ETV Bharat / state

Vehicle Fitness : ભારતમાં પહેલા ઓટોમેટીક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો 18મીએ પ્રારંભ, કોણ કરી રહ્યું છે જૂઓ

author img

By

Published : Feb 14, 2023, 3:18 PM IST

Vehicle Fitness : ભારતમાં પહેલા ઓટોમેટીક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો 18મીએ પ્રારંભ, કોણ કરી રહ્યું છે જૂઓ
Vehicle Fitness : ભારતમાં પહેલા ઓટોમેટીક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો 18મીએ પ્રારંભ, કોણ કરી રહ્યું છે જૂઓ

બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવેલ ઓટોમેટીક વેહિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનનું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા 18 ફેબ્રુઆરીએ લોકાર્પણ થશે. ગુજરાતમાં 20 સહિત ભારતભરમાં 80 મળીને 100 ફિટનેસ સ્ટેશનો બનાવવાનો બીએનડી કંપનીનો લક્ષ્યાંક છે.

ગુજરાતમાં 20 સહિત ભારતભરમાં 80 મળીને 100 ફિટનેસ સ્ટેશનો બનાવશે

સુરત : ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત એક વર્ષ અગાઉ દેશમાં સર્વપ્રથમ ગુજરાત રાજ્ય સરકારે "પીપીપી ધોરણે" ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસી બનાવીને 204 ફિટનેસ સ્ટેશન અને 03 સ્ક્રેપ યાર્ડની પ્રાથમિક મંજૂરી આપી હતી. જેને અનુલક્ષીને ગુજરાતની બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ભારતમાં સૌપ્રથમ સંપૂર્ણ પણે ઓનલાઈન ફિટનેસ સેન્ટરની સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી ફાઈનલ 4 સ્ટેશન (સુરત,ભરૂચ,અમરેલી અને મહેસાણા) ની મંજૂરી મળી છે.

ભારત દેશનું પ્રથમ ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન : ભારત સરકાર દ્વારા ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કર્યા બાદ ભારતમાં પ્રથમ વખત ઓટોમેટિક વેહિકલ ટેસ્ટિંગ સ્ટેશનની શરૂઆત સુરત ખાતે થવા જઈ રહી છે, જેને અંતર્ગત બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર ભાવેશભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં સંબોધન આપ્યું હતું.

આ પણ વાંચો New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

ગૃહપ્રધાન હર્ષ સંઘવી કરશે ઉદઘાટન : ભાવેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા પરમિશન અંતર્ગત કામરેજ તાલુકાના વલથાણ ગામમાં આવેલા વલથાણ સર્કિટ હાઉસ પાસે સુરત સહિત ભારત દેશનું પ્રથમ ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનું 18 ફેબ્રુઆરીના શનિવારના સવારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ફિટનેસ સ્ટેશનનું રાજ્ય સરકારના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

100 ફિટનેસ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક : ભાવેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે સુરત ખાતે લોકાર્પણ થયા બાદ એક પછી એક ભરૂચ,અમરેલી, મહેસાણા સહિતના 10 જેટલી જગ્યા પર કંપની દ્વારા માર્ચ મહિનાના અંતમાં 10 જેટલા ફિટનેસ સ્ટેશનોની શરૂઆત થઈ જશે. બીએનડી કંપની દ્વારા ગુજરાત રાજ્યમાં 20 જેટલા ફિટનેસ સ્ટેશનની શરૂઆત કરવાનું લક્ષ્યાંક છે. જેને અનુસંધાને જુલાઈ 2023 સુધીમાં 20 ફિટનેસ સ્ટેશન કાર્યરત થઈ જશે. બીએનડી કંપની દ્વારા ભારતભરમાં અલગઅલગ રાજ્યોમાં 80 જેટલા ફિટનેસ સ્ટેશન મળીને કુલ 100 ફિટનેસ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરાયો છે.

આ પણ વાંચો વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી સેકન્ડહેન્ડ માલ-સામાનના વેપારીઓ પડ્યા મૂંઝવણમાં...

એકમાત્ર ગુજરાતની કંપની : બીએનડી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવિધ ઓટોમેટિક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમાં એચએસઆરપી વાહન રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને એઆઈએસ 140જીપીએસનું મેન્યુફેક્ચરિંગ કરનાર એક માત્ર ગુજરાતની કંપની છે. આ કંપની વિવિધ રાજ્યમાં પોતાનું માર્કેટિંગ કરાવે છે. અને રાજ્ય સરકાર વિભાગમાં એમપેનલમેન્ટ છે.

શું હશે દર : ફિટનેસ ચાર્જ ભારત સરકાર દ્વારા અલગ અલગ વાહનો પ્રમાણે નક્કી કર્યા છે. જેના દર જોઇએ તો ટુ વ્હીલરના 400 રૂપિયા, ફોર વ્હીલ હોય તો 600 રૂપિયા, હેવી વાહનો હોય તો 100 રૂપિયા, ભારત સરકાર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ માટે પોટલ બનવાઇ છે. તે જ પોટલ ઉપર જ બીએનડી કંપનીએ કામ કરવાનું છે અને તે પોટલ ઉપરથી જ વાહનનું સર્ટિફીકેટ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.