ETV Bharat / state

કોરોના ફેઝ-2 : ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ કરાવેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવ્યા

author img

By

Published : Nov 28, 2020, 10:21 PM IST

ગુજરાતમાં કોરોના ફેઝ 2 ના કારણે રાત્રી કર્ફ્યુ સરકાર દ્વારા ચાર મુખ્ય શહેરોમાં લગાડવામાં આવ્યા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને રાત્રી કર્ફ્યુના કારણે ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની હાલત ફરી એક વખત કફોડી બની છે. મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ ફરજિયાત થતાં સાઉથ ગુજરાતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના ત્યાં કરાયેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કરાવી દીધા છે. જેથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

corona
corona

  • કોરોના ફેસ 2 માં સંક્રમણ વધતાં લોકોએ બુકિંગ કર્યા કેન્સલ
  • અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા 80 ટકા બુકિંગ કેન્સલ
  • સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન

સુરત : દિવાળી વેકેશનમાં સાઉથ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં જતા હોય છે. પરંતુ અચાનક જ કોરોના ફેસ 2 માં સંક્રમણ વધતાં લોકોએ અગાઉ કરેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા માંડ્યા છે. આ અંગે સુરતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિતેશ પારેખે જણાવ્યું હતું કે, લોકો ગુજરાતના 500 કિલોમીટર અંદર આવતાં આ વિસ્તારમાં ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અગાઉ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા બુકિંગ મોટાભાગે કેન્સલ થઈ રહ્યા છે. 80% બુકિંગ કેન્સલ થયા છે.

કોરોના ફેઝ 2 : ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના ત્યાં કરાયેલા બુકીંગ માંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ
કેટલાંક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથીજ્યારે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અન્ય વેપારી કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરાયેલ બુકિંગ લોકો એ માટે રદ્દ કરી રહ્યા છે. કારણ કે, ત્યાંની સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે અને કેટલાંક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથી અને ટેસ્ટના કારણે ભયભીત પણ છે. આ જ કારણ છે કે, 80 ટકા લોકોએ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે.એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથીકુલદીપ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી મુશ્કેલી ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોની એ છે કે, બુકિંગ એક તરફ કેન્સલ થઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.