ETV Bharat / state

Cyber Sanjeevani 2.0: સંજીવની 2.0 અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ, સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચવામાં બનશે મદદરૂપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 6:48 PM IST

Updated : Sep 3, 2023, 7:24 PM IST

સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા માટે સુરતમાં સાયબર સંજીવની 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાયબર ફ્રોડ અંગે જાગૃતિ દર્શાવતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા અને આ અંગે અન્યને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા માટે સુરત પોલીસના પ્રયાસ

સુરત: ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યા છે. ટેકલોલોજીથી અજાણ વ્યકિત આસાનીથી સાયબર ફ્રોડનો ભોગ બને છે. ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમથી નાગરિકોને જાગૃતિ કરવા અને આવા સાયબર ગઠિયાઓથી બચાવવા માટે સુરત પોલીસ સતત સક્રીય જોવા મળી રહી છે. ત્યારે આજે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સંજીવની 2.0 અભિયાનના ભાગરૂપે સાયબર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

  • –સુરત ખાતે સુરત શહેર પોલીસ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તથા સુરત એકેડેમીક એસોસીએશનના સહિયારા પ્રયાસોથી સાયબર સંજીવની 2.0 અભિયાન અંતર્ગત શિક્ષકો માટે આયોજિત સાયબર જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો.#CyberSecurity pic.twitter.com/BKtif62CLn

    — Harsh Sanghavi (@sanghaviharsh) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ: અમેરિકા, ઝારખંડ, નોઈડા સહિત દેશ અને અન્ય રાજ્યોમાંથી સાઇબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓને અટકાવવા શહેર પોલીસે સાયબર સંજીવની 2.0 કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મએ હાજર સૌને રસપ્રદ અને ઉપયોગી જાણકારી આપી હતી. સાથે સાયબર ફ્રોડથી બચવા માટે ભજવાયેલી નાટિકા સૌએ નિહાળી હતી. કાર્યક્રમમાં શહેરભરની શાળાના વિદ્યાર્થીઓ તથા 7 હજાર જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.

સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બનશે
સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બનશે

"ટેક્નોલોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બનશે." - હર્ષ સંઘવી, રાજ્ય ગૃહપ્રધાન

શિક્ષકો પણ તાલીમ આપશે: શિક્ષણ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે. આ પ્રયાસોથી વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પાસે જ્ઞાન મેળવી પરિવારને પણ જાગૃત કરશે, જેના કારણે જાગૃતિની સાંકળ ઉભી થશે. આધુનિક સમયમાં માતા-પિતાની ઉંમરના વ્યક્તિઓ, વડીલો આસાનીથી સાયબર ક્રાઈમનો ભોગ બની જતા હોય છે. શિક્ષકો 60 મિનિટના લેક્ચરમાં 5 મિનિટ સાયબર ક્રાઈમ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસશે તો અવશ્યપણે ઓનલાઈન સાયબર ફ્રોડનું પ્રમાણ ઓછું થશે.

સુરત પોલીસ અને વલસાડ પોલીસે સરાહનીય કામગીરીને બિરદાવી
સુરત પોલીસ અને વલસાડ પોલીસે સરાહનીય કામગીરીને બિરદાવી

સુરતના નાગરિકોને અપીલ: આપણે સૌએ ઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં તમામ પ્રકારની માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની સોશિયલ મીડિયા પર આવતી રિક્વેસ્ટ ક્યારે એક્સેપ્ટ ન કરવા અને આ અંગે અન્યને જાગૃત્ત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ સૌ સુરતીઓને સુરત પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બનવા અને ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમયાંતરે સોશિયલ મીડિયા પર શેર કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલ્વય મંત્રી દર્શનાબેન જરદોષ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિત રહ્યા હતા.

શહેરભરની શાળાના વિદ્યાર્થીઓ તથા 7 હજાર જેટલા શિક્ષકો હાજર રહ્યા
શહેરભરની શાળાના વિદ્યાર્થીઓ તથા 7 હજાર જેટલા શિક્ષકો હાજર રહ્યા

પોલીસની કામગીરીને બિરદાવી: આજે સવારે સુરતના સરથાણા વિસ્તારમાં આંગણીયા પેઢીના હીરાની લૂંટ થઇ હતી. તમામ આરોપી મુંબઈ તરફ ભાગી ગયા હતા. પરંતુ સુરત પોલીસ અને નવસારી વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશન થકી આ તમામ આરોપીઓની મુદ્દામાલ સાથે નવસારી હાઈવેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. જે માટે તેમણે સુરત પોલીસ અને વલસાડ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

  1. Traffic e-challan Fraud: ઈ ચલણ ભરવામાં રાખજો ધ્યાન, નહીંતર બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
  2. Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો
Last Updated : Sep 3, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.