ETV Bharat / state

CDR જાસૂસી કોભાંડમાં આરોપી પોલીસકર્મી વિપુલ વિરુદ્ધ સુરતમાં થઈ ફરિયાદ

author img

By

Published : Aug 27, 2022, 4:08 PM IST

કોલ ડિટેઇલ દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચતા હોવાના કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે સુરતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા હતા. CDR Spy Scam, CDR spying scam filed complaint in Surat, racket for selling private information

CDR જાસૂસી કોભાંડમાં આરોપી પોલીસકર્મી વિપુલ વિરુદ્ધ સુરતમાં થઈ ફરિયાદ
CDR જાસૂસી કોભાંડમાં આરોપી પોલીસકર્મી વિપુલ વિરુદ્ધ સુરતમાં થઈ ફરિયાદ

સુરત કોલ ડિટેઇલ દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને(Delhi private spy agency ) વેચતા હોવાના કૌભાંડમાં ચોંકાવનારી (CDR Spy Scam)વિગતો બહાર આવી છે. કોન્સ્ટેબલ વિપુલ દ્વારા ડીસીપીના જીએસવાન આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા (racket for selling private information)હતા. સુરતમાં વિપુલ વિરુદ્ધ સાયબર સેલમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાઇવેટ વિગતો વેચી દેવામાં આવી દિલ્હી પોલીસે ધરપકડ કરેલા વિપુલની પુછપરછ દરમિયાન તેને ડીસીપીના જીએસવાન આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં( Call detail scam)આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા હતા. જેના આધારે ડીસીપી ભાવના પટેલે વિપુલની સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. દિલ્હી પોલીસે જાસૂસી સંસ્થાને પોલીસની પ્રાઇવેટ વિગતો વેચી દેવામાં આવતા હોવાના કૌભાંડમાં દિલ્હી પોલીસે સુરતની ડીસીપી ઓફિસમાં ફરજ બજાવતો મિથુન ચૌધરીને દિલ્હી લઇ જવાયો હતો, તેની પુછપરછમાં કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતો વિપુલ કોરડીયાનું નામ આવતા દિલ્હી પોલીસે વિપુલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો પેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી

25000માં વેચતો હોવાનું કબૂલ્યું મિથુન ચૌધરીનું નિવેદન લઇ તેને જવા દીધો હતો.બીજી તરફ વિપુલ ચૌધરીની પુછપરછ દરમિયાન તેને પોતાના જ પોલીસ મથકમાં અધિકારીઓના પાસવર્ડ અને આઇડી ચોરી કરીને તેઓના કોલ ડિટેઇલ્સને ચોરી કરીને દિલ્હીની જાસૂસી સંસ્થાને રૂપિયા 25 000માં વેચતો હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત વિપુલે ડીસીપી ઓફિસના જીએસવાનની આઇડીનો દૂરઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી ફાલસાવાડી સ્થિત મહિધરપુરા પોલીસ સ્ટેશનની ઉપર આવેલી તેમની કચેરીના જીએસવાન ઇમેઇલ આઇડીના યુઝરનેમ તથા પાસવર્ડ ગમે તે રીતે મેળવી અથવા હેક કરી તેમની જાણ અને સંમતી વગર ઓપન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જે તે ટેલીકોમ કંપનીના નોડલ ઓફીસરને કરવામાં આવતા ઇમેઇલમાં ટેક્સ ફોર્મેટમાં એડીટીંગ કરી ઇલેકટ્રોનીક રેકર્ડ સાથે ચેડા કરી ખોટી રીતે દિલ્હીના એક વ્યક્તિ તેમજ અન્યોના મોબાઇલ નંબરોની ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી હતી. આ અંગે ડીસીપી ભાવના પટેલે વિપુલની સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.