ETV Bharat / state

Cyclone Biparjoy Effect in Surat : ભારે પવનથી મહિલા પર વીજ થાંભલો પડ્યો, બાઇક પર જઇ રહ્યું હતું દંપતિ

author img

By

Published : Jun 13, 2023, 9:21 PM IST

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સુરતમાં ભારે પવન ફૂંકાતાં કોઝવે પાસે વીજ થાંભલો તૂટી ગયો હતો. આ વીજ પોલ એક મહિલાના માથા પર પડ્યો હતો. મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Cyclone Biparjoy Effect in Surat : ભારે પવનથી મહિલા પર વીજ થાંભલો પડ્યો, બાઇક પર જઇ રહ્યું હતું દંપતિ
Cyclone Biparjoy Effect in Surat : ભારે પવનથી મહિલા પર વીજ થાંભલો પડ્યો, બાઇક પર જઇ રહ્યું હતું દંપતિ

સુરત : બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સુરતમાં ભારે પવન ફૂંકાઇ રહ્યા છે જેને કારણે કોઝવે પાસે વીજ પોલ તૂટી પડ્યો છે. આ વીજ થાંભલો ત્યાંથી પસાર થઇ રહેલી મહિલાના માથાના પડ્યું હતું. જોકે મહિલાને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બાઇકસવાર દંપતિ પર પડ્યો વીજપોલ : બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સુરતમાં ભારે પવન ફૂંકાય રહ્યા છે જેને કારણે શહેરમાં 20 થી વધુ વૃક્ષો ધરાશાૈયી થઇ ગયાં હતાં. તો તેવામાં શહેરના સિંગણપોર પાસે આવેલ કોઝવે લાઇનમાં વીજ પોલ તૂટી પડવાની ઘટના પણ સામે આવી છે. આ વીજ થાંભલો પડ્યો ત્યારે ત્યાંથી એક દંપતિ બાઇક પર બેસીને જઇ રહ્યું હતું. ત્યારે વીજ પોલ બાઈક સવાર દંપતિમાંથી મહિલાના માથામાં પડ્યો હતો..જેથી મહિલાને હાથમાં પગમાં અને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

વીજ પોલ હટાવવા લાઇટ બંધ કરાઇ હતી
વીજ પોલ હટાવવા લાઇટ બંધ કરાઇ હતી

મહિલાને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી : ઇજાગ્રસ્ત મહિલાને તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રસ્તા પર તૂટી પડેલ સ્ટ્રીટ લાઈટનો વીજ પોલ હટાવવા વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં લોકોને સાવચેતીને લઈને ભયજનક વૃક્ષોનું ટ્રીમિગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત SMC દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના કંટ્રોલરૂમ મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડુમસ અને સુવાલી બીચ ઉપર માછીમારોને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની માટે પોલીસ સતત નજર રાખી રહી છે. તેની સાથે જ શહેરની મોટી મોટી બિલ્ડીંગ કાં તો પછી કોમ્પ્લેક્સમાં ધાબા ઉપર લગાવવામાં આવેલ હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરી છે. તેની સાથે ભયજનક વૃક્ષોને કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે....શાલિની અગ્રવાલ(સુરત મહાનગરપાલિકા કમિશનર)

કંટ્રોલરૂમ મારફતે સતત મોનિટરિંગ : આ બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત રેસ્ક્યૂ વર્ક, બોટ, ફૂડ પેકેટ, આ તમામ ટીમ સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, આવા વાવાઝોડાને કારણે ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય સામે તંત્ર સજ્જ, CM ભૂપેન્દ્ર પટેલની લોકોને સાવચેત રહેવા અપીલ

Biporjoy Cyclone Update : બિપોરજોય વાવાઝોડાના કારણે સુરતના 42 ગામ એલર્ટ કરાયાં, 12 ગામ સૌથી વધુ પ્રભાવિત થશે

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને દમણ પ્રશાસન એલર્ટ, જામપોર અને દેવકા દરિયાકિનારે કલમ 144 લાગુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.