ETV Bharat / state

સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા

author img

By

Published : Oct 10, 2021, 12:44 PM IST

સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા
સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા

સુરત શહેરમાં આજે પેહલી વખત UPSCની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 1655 જેટલા ઉમેદવારો કુલ 7 સેન્ટર ઉપર પરીક્ષા આપી રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કાનું પેપર પૂર્ણ થઇ ગયું છે, ત્યારબાદ બીજા તબક્કાની પરીક્ષા 02:30 થી 04:30 કલાકે લેવામાં આવશે.

  • 1655 ઉમેદવારો કુલ 7 સેન્ટર ઉપર પરીક્ષા આપી રહ્યા છે
  • બીજા તબક્કાની પરીક્ષા 02:30 થી 04:30 કલાકે લેવામાં આવશે
  • પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા પૂર્વેજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરત : સુરતમાં આજે પ્રથમ વખત UPSCની પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષામાં કુલ ૧૬૫૫ જેટલા ઉમેદવારોની શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવનાર હતી, જોકે આ પરીક્ષાને લઈને વહેલી સવારથી જ પરીક્ષા સેન્ટરો ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 9:30 થી 11:30 કલાકે યોજાયેલ હતી. ત્યારે બીજા તબક્કાની પરીક્ષા 02:30 થી 04:30 કલાકે લેવામાં આવશે. પહેલા તબક્કામાં 200 માર્કનું પેપર તથા બીજા તબક્કામાં પણ 200 માર્કનું પેપર છે. પરીક્ષા સેન્ટર ઉપર વહેલી સવારથી જ ઉમેદવારોની ભીડ જોવા મળી છે. શહેરમાં પ્રથમ વખત UPSCની પરીક્ષામાં ભીલાડ, વલસાડ, વાપી, દમણ નવસારી તથા અન્ય શહેરો તથા જિલ્લાઓમાંથી ઉમેદવારો આવ્યા હતા.

સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા

શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી

સુરત શહેરમાં આજે પહેલી વખત UPSC ની પરીક્ષા યોજાઇ રહી છે. પરીક્ષામાં કુલ 1655 જેટલા ઉમેદવારોની શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા આપી રહ્યા છે. તેમાં શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ SVNIT કોલેજમાં, એસ.એસ.ગાંધી કૉલેજ, એસ.એસ.ગર્લ્સ કૉલેજ, એમ ટી.બી.આર્ટસ કૉલેજ, પી.ટી.સાઇન્સ કૉલેજ, કે પી કોમર્સ કૉલેજ, અને પોલિટેકનિક ગર્લ્સ કોલેજ આમ કુલ 7 સેન્ટરો ઉપર આ પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા પૂર્વેજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ પેહલા આ પરીક્ષા ગુજરાતમાં અમદાવાદ ખાતે જ લેવામાં આવતી હતી, પરંતુ હવેથી રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ પરીક્ષા લેવામાં આવશે. તેજ રીતે સુરતમાં પેહલી વખત આજે UPSCની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે શહેરના પરીક્ષા સેન્ટરો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

આ પણ વાંચો : પેથાપુર કેસમાં મોટો ખુલાસો, શિવાંશની માતાનું નામ આવ્યુ સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.