ETV Bharat / state

સુરતમાં વરરાજાએ લગ્ન પહેલા 10 વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું

author img

By

Published : Dec 3, 2019, 9:29 PM IST

સુરત: ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિશ્વના તમામ દેશો માટે હાલ પડકાર સાબિત થઇ રહી છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા દેશ માટે આવનાર પર્યાવરણને લઈ મોટી સમસ્યાનો એલર્ટ વોર્નિંગ જેવો છે. સુરતમાં વરરાજાએ લગ્ન પહેલા 10 વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે અને તેની કાળજી લેવાનો સંકલ્પ કર્યો છે. જેથી આવનાર દિવસો માટે પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે.

વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું
વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું

લગ્નના થોડા દિવસ પહેલાં સુરતના વરરાજા પોતાના લગ્નની તૈયારીઓ સાઈડમાં મુકી પર્યાવરણની જાળવણી માટે મેદાને ઉતર્યા છે. સુરતના આર્કિટેક્ટ જિયાન પથ્થરવાળાના 29મી ડિસેમ્બરના રોજ લગ્ન છે, પરંતુ લગ્નની તૈયારી છોડીને જીયાન વૃક્ષોનું રોપણ કરી રહ્યો છે. સુરતના અર્બન ફોરેસ્ટમાં જીયાને એક બાદ એક કરી 100 જેટલા છોડનું રોપણ કરી લોકોને પર્યાવરણની જાળવણી કરવા સંદેશ આપ્યો છે.

વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું
આર્કિટેક્ટ જીયાન આમ તો પોતાના ટેલેન્ટથી વસ્તુઓને ખૂબ જ સારી બનાવી દે છે. પરંતુ લોકો દ્વારા વૃક્ષનું નિકંદનને લઇ આટલી ચિંતા હતી કે, આ જ કારણે લગ્ન પહેલા તે પર્યાવરણ માટે કશું કરવા માંગતો હતો અને તેને એક જ દિવસમાં 100 થી વધુ છોડનું રોપણ કર્યું હતું. જિયાનની સાથે તેનો પરિવાર પણ આ ભગીરથ કાર્યમાં શામેલ થયો હતો.જીયાને માત્ર છોડનું રોપણ જ નહીં કર્યું, પરંતુ આ તમામ છોડોનું આવનાર ચાર વર્ષ સુધી જતન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. જ્યાં પોતાના બાળકોની જેમ તમામ છોડોનું જતન પણ કરશે. જેથી આ તમામ છોડ જ્યારે વૃક્ષ બને ત્યારે પર્યાવરણ ને શુદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપી શકે. ખાસ કરીને જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને અહીં ભારે ઉદ્યોગો સ્થાપિત છે અને આ ઉદ્યોગોના કારણે પ્રદુષણની માત્રા વધતી હોય છે. જેથી સુરત હરિયાળુ બને અને પર્યાવરણની સંભાળ થાય આ માટે જીયાને આ અનોખો પ્રયાસ કર્યો છે.જ્યારે લગ્ન હોય ત્યારે યુગલો પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી જતા હોય છે. વરરાજાના પરિવારમાં એટલો જ ઉત્સાહ અને ઉમંગ હોય છે. જો કે, જિયાનનો પરિવાર પણ તેના ભગીરથ કાર્યમાં સામેલ થયો હતો. જિયાનના પિતા વાજીદ પથ્થરવાળાએ જણાવ્યું કે, આ એક કાર્બન ન્યુટ્રલ વેડિંગ યોજાવા જઇ રહી છે. જ્યાં વેડિંગમાં પર્યાવરણની જાળવણી પર ભાર મુકવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ, પીવાના પાણીની બચત કરવાની સાથે એક ડિવાઇઝ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે આસપાસના લોકોને આગામી દિવસોમાં આ અંગે માહિતગાર કરવામાં આવશે.સુરતના જિયાને પોતાના લગ્ન પહેલા અલગ અલગ છોડવા રોપી પર્યાવરણ જાળવણી પ્રત્યે પોતાની નિષ્ઠાપૂર્વકની એક ફરજ અદા કરી છે. જીયાને સાબિત કર્યું છે કે, પર્યાવરણની જાળવણી અન્ય સામાજિક પ્રસંગ કરતાં પણ પ્રથમ આવે છે. જે સમાજના લોકો માટે પણ પ્રેરણારૂપ છે.
Intro:સુરત : ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિશ્વના તમામ દેશો માટે હાલ પડકાર સાબિત થઇ રહી છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા દેશ માટે આવનાર પર્યાવરણને લઈ મોટી સમસ્યાનો એલર્ટ વોર્નિંગ જેવો છે. ત્યારે સુરતમાં વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે  અને તેની કાળજી લેવાનો સંકલ્પ કર્યો છે ...જેથી આવનાર દિવસો માટે પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે...

Body:લગ્નના થોડા દિવસ પહેલાં સુરતના વરરાજા પોતાના લગ્નની તૈયારીઓ સાઈડમાં મુકી પર્યાવરણની જાળવણી માટે મેદાને ઉતર્યા છે. સુરતના આર્કિટેક્ટ જિયાન પથ્થરવાળા ના  29મી  ડિસેમ્બરના રોજ લગ્ન  છે.પરંતુ લગ્નની તૈયારી છોડીને જીયાન વૃક્ષોનું રોપણ કરી રહ્યો છે. સુરતના અર્બન ફોરેસ્ટ માં જીયાને એક બાદ એક કરી 100 જેટલા છોડનું રોપણ કરી લોકોને પર્યાવરણ ની જાળવણી કરવા સંદેશ આપ્યો છે.. આર્કિટેક્ટ જીયાન આમ તો પોતાના ટેલેન્ટથી વસ્તુઓને ખૂબ જ સારી બનાવી દે છે. પરંતુ લોકો દ્વારા વૃક્ષનું નિકંદન ને લઇ આટલી ચિંતા હતી કે આ જ કારણે લગ્ન પહેલા તે પર્યાવરણ માટે કશું કરવા માંગતો હતો અને તેને એક જ દિવસમાં 100 થી વધુ છોડ નું રોપણ કર્યું હતું..જિયાન ની સાથે તેનો પરિવાર પણ આ ભગીરથ કાર્યમાં શામેલ થયો હતો.

જીયાને માત્ર છોડનું રોપણ જ નહીં કર્યું પરંતુ આ તમામ છોડો નું આવનાર ચાર વર્ષ સુધી જતન કરવાનો પણ સંકલ્પ કર્યો છે.. જ્યાં પોતાના બાળકોની જેમ તમામ છોડો નું જતન પણ કરશે.. જેથી આ તમામ છોડ જ્યારે વૃક્ષ બને ત્યારે પર્યાવરણ ને શુદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપી શકે.. ખાસ કરીને જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને અહીં ભારે ઉદ્યોગો સ્થાપિત છે અને આ ઉદ્યોગોના કારણે પ્રદુષણની માત્રા વધતી  હોય છે. જેથી સુરત હરિયાળુ બને અને પર્યાવરણ ની સંભાળ થાય આ માટે જીયાને આ અનોખો પ્રયાસ કર્યો છે..

જ્યારે લગ્ન હોય ત્યારે યુગલો પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી જતા હોય છે.વરરાજા ના પરિવાર માં ઓન એટલો જ ઉત્સાહ અને ઉમંગ હોય છે.જો કે જિયાન નો પરિવાર પણ તેના ભગીરથ કાર્યમાં શામેલ થયો હતો...જિયાન ના પિતા વાજીદ પથ્થરવાળાએ જણાવ્યું કે,આ એક કાર્બન ન્યુટ્રલ વેડિંગ યોજાવા જઇ રહી છે.જ્યાં વેડિંગ માં પર્યાવરણ ની જાળવણી પર ભાર મુકવામાં આવ્યું છે.એટલું જ નહીં પરંતુ પીવાના પાણીની બચત કરવાની સાથે એક દિવાઇઝ પણ તૈયાર કરવામાં આવ્યું છે.જે આસપાસના લોકોને આગામી દિવસોમાં આ અંગે માહિતગાર કરવામાં આવશે..

Conclusion:સુરતના જિયાને પોતાના લગ્ન પહેલા અલગ અલગ છોડવા રોપી પર્યાવરણ જાળવણી પ્રત્યે પોતાની નિષ્ઠાપૂર્વક ની એક ફરજ અદા કરી છે. જીયાને સાબિત કર્યું છે કે પર્યાવરણની જાળવણી અન્ય સામાજિક પ્રસંગ કરતાં પણ પ્રથમ આવે છે...જે સમાજના લોકો માટે પણ પ્રેરણારૂપ છે.

બાઈટ :જિયાન પથ્થરવાળા ( વરરાજા)
બાઈટ :વાજીદ પથરવાળા( પિતા)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.