ETV Bharat / state

Dog Bite in Surat : સુરતમાં શ્વાનનો આતંક યથાવત, વધુ એક બાળકને શ્વાને બચકાં ભરી લીધાં

author img

By

Published : Apr 18, 2023, 5:51 PM IST

Dog Bite in Surat : સુરતમાં શ્વાનનો આતંક યથાવત, વધુ એક બાળકને શ્વાને બચકાં ભરી લીધાં
Dog Bite in Surat : સુરતમાં શ્વાનનો આતંક યથાવત, વધુ એક બાળકને શ્વાને બચકાં ભરી લીધાં

સુરતના ઉધનામાં ઉધનામાં શ્વાને બાળકને બચકાં ભર્યાં હતાં. 10 વર્ષીય બાળક ઉધનાના હળપતિવાસમાં સાયકલ ચલાવી જઇ રહ્યો હતો ત્યારે શ્વાને તેના ડાબા પગમાં બચકાં ભરી લીધાં હતાં. જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો.

હાલ બાળકની તબિયત સારી

સુરત : સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરત શહેરના ઉધના ગામમાં આવેલ હળપતિવાસમાં 10 વર્ષનો બાળક સાઇકલ ચલાવતો હતો ત્યારે જ શ્વાને બચકા ભરી લીધા હતા. બાળકને હોસ્પિટલમાં સારવાર આપી દેવામાં આવી છે. શ્વાને બાળક ઉપર હુમલો કરી તેના ડાબા પગ ઉપર બચકાં ભરી લીધા હતા.

સાયકલ પર જઇ રહ્યો હતો બાળક : સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ઉધનામાં શ્વાને બાળકને બચકાં ભર્યાં હતાં. ઉધનાના હળપતિવાસમાં 10 વર્ષનો બાળક સાઇકલ ચલાવતો હતો ત્યારે જ શ્વાને બાળકના ડાબા પગમાં બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઉધના ગામમાં આવેલ હળપતિવાસમાં 10 વર્ષીય અક્ષય જે ગઈકાલે સાંજે દવા લેવા માટે ગયો હતો. ત્યાંથી આવતી વખતે અચાનક જ શ્વાને બાળક ઉપર હુમલો કરી તેના ડાબા પગ ઉપર બચકા ભરી લીધા હતા.જેને જોઈ સ્થાનિકોએ દોડી આવ્યા હતા અને બાળકને લઈને તેના ઘરે પહોંચ્યા હતા. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં બાળકને સારવાર આપવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સારી છે.

આ પણ વાંચો Dog Bite in Rajkot : રાજકોટમાં રાહદારી વૃદ્ધને શ્વાને બચકાં ભર્યા, સીસીટીવીમાં કેદ ઘટના

10 ઈન્જેકશન આપવામાં આવ્યાં : આ બાબતે અક્ષયે જણાવ્યું કે, મને શ્વાને બચકા ભર્યા છે. સાયકલ ઉપર દવા લેવા માટે ગયો હતો ત્યારે ત્યાંથી આવતી વખતે મને શ્વાને બચકા ભરી લીધા હતા.જોકે પાછળની બાજુએથી કોઈ અજાણ્યા છોકરાએ શ્વાનને પથ્થર માર્યો હતો તો શ્વાનને એવું લાગ્યું કે મેં પથ્થર માર્યો છે જેથી તેણે મને બચકા ભરી લીધાં હતાં. ત્યારબાદ પાછળથી એક કાકાએ શ્વાનને ડંડો માર્યો હતો જેથી શ્વાન ભાગી ગયો હતો.અને પાછી મને મારાં પપ્પા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈને ગયા હતા ત્યાં મને 10 ઈન્જેકશન આપવામાં આવ્યાં છે.

એસએમસી દ્વારા શ્વાન ખસીકરણ ખર્ચ :અને ફરી પાછી આજરોજ 10 વર્ષના બાળકને શ્વાને બચકા ભરી લીધા છે. જોકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તમામ હેcastrationલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઈટ માટે સારવાર આપવામાં આવી રહી છે.જેમાં શહેરની નવી સિવિલ, સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલોમાં બે શિફ્ટમાં સારવાર આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા ખસીકરણ પાછળ 1,95,30,000નો ખર્ચ કરે છે.

આ પણ વાંચો Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

નાગરિકો સતત બની રહ્યાં છે ભોગ : ઉલ્લેખનીય છે કે, સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે નાના બાળકોથી મોટા ઉંમરના લોકોને શ્વાન બચકા ભરી રહ્યા છે. છેલ્લાં 40 દિવસમાં ત્રણના ભોગ શ્વાને લીધા છે. ત્યારે ત્રણ પૈકી બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. જેમાં પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો 10 દિવસ પહેલા જ કતારગામના વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિ બે વખત શ્વાને બચકા ભરતા તે વ્યક્તિ બીમાર થઈ ગયો હતો અને તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.