ETV Bharat / state

Surat News: સુરતમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશથી શણગારેલા 30 ટેમ્પોનું સી.આર.પાટીલ દ્વારા પ્રસ્થાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 1:16 PM IST

Updated : Oct 3, 2023, 2:09 PM IST

મારી માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં આજથી દરેક વોર્ડમાં એક એક ટેમ્પો ફરશે અને આ ટેમ્પામાં તમામ ઘરોની ચપટી ચપટી માટી લેવામાં આવશે. આ માટે દિલ્હી ખાતે મોકલવામાં આવશે. જેનું આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લીલી ઝંડી આપી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 30 ટીમ પર રવાના કર્યા હતા.

સુરતમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશથી શણગારેલા 30 ટેમ્પોનું સી.આર.પાટીલ દ્વારા પ્રસ્થાન
સુરતમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશથી શણગારેલા 30 ટેમ્પોનું સી.આર.પાટીલ દ્વારા પ્રસ્થાન

સુરતમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશથી શણગારેલા 30 ટેમ્પોનું સી.આર.પાટીલ દ્વારા પ્રસ્થાન

સુરત: સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ થકી એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. અંતર્ગત દેશની તમામ જગ્યાની માટી એક જગ્યાએ એકઠી કરવામાં આવશે તે અનુસંધાને સુરતમાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રીંગરોડ પર આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો હતો.

દિલ્હી ખાતે મોકલવામાં આવશે: સી.આર.પાટીલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પ્રધાન મુકેશ પટેલ તેમજ મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના બધા અધિકારી કોર્પોરેટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં 30 શણગારેલા કળશના ટેમ્પા સુરતના વિસ્તારમાં પ્રસ્થાન કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રધાન મુકેશ પટેલ ઝંડી આપી કળશ યાત્રાના 30 ટેમ્પાને રવાના કર્યા હતા. આ કળશ યાત્રા ટેમ્પો સુરત શહેરના વિવિધ વોર્ડમાં જઈ ઘરે ઘરેથી માટી એકત્ર કરશે આ માટી એકત્ર થયા બાદ દિલ્હી ખાતે મોકલવામાં આવશે. દિલ્હી ખાતે બની રહેલા સ્ટેચ્યુ માં આ માટીનો ઉપયોગ કરવામાં આવશે.

આખી એક ઝુંબેશ શરૂ: આ બાબતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, "એક ચપટી માટી અથવા તો બે ત્રણ ચોખાના દાણા જે બે થી ત્રણ ઘર માંથી ભેગા કરીને આવી 182 વિધાનસભા માંથી 182 કુંભ દિલ્હી મોકલવાના છે. જેની શરૂઆત આજે સુરત શહેરમાં કરવામાં આવી છે. તારે ગુજરાતમાંથી આ આખી જવાબદારી મયંકભાઈ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી ધારાસભ્ય સંદીપ દેસાઈને આપવામાં આવી છે. માજી મંત્રી મિર્ઝાને સૌરાષ્ટ્રમાંથી આપવામાં આવી છે. તેજ રીતે સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ આપવામાં આવી છે. આ રીતે આ આખી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

  1. Gandhi Jayanti 2023 : ગાંધી જયંતિ નિમિત્તે સી આર પાટીલ સહિત કાર્યકરોએ ખાદી ખરીદી
  2. Surat News: ભાદરવી પૂનમના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું
  3. Surat Crime: ઘરે બેસી મહિને કમાવવાની લાલચ પડી ભારે, ગઠિયાઓ 30 હજાર પડાવી ગયા
Last Updated : Oct 3, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.