ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ કરતો આરોપી ઝડપાયો

author img

By

Published : Sep 19, 2022, 7:56 PM IST

ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ કરતો આરોપી ઝડપાયો

અમદાવાદ સાયબર ક્રાઈમે ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી લાખોની ઠગાઇ કરતી ગેંગનો એક આરોપીની ધરપકડ કરી છે. દિલ્હીથી ચાલતા આ રેકેટમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime , New modus operandi

અમદાવાદ ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. આરોપી નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેઇડની ધમકી આપી પૈસા પડાવતો હતો. આ રેકેટ દિલ્હીથી ચાલતુ હતું.આ કેસમાં નવી મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઇનો ખેલ ( Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime) થયો હતો.

દિલ્હીથી ચાલતા આ રેકેટમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે

નવી મોડસ ઓપરેન્ડી એક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે એપ્લાય કરવું ભારે પડ્યું છે. આ કેસમાં જે નવી મોડસ ઓપરેન્ડી ( New modus operandi ) બહાર આવી છે તે ચોંકાવનારી છે. સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય દિવ્યાંગ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું. એપ્રિલ 2022એ દીપાલીબેન રાજીવ નામના શખ્સ ફોન આવ્યો હતો,જેણે કહ્યું કે નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે. તેમ કહેતાં દીપાલીબેને ના પાડી હતી.જેથી રાજીવ નામના શખ્સે કહ્યું કે તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે. નોકરીઓ ઓર્ડર આવે ત્યારે તમે આપી દેજો. જેથી તેમણે હા પાડી દીધી. થોડા સમય બાદ દીપાલીબેન પર એક ફોન આવ્યો અને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ ( Fraudulent identification as IT officer) આપીને કહ્યું કે તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલ છે. જે આતંકવાદીઓના ખાતામાંથી આવેલ હોય જેથી તમારે પૂછપરછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહીં થાવ તમારી ધરપકડ થશે. આમ કરી મહિલાને ડરાવીને આ કેસમાં બહાર નીકળવાનું કહી 89 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ કેસમાં ( Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime) દિલ્હીની ગેંગના એક સાગરિતની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

આરોપીએ વચેટીયો બની પાંચ લાખ પડાવ્યાં સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ પ્રીતેશ ઉર્ફે લાલુ મિસ્ત્રીની મુંબઈથી ધરપકડ ( Accused arrest by Ahmedabad Cyber Crime ) કરી છે.પકડાયેલ આરોપીએ ભોગ બનાર મહિલાને કેસમાં બહાર કાઢવા વિશ્વાસ અપાવી પોતે વચેટીયો બન્યો હતો. કારણકે કોઈને શંકા ન જાય તે માટે ગુજરાતી યુવક જ ભોગ બનાર મહિલા સાથે વાતચીત કરતો હતો.જેથી આરોપી પ્રીતેશ ઠગાઇ પૈસા પણ પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતાં જેના બદલે 5 લાખ રૂપિયા મળ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી અને આરોપી પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતાં.

અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ પકડાયેલ આરોપી પ્રીતેશ મિસ્ત્રીના 3 મોબાઇલ ફોન કબ્જે લીધા છે. તેેની પૂછપરછ સામે આવ્યું કે નોકરીના નામે ઇડી અને ઇન્કમટેક્ષ અધિકારીની ખોટી ઓળખ આપી દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઇનું નેટવર્ક ( Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime) ચલાવવામાં આવે છે. જેમાં અનેક લોકો ભોગ બન્યા છે. હવે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપી પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.