ETV Bharat / state

Surat News: કર્મભૂમિનું ઋણ ઉતારવા ઓરિસ્સાના રિસર્ચ સ્કોલરે આદિવાસી ગામ લીધું દત્તક, ઢોલ નગારાથી થયું સ્વાગત

author img

By

Published : Jul 16, 2023, 3:12 PM IST

એક્વેટિક બાયોલોજી શ્રિમ્પ ફાર્મિંગમાં પીએચડી અને ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર એક વ્યક્તિએ કોયલીબેલ ગામને દત્તક લીધું છે. તેઓનું લક્ષ્ય છે કે આવનારા સમયમાં ગામના યુવાનો રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધે. તેઓ જયારે ગામમાં આવ્યા ત્યારે ગામની છોકરીઓ કળશ લઈને જ્યારે ગામના યુવાનો ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરતા હોય છે.

dr-uday-shankar-shetty-research-scholar-from-orissa-adopted-a-tribal-village-welcomed-by-dhol-nagara
dr-uday-shankar-shetty-research-scholar-from-orissa-adopted-a-tribal-village-welcomed-by-dhol-nagara

ઓરિસ્સાના રિસર્ચ સ્કોલરે આદિવાસી ગામ લીધું દત્તક

સુરત: ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર ડોક્ટર ઉદય શંકર શેઠીએ કર્મભૂમિનું ઋણ ચૂકવવા માટે તેમનું વતન એવું કોઇલીબેલને દત્તક લીધું છે. ગામના જે યુવાનો છે તે રાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પોતાના ગામનો નામ રોશન કરે આ હેતુથી પણ અનેક કાર્યો કરી રહ્યા છે. તેઓ ગામમાં આવ્યા ત્યારે આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગામને બનાવશે આદર્શ ગામ: તેઓએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કોયલીબેલ ગામની પસંદગી કરી અને તેને દત્તક લીધું. ગામ માટે આટલું સારું કામ કરી રહ્યા છે કે ગામના લોકો તેમને ખૂબ જ આદર સન્માન આપે છે. તે પણ તેઓ ગામમાં જાય છે ત્યારે તેમનું ભવ્ય આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. ગામની છોકરીઓ કળશ લઈને જ્યારે ગામના યુવાનો ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરતા હોય છે.

'હું મૂળ ઓરિસ્સાનો છું પરંતુ મારી કર્મભૂમિ ગુજરાત છે. સુરતથી દોઢસો કિલોમીટર દૂર તાપી જિલ્લા ખાતે આવેલા કોઇલીબેલ ગામને દત્તક લીધુ છે. જેની પાછળનું કારણ છે કે હાલ શહેર માટે ઘણા લોકો કાર્યકર્તા હોય છે પરંતુ આદિવાસી ક્ષેત્રમાં ઓછા લોકો કાર્ય કરવા જતા હોય છે. જેથી મારા માતા-પિતા નામે ટ્રસ્ટની શરૂઆત કરી અને આ ટ્રસ્ટ થકી આ ગામને દત્તક લીધું છે. અહીં ગામના બાળકો માટે અમે રમતગમત ક્ષેત્ર માટે કામ કરી રહ્યા છે જેથી તેઓ નેશનલ લેવલ પર જઈને રમી શકે એટલું જ નહીં ગામની મહિલાઓ આત્મનિર્ભર બને આ માટે પણ કાર્ય કરી રહ્યા છે સાથે આ ગામને અમે આવનાર દિવસોમાં સ્માર્ટ વિલેજ બનાવીશું.' -ઉદય શેઠી, એડવાઈઝર, ફિશરી ડિપાર્ટમેન્ટ ઈરાન

કોણ છે ઉદયશંકર શેઠી?: ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર ડોક્ટર ઉદય શંકર શેઠી પોતાની નોકરી છોડીને વર્ષ 2010માં સુરત આવી ગયા હતા અને અહીં શૂન્યથી શરૂઆત કરી હતી. તેઓ એક્વેટિક બાયોલોજી શ્રિમ્પ ફાર્મિંગમાં પીએચડી કરી ચૂક્યા છે. ગુજરાત સહિત અનેક જગ્યાએ ફાર્મિંગની એડવાઈઝરી કરે છે. મૂળ ઓરિસ્સાના તેઓ રહેવાસી છે. પોતાના રિસર્ચ અને એડવાઈઝરીના કારણે તેમને ઉદયમ રત્ન સન્માન તેમજ ઓરિસ્સા ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ લીડર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ગુજરાતમાં આવ્યા બાદ ફિશરી વિભાગમાં તેઓએ અમૂલ્ય યોગદાન આપ્યા છે તો મૂળ ઓરિસ્સાના હોવા છતાં પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવી હતી અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે.

ઉદાહરણ પૂરું પાડ્યું: સુરતને મીની ભારત કહેવામાં આવે છે. અલગ અલગ રાજ્યોના લાખોની સંખ્યામાં લોકો અહીં રોજગાર મેળવવા માટે આવતા હોય છે. સુરત લાખો લોકોની કર્મભૂમિ બની ગઈ છે. આવા જ એક ઓરિસ્સાના ડોક્ટર ઉદય શંકર શેઠી પણ સુરત આવ્યા હતા. કર્મભૂમિનો આભાર માનવા માટે તેઓએ તાપી જિલ્લાના એક આદિવાસી ગામને દત્તક લીધુ છે. આ ગામને તેઓ સ્માર્ટ વિલેજ બનાવવા માંગે છે, એટલું જ નહીં ગામના જે યુવાનો છે તે રાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પોતાના ગામનો નામ રોશન કરે આ હેતુથી પણ અનેક કાર્યો કરી રહ્યા છે. ઉદય શેઠી જ્યારે પણ પોતાના દત્તક લીધેલા ગામમાં જાય છે ત્યારે તેમનું આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવતું હોય છે.

  1. Junagadh News: વણ-ઓળખાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનો આજે વિશેષ દિવસ, ચિત્રકારોએ આપ્યો પ્રતિભાવ
  2. World Summer Games 2023 : જર્મનીમાં વડોદરાના મનો દિવ્યાંગ સોહમ વધારશે દેશનું ગૌરવ, વર્લ્ડ સમર ગેમ્સમાં થઇ પસંદગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.