારા ઘરની બાજુમાં રહે છે, તેઓ દ્વારા વીઝા માટે ફોન આવ્યો હતો કે, તમે લોકો દુબઈ જશો ત્યાં સારું કમાશો. એમ કહ્યું હતું જેથી અમે 15 લોકો તૈયાર થઇ ગયા હતા. તેમણે અમારી પાસેથી વીઝા માટે પૈસા માંગ્યા ત્યારે અમે તેમને બધા મળીને તેમના કેહવા પ્રમાણે પૈસા આપી દીધા અને અમે બધા દુબઈ ગયા હતા. પરંતુ ત્યાં ગયા તો અમને ત્યાંથી કહેવામાં આવ્યું કે, તમારી પાસે જે વીઝા છે તે વર્ક વીઝા નથી તે વિઝીટર વીઝા છે. તમે અહીં માત્ર ત્રણ દિવસ માટે જ રોકાઈ શકો છો'' આવું અમને જણાવામાં આવતાં અમે ચોંકી ગયા હતા અને અમને માલુમ પડ્યું હતું કે, અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

પોલીસમાં જતો તો મારી નાખીશું: એટલું જ નહીં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનો આરોપ છે કે, વિકાસકુમાર તરફથી જો પોલીસ સ્ટેશનમાં જશો મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી. અમને તમામને ત્યાં એક રૂમમાં રાખવામાં આવ્યા હતા જ્યાં અમારી પાસે પૈસા પણ નહોતા, જેથી અમે ગામમાં ફોન કરીને પૈસા મંગાવી શકીએ, જોકે જેમ તેમ કરીને અમે દુબઈથી ઇન્ડિયા આવ્યા હતા. અહીં અમે વિકાસ કુમારને મળ્યા અને કહ્યું કે, તમે અમારી સાથે છેતરપિંડી કરી છે, તમે અમારા પૈસા આપી દો, તો સામે તેમણે કહ્યું હતું કે, તમને પૈસા મળશે નહીં તમે પોલીસ સ્ટેશનમાં જશો તો તમને મારી નાખીશું.

પોલીસની આળસમય કાર્યવાહી: જોકે, તેમ છતાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં પોલીસનો અલગ જ વર્તાવ જોવા મળ્યો. લોકોને લાગ્યું કે, પોલીસની પણ ક્યાંક મીલીભગત હોય શકે, તેથી તેમણે પોલીસ કમિશનરને અરજી કરી તો તેમણે ઇકો સેલને તપાસ સોંપી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે વિકાસના ઘરે અને ઓફિસે દરોડા પાડ્યાં હતા. ત્યારે તેમના ઘરમાંથી કુલ 200 જેટલાં પાસપોર્ટ કબજે કરવામાં આવ્યાં હતાં અને અભય નામના વ્યક્તિની ધરપકડ કરી લઈ ગયા હતા, જોકે, ત્યાર બાદ ફરી સામાન્ય પૂછપરછ બાદ અભયને છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ પોલીસે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરતા ફરિયાદીઓ મુંઝાયા છે તેઓ સતત કહી રહ્યાં છે કે, તેમને આરોપીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે કે, હવે ફરી પછી આવું કઈ કરશો તો છોડીશ નહીં. ત્યારે જોવાનું એ રહ્યું આ મામલે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો

Surat Crime : સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, સિટી બસની અડફેટે યુવકનું મોત

Surat Rape Case : સુરતમાં ભંગારના વેપારીએ સગીરાને બનાવી હવસનો શિકાર, આવી રીતે ફુટ્યો ભાંડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.