ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: માસ્કની માગ વધતાં પ્રોડક્શન પ્રતિદિન 20 હજાર પાર પહોંચ્યું

author img

By

Published : Mar 14, 2020, 11:47 AM IST

Updated : Mar 14, 2020, 12:23 PM IST

સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને સુરત શહેરમાં માસ્કની ડિમાન્ડ ખૂબ જ જોવા મળી રહી છે. પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી હજારો- લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. શહેરના સચિન વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારીઓ દ્વારા ઓવર ટાઈમ કરાવી પ્રતિદિવસ 20 હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.

surat
surat

સુરત: ચીન સહિત સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને સુરત શહેરમાં માસ્કની ડિમાન્ડ ખૂબ જ જોવા મળી રહી છે. પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી હજારો- લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. શહેરના સચિન વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારીઓ દ્વારા ઓવર ટાઈમ કરાવી પ્રતિદિવસ 20 હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.

માસ્કની માગ વધતાં પ્રોડક્શન પ્રતિદિન 20 હજાર પાર પહોંચ્યું
કોરોના વાયરસના કારણે દેશ આખામાં હાહાકાર મચ્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી અને તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવે છે. ખાસ કરીને ખાંસી, શરદી આવે તે સમયે રૂમાલ અથવા તો સેનેટરાઈઝ તેમજ માસ્ક પહેરવા સુધીની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેને લઈ દેશભરમાં માસ્કની વધેલી ડિમાન્ડના પગલે અછત વર્તાઈ રહી છે.

જો કે, સુરતમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ઓર્ડરથી હજારો ,લાખો નહીં પરંતુ એક કરોડની સંખ્યામાં માસ્ક બનાવડાવવામાં આવી રહ્યા છે.જ્યાં સુરતના સચિન વિસ્તારમાં નાના ઉદ્યોગ ધરાવતા અને સિલાઈ મશીન કરતા મૂળ ઓરિસ્સાના વેપારીને પ્રતિદિવસ ચાલીસથી પંચાસ હજાર માસ્કનો ઓર્ડર વેપારી દ્વારા આપવામાં આવ્યો છે.જેની સામે બે શિફ્ટમાં વીસથી ત્રીસ હજારનું પ્રતિદિન પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Mar 14, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.