ETV Bharat / state

Income Tax Department: રસ્તા પર અત્તરનો વેપાર કરતા યુવકને 28 કરોડની નોટિસ

author img

By

Published : Mar 27, 2023, 9:48 PM IST

Updated : Mar 27, 2023, 10:48 PM IST

ED Notice : આવકવેરા વિભાગે 28 કરોડની નોટિસ મોકલી, યુવક દોડ્યો વકીલ ભણી
ED Notice : આવકવેરા વિભાગે 28 કરોડની નોટિસ મોકલી, યુવક દોડ્યો વકીલ ભણી

કોઇ કામ માટે આપેલા મહત્ત્વના દસ્તાવેજોને બાદમાં કોઇ વ્યક્તિ દુરુપયોગ કરતાં હોવાના મામલાનો આ કેસ છે. સુરતમાં અત્તર ફેરિયા યુવક ઉવેશને ઇડીની 28 કરોડ રુપિયાની નોટિસ મળતાં તેના હોશ ઉડી ગયા હતાં. એણે શું પગલું ભર્યું જૂઓ.

દસ્તાવેજોના દુરુપયોગની શંકા

સુરત : સુરતના ચોક બજાર વિસ્તારમાં રસ્તા પર અત્તર વેચનાર ઉવેશ સોપારીવાલાને આવકવેરા વિભાગએ 28 કરોડ રૂપિયાની નોટિસ મોકલતા યુવાનના હોશ ઉડી ગયા હતા. આવકવેરાએ યુવાનને નોટિસ પાઠવી જણાવ્યું છે કે વર્ષ 2018- 19 માં 28.59 કરોડનું એક્સપોર્ટ કર્યું હતું અને આ અંગેની માહિતી આવકવેરા વિભાગને આપી નથી. જેથી આઈટી એક્ટની કલમ 148 હેઠળ તેને નોટિસ પાઠવવામાં આવી છે.

હોશ ઉડી ગયા : અત્તર ફેરિયા યુવક ઉવેશને ઇડીની નોટિસ ફટકારવામાં આવી છે. જાહેર રોડ પર અત્તર વેચી પરિવારનું ગુજરાન ચલાવનાર ઉવેશને ઇન્કમટેક્સ વિભાગ થી 28 કરોડની નોટિસ મોકલવામાં આવી છે. જેને જોઈ યુવકના હોશ ઉડી ગયા હતા. આવકવેરા વિભાગના સુત્રો મુજબ ઉવેશ દ્વારા પાકિસ્તાન અફઘાનિસ્તાન એક્સપોર્ટ કરાયું છે અને આ અંગેની જાણકારી આવકવેરા વિભાગને કરવામાં આવી નથી. નોટિસ મળ્યા બાદ ઉવેશના ઉડી ગયા હતા અને તેને તરત જ વકીલનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો Bhavnagar Crime : 8 પેઢીના નામે બોગસ બીલિંગ બનાવવા મામલે ચાર સામે ફરિયાદ, એક ઝડપાયો

ડોક્યુમેન્ટસના દુરુપયોગ : આવકવેરા વિભાગની નોટિસમાં ઉલ્લેખ કરાયું છે કે તેણેે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીનમાં એક્સપોર્ટ કર્યું છે. તેમ જ આ એક્સપોર્ટ અંગેની જાણકારી ઈડીને આપવામાં આવી નહોતી. જેના કારણે આ સમગ્ર મામલે ઉવેશને નોટિસ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે જાહેર રોડ પર અત્તર વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, કઈ રીતે તે અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી શકે છે, આ સમગ્ર મામલો તેના પર્સનલ ડોક્યુમેન્ટસના કોઈ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યું હોય તેવું વકીલોને લાગી રહ્યું છે.

વિદેશમાં એક્સપોર્ટ : યુવાનના વકીલ નદીમ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉવેશ સોપારીવાલા આઈ.ટી એક્ટ 148 ( કલમ હેઠળ નોટિસ મોકલવામાં આવી છે આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઉવેશ દ્વારા રેડ ફોર્ડ ઇમ્પેક્ષ નામની કોઈ કંપની ખોલી અને આ કંપનીના આધારે રૂ.28.59 કરોડ રુપિયાનું એક્સપોર્ટ કર્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન દુબઈ વગેરે દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યું છે જેના ટેક્સ અને ડોક્યુમેન્ટસની ભરપાઈ તેઓએ કરી નથી. જે એસએસમેન્ટ થશે તેની ઉપર બીજી નોટિસ અને ફરધર ઇન્વેસ્ટિગેશન થશે તે બાબતે આ નોટિસ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ કરતો આરોપી ઝડપાયો

એક્સપોર્ટના ધંધાથી અજાણ : સાથે તેઓએ જણાવ્યું હતું કે આ નોટિસ લઈને મારા અસીલ મારી પાસે આવ્યા હતા. નોટીસ અંગે અમે તેમની સાથે ચર્ચા કરી. આ નામની કોઈપણ કંપની અસીલ દ્વારા ખોલવામાં આવી નથી. કોઈપણ ડોક્યુમેન્ટસ બેંકમાં જઈને આપ્યા નથી. બેંકમાં કોઈ ખાતું ખોલાવ્યું નથી. સાથે એક્સપોર્ટના ધંધા સાથે તેમનું કોઈ સંબંધ પણ નથી. તેઓ અત્તર વેચનાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ મસ્જિદની બહાર અલગ અલગ વિસ્તારોમાં અત્તર વેચીને દર મહિને આઠથી દસ હજાર રૂપિયા કમાઈ છે અને પરિવારનો ગુજરાન ચલાવે છે.

લોન માટે ડોક્યુમેન્ટસ આપ્યા હતા : વકીલ નદીમેં વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ પોતાનું ડોક્યુમેન્ટસ 2018માં લોન લેવા માટે એક યુનિસ ચક્કીવાલા નામના વ્યક્તિને આપ્યા હતા. ફરિયાદીના કહેવા પ્રમાણે તે વ્યક્તિ એ જ આ કોભાંડ આચર્યા છે અને એમને જ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આ કંપની ખોલાવી છે અને આ કંપનીના આધારે મસમોટું કૌભાંડ આચર્યું છે. ફરિયાદીની સાથોસાથ સરકાર સાથે પણ છેતરપિંડી કરી છે. આ અંગે અમે પોલીસ કમિશનરને પણ જાણ કરવા જઈ રહ્યા છે.

Last Updated :Mar 27, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.