ETV Bharat / state

ઓનલાઈન ખરીદી કરતાં સાચવજો, ઇન્સ્ટાગ્રામ પર મોબાઈલના ઓર્ડર લઈને પરફ્યુમની બોટલો મોકલી ઠગાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 12:56 PM IST

ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં ઇન્સ્ટાગ્રામ એપ પર મોબાઈલ ફોનના ઓર્ડર લઈને મોબાઈલની જગ્યાએ પરફ્યુમની બોટલો મોકલી ઠગાઈ કરતાં શખ્સને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે 4.16 લાખના પરફ્યુમની બોટલો સહિત કુલ 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓનલાઈન ખરીદી કરતાં સાચવજો
ઓનલાઈન ખરીદી કરતાં સાચવજો

ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

સુરત: આખી દુનિયા આજે ટેકનોલોજી તરફ વળી છે. ખરીદીથી લઈને ફુડ સુધી આજે માત્ર એક ક્લિકથી વસ્તુઓ આપણા ઘરે પહોંચી જાય છે. આજની આ ફાસ્ટ લાઈફમાં મોટે ભાગે લોકો સમય બચાવવા ઓનલાઈન જ ખરીદી કરવાનું પસંદ કરે છે. જો કે આ ટેકનોલોજીથી લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ દિવસે ને દિવસે વધી રહી છે.

કેવી રીતે કરવામાં આવતી હતી ઠગાઈ: આવો જ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયામાં અલગ અલગ ખોટા નામે આઇડી બનાવી તેમાં લોભામણી જાહેરાત મૂકી મોબાઈલ ફોનના ઓર્ડર લીધા બાદ પરફ્યુમની બોટલો મોકલી રૂપિયા પડાવી ઠગાઈ કરવામાં આવતી હતી. ત્યારબાગ ઠગબાજો દ્વારા આઈડી ડિલીટ કરી દેવામાં આવતું હતું. સાથે તેમાં રિપ્લેસમેન્ટ કે રિર્ટનની પણ પોલીસી આપવામાં આવતી ન હતી.

મોબાઈલના ઓર્ડર લઈને પરફ્યુમની બોટલો મોકલી ઠગાઈ
મોબાઈલના ઓર્ડર લઈને પરફ્યુમની બોટલો મોકલી ઠગાઈ

ગ્રાહકોને સાથે છેતરપિંડી: સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે રાંદેર નવયુગ કોલેજની બાજુમાં આવેલ સંગના સોસાયટીમાં અફઝલ મેમણ નામનો શખ્સ ભાડે મકાન રાખી છેલ્લા બે અઢી મહિનાથી ઓનલાઇન મોબાઇલનો ઓર્ડર લઇને મોબાઇલ બોક્ષમાં પરફ્યુમની બોટલ ગ્રાહકોને મોકલી છેતરપિંડી કરે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી આરોપી 22 વર્ષિય અફજલ સોયેબ મેમણને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘરમાંથી 77 નંગ થેલાઓમાંથી કુલ 4160 બોક્ષ પરફ્યુમની જુદી જુદી કંપનીની બોટલ, બે કોમ્પ્યુટર તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

'આરોપી છેલ્લા બે અઢી મહિનાથી ઓનલાઇન ઇન્સ્ટ્રાગામ મોબાઇલ એપ ઉપર જુદી જુદી આઇ.ડી બનાવીને સસ્તા મોબાઇલની જાહેરાત આપી ગ્રાહકોને લલચાવી ઓર્ડર મેળવતો હતો. ત્યારબાદ મોબાઇલને બદલે સસ્તા ભાવના પરફ્યુમની બોટલો પુઠ્ઠાના બોક્ષમાં કુરિયર દ્રારા મોકલાવીને ઓનલાઇન છેતરપીંડી કરતો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.' - લલિત વાઘડિયા, ક્રાઇમ બ્રાંચ પોલીસ ઇન્સ્પેકટર

  1. શું તમે ઓનલાઈન સ્કેમ કે સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છો? તો સમયસર ફરિયાદ કરો
  2. આ નવા ઑનલાઇન કૌભાંડથી ચેતજો!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.