ETV Bharat / state

Budget 2023: કેન્દ્ર સરકારના બજેટને લઈને મહિલાઓમાં નારાજગી, જાણો શું કહી રહી છે સુરતની મહિલાઓ

author img

By

Published : Feb 1, 2023, 5:41 PM IST

budget-2023-dissatisfaction-among-women-regarding-the-central-governments-budget
budget-2023-dissatisfaction-among-women-regarding-the-central-governments-budget

કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બજેટને લઈને સુરતની મહિલાઓ આ બજેટને લઈને અલગ અલગ મત આપી રહ્યા છે. આ બજેટમાં ગૃહિણીઓ માટે કોઈ વાત કરવામાં આવી નથી. બજેટમાં લેબ્રોન ડાયમંડની વાત પણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના બજેટને લઈને મહિલાઓમાં નારાજગી

સુરત: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે જાહેર કરેલા બજેટમાં મહિલાઓ માટે કોઈ ખાસ જોગવાઈ નથી. જેને લઈને મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે. બજેટમાં મહિલાઓ માટે બચતપત્ર યોજના અંગે ઉલ્લેખ કરાયો છે. જેમાં વ્યાજનો દર 7.5 વધાવવામાં આવ્યો છે. પરંતુ આ બજેટમાં ગૃહિણીઓ માટે કંઈક કહેવામાં આવ્યું નથી.

GDPમાં વધારો: સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારથી આપણો દેશ આઝાદ થયો છે 1947 થી તો આ પેહલી વખત એવું બન્યું છે કે એક મહિલા રાષ્ટ્રપતિએ બજેટને સાંભળ્યું છે તથા એક મહિલા નાણાપ્રધાને તેને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું છે. ખૂબ જ ગર્વની વાત કહેવામાં આવે છે. આ બજેટ બે મૂળભૂત ભાગ ઉપર આધારિત છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષોમાં બે મોટી ઘટનાઓ ઘટીત થઈ છે. એક કોરોના મહામારી અને બીજી યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ. આવા સમયે દરમિયાન મોટા-મોટા આર્થિક વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે. આવા સમય દરમિયાન ભારતએ રેજલીયન્સનું મોડેલ અપનાવ્યું છે. તેને અપનાવીને હવે રીસંરક્ષણમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજે જીડીપી 6 થી 7 % ના દરે વધી રહી છે.

આ પણ વાંચો Budget 2023: કેન્દ્રીય બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારાની જાહેરાત, સોના-ચાંદીના દાગીના ખરીદવા થયા મોંઘા

શું કહે છે મહિલાઓ?: આપણે સુરતમાં છીએ એટલે મહિલાઓની વાત કરી છે. સુરતના ડાયમંડ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આજના બજેટમાં લેબ્રોન ડાયમંડની વાત પણ કરવામાં આવી છે. તે માટે સરકાર દ્વારા આગળના પાંચ વર્ષો માટે આઈઆઈટીને ફંડિંગ કરશે. જેથી આપણે ટેકનોલોજીના સંશોધનમાં આગળ વધીએ જેને કારણે આપણું લેબ્રોન ડાયમંડનું પ્રોડક્શનનો કોસ્ટ ઓછો થઈ શકે અને તેની સાથે જ એક્સપોર્ટ કઈ રીતે વધારી શકાય તે માટે પણ વાત કરવામાં આવી છે. બજેટમાં જે ટેક્સમાં રાહત આપવામાં આવી છે તે બાબત સૌને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો Budget 2023: કેન્દ્રીય બજેટમાં શિક્ષણને લઈ થયેલી જાહેરાત અંગે વડોદરાના શિક્ષણવિદ શું કહે છે, જાણો

હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ: આ અંદાજપત્રમાં ઇન્કમટેક્સ મુક્તિ મર્યાદા વધારવા સહિતના અનેક પગલાં ભર્યા છે ત્યારે કેન્દ્રીય બજેટમાં ડાયમંડ સીટી માટે મહત્વની જાહેરાત કરી લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદન અંગે નિર્ણય જાહેર કરતા જાહેરાતથી હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જો કે ડાયમંડની જેમ જ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પણ સુરત માટે અતિ મહત્વનો છે પરંતુ કેન્દ્રીય બજેટમાં ટેક્સટાઇલ માટે સરકારે કોઈ જાહેરાત ન કરતા ટેક્સ્ટાઇલ સેક્ટરમાં બજેટ બાદ નિરાશા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.