ETV Bharat / state

Bageshwar Dham : શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર કરતાં સંગીતા પાટીલ, બાગેશ્વર ધામ કાર્યક્રમને લઇ વિવાદ

author img

By

Published : May 19, 2023, 7:17 PM IST

Bageshwar Dham : શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર કરતાં સંગીતા પાટીલ, બાગેશ્વર ધામ કાર્યક્રમને લઇ વિવાદ
Bageshwar Dham : શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર કરતાં સંગીતા પાટીલ, બાગેશ્વર ધામ કાર્યક્રમને લઇ વિવાદ

વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા સુરતમાં બાગેશ્વર ધામ સરકારને લઇને નિવેદન કરાયું હતું તેના પલટવારમાં સંગીતા પાટીલ સામે આવ્યાં છે. લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું કે આ એક ધાર્મિક કાર્યક્રમ છે અને તે માટે માર્કેટિંગ કે ધતિંગ જેવા શબ્દો વડીલોને વાપરવા ન જોઈએ.

આ એક ધાર્મિક કાર્યક્રમ છે

સુરત : ગુજરાતના અલગ અલગ શહેરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમ પહેલા જ ગુજરાતમાં રાજકારણ ગરમાયુંં છે. શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમને ભાજપનું માર્કેટિંગ અને ધર્મના નામે ધતિંગ ગણાવ્યું તે બાદ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે પલટવાર કરતાં નિવેદન આપ્યું છે કે આ એક ધાર્મિક કાર્યક્રમ છે. જેથી સિનિયર નેતાએ આવી રીતે પાયાવિહોણા નિવેદન ન આપવા જોઈએ.

વિપક્ષને મળી તક : તારીખ 26 અને 27 મેના રોજ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં જનમેદની વચ્ચે શ્રી બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયાં છે. જેથી વિપક્ષને ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની તક મળી ગઈ છે. આ પહેલાં ગુજરાતના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ ધીરેન્દ્ર શાસ્ત્રીના માધ્યમથી માર્કેટિંગ કરી રહી છે. ધર્મના નામે ધતિંગ ન હોવું જોઈએ.

અમારા વડીલ શંકરસિંહ વાઘેલા જે નિવેદન કરી રહ્યા છે એ મને લાગે છે તથ્યહીન છે. આ કોઈ માર્કેટિંગ કરવાની વસ્તુ નથી. આ શ્રદ્ધાનો વિષય છે. આ ધર્મ કલ્યાણનો વિષય છે અને જ્યારે શુભ પ્રસંગ હોય છે ત્યારે ધર્મનો જ્ઞાન સાધુ સંતો અમને આપતા હોય છે. અમે સામાન્ય રીતે સાધુસંતોના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ એક કથાનું માધ્યમ છે. લોકોની જે પણ સમસ્યા હોય એ નિરાકરણ લાવવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ...સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત)

શ્રદ્ધાનો વિષય : શંકરસિંહ વાઘેલાના આવા નિવેદન બાદ લિંબાયત બેઠકના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સામે આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા સિનિયર નેતા છે. જેથી તેઓને આવું નિવેદન ન કરવું જોઈએ. કારણ કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ ધર્મ અને ન્યાયનો કાર્યક્રમ છે. આ શ્રદ્ધાનો વિષય છે.

આરોપ પાયાવિહોણા : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીની જે પ્રસિદ્ધિ છે તેના ભાગરૂપે જ્યારે કોઈ તેમને અહીં લાવતા હોય તો અમારી ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પાયાવિહોણો છે. આ કાર્યક્રમ ધર્મ અને ન્યાયનું એકમ માધ્યમ છે અને આ કાર્યક્રમને લઈ કોઈની ઉપર કોઈ આક્ષેપ કરે એ યોગ્ય નથી. માર્કેટિંગ ધતિંગ શબ્દો વડીલોને વાપરવા ન જોઈએ. તેઓ ખૂબ મોટા અને સિનિયર નેતા છે આ કોઈ રાજકીય કાર્યક્રમ કે પ્રશ્ન જ નથી આ માત્ર ધર્મને જ્ઞાનની કથા છે. તેના માટે આ નિવેદન કરીને મને લાગે છે આ યોગ્ય નથી.

  1. Baba Bageshwar Dham : ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ભાજપનું માર્કેટિંગ છે, વરિષ્ઠ નેતાએ કર્યો મોટો આક્ષેપ
  2. Baba Bageshwar Dham in Surat : સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમમાં એસી કુલરની સુવિધાઓ સાથે અન્ય વ્યવસ્થા શું થઇ જૂઓ
  3. Bageshwar Dham : બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિરોધનો સૂર, હિન્દુ રાષ્ટ્રની વાત બંધારણ વિરોધી કહેતાં સનાતન સંત સમિતિ અધ્યક્ષ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.