સી. આર.ની 'વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા' લાવવા અંગે સ્પષ્ટતા, જાણો શું કહ્યું...

author img

By

Published : Oct 15, 2021, 8:45 AM IST

વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા અંગે CR PATIL એ શું સ્પષ્ટા કરી જાણો...
વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા અંગે CR PATIL એ શું સ્પષ્ટા કરી જાણો... ()

સુરતના ઓક્સિજન વ્યવસાય સાથે સંકળાયેલા એ.ડી. મોરે એન્ડ સન્સ દ્વારા સચિન ખાતે પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે, જે 1 દિવસમાં 2000 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરી હોસ્પિટલને પૂરું પાડશે. આ રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ CR Patil એ કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલા 'વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા' અંગેના નિવેદનનો ખોટો અર્થઘટન કરાયો છે. આ સાથે તેમણે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા પણ કરી હતી.

  • સચિન વિસ્તાર ખાતે મેડિકલ ઑક્સિજન ધરાવતી 2 ટેન્ક અને રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ
  • સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે દેશભરમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની તૈયારીઓ
  • સી. આર. પાટીલે 100 નવા ચહેરા અંગેના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી

સુરત : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સચિન વિસ્તાર ખાતે 21 અને 17 ટન મેડિકલ ઑક્સિજન ધરાવતી 2 ટેન્ક સહિતના રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત ન સર્જાય, તે માટે એ. ડી. મોરે એન્ડ સન્સ કંપની દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં સી.આર.પાટીલે અગાઉ આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જેટલા ધારાસભ્યો અમારી પાસે છે અને 182માં જેટલા ઘટે છે. તેને જોતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળી શકે છે.

વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા અંગે CR PATIL એ શું સ્પષ્ટા કરી જાણો...

ભાજપ માટે કાર્યકર્તા મહત્વનો છે

કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલા વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાને લઈને ખોટો અર્થઘટન કરાયો છે. હાલમાં જેટલા ધારાસભ્યો અમારી પાસે છે, અને 182માં જેટલા ઘટે છે, સાથે જ કેટલાક રિટાયર્ડ થાય એને જોતા 100 નવા ચહેરા આવશે. કાર્યકર્તાઓનું ધ્યાન નેતાઓએ રાખવું જ પડશે, ભાજપ માટે કાર્યકર્તા મહત્વનો છે.

દિવસમાં 2000 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરી હોસ્પિટલને પૂરું પાડશે

કોરોના વેક્સિનેશનની ગતિ પૂર ઝડપે છે. તેમ છતાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે દેશભરમાં ઓક્સિજન પ્લાન્ટ્સ સહિતની તૈયારીઓ ચાલી રહી છે. જેથી જો ત્રીજી લહેર આવે તો લોકોને ઓક્સિજનની અછત ન સર્જાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી તેમજ અન્ય બીમારીઓમાં દર્દીઓને પૂરતું ઓક્સિજન મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ઉદ્યોગકારો પણ આ સામાજિક જવાબદારીમાં જોડાયા છે. સુરતના સચિન વિસ્તારમાં આ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યો છે. જે 1 દિવસમાં 2000 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરીને હોસ્પિટલોમાં પૂરા પાડવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળીની ઉજવણી : સરકારી કર્મચારીઓને 26 ઑક્ટોબર પગાર થઈ જશે

આ પણ વાંચો : ભાજપના 100 નવા ચહેરા સામે વિપક્ષની શું સ્ટ્રેટેજી રહેશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.