ETV Bharat / state

Surat Crime : ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

author img

By

Published : Mar 6, 2023, 12:22 PM IST

Updated : Mar 6, 2023, 3:36 PM IST

સુરતમાં ખાનગી બસ ડ્રાઇવરને તબીબ સહિત ચાર લોકો દ્વારા બસ રોકી માર મારવામાં આવ્યો છે. જોકે બસ ડ્રાઇવરને એટલી હદે માર મારવામાં આવ્યો કે, તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. હાલ આ મામલે ગતરોજ મોડી રાતે બસ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Surat Crime : ખાનગી બસમાં ઘૂસીને ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો
Surat Crime : ખાનગી બસમાં ઘૂસીને ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

સુરત : ગૃહ રાજ્યપ્રધાનના શહેરમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ સામે વધી રહી છે. ક્રાઇમ કરનાર અસામાજિક તત્વો ખાખીનો કોઈ પ્રકારનો ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યુ છે. તેવામાં ગઈકાલે રાતે શહેરના અડાજણ વિસ્તારમાં કેટલા અસામાજિક તત્વો દ્વારા ખાનગી બસ ચાલકને રસ્તામાં જ રોકી કોઈ કારણોસર બસ પર ચડીને માર મારવામાં આવ્યો હતો. બસ ડ્રાઇવરને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે, તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી
ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી

આ પણ વાંચો : Rajkot Crime: અસામાજિક તત્વોનો ત્રાસ, મનહરપુર ગામમાં રાત્રે ઘર પર પથ્થર ફેંક્યા

શું હતો સમગ્ર મામલો : આ બાબતે પોલીસ સ્ટેશનના PSO ભાગવત સિંહે જણાવ્યું કે, આ ઘટમાં ગત 28મી ફેબ્રુઆરીના રોજ બની હતી. આ મામલે ગઈકાલે રાત્રે 8 વાગ્યે ડોકટર અંકુર મનસુખ પ્રજાપતિ અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે કે, આ તમામ લોકોએ તેમની બસ રોકી તેમને માર મારવામાં આવ્યો હતો. જોકે બસ ચાલક વર્ધાને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે, તેમની આખોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમણે ડોકટર અંકુર મનસુખ પ્રજાપતિની માતાને અડાજણ સર્કલ ઉતારું હતું, પરંતુ ત્યાં ટ્રાફિક હોવાને કારણે થોડી આગળ જઈ ભૂલકા ભવન સર્કલ પાસે ઉતારી દેતા ડૉક્ટર અંકુર અને તેમના કેટલા મિત્રો દ્વારા તેમને બસ રોકવી બસમાં આવીને માર માર્યો હતો.

આ ઘટના તારીખ 1 ના રોજ બની હતી. ફરિયાદીએ ગઈકાલે ફરિયાદ કરી હતી. ફરિયાદનું નામ વર્ધમાન રાજપુત છે. જે શ્રીનાથ ટ્રાવેલ્સમાં કામ કરે છે. તારીખ 28મીએ થરાદથી સુરત પેસેન્જર લઈને આવતા હતા. એ સમયે બસમાં આરોપી અકુંર પ્રજાપતિની માતા હતી. તેઓને ઘર સુધી ઊતારવાના હતા. પણ ટ્રાફિક વધારે હોવાને કારણે બસમાંથી ભૂલકા ભવન, લક્ષ્મી સર્કલ પાસે ઊતારી દીધા હતા. બીજા દિવસે રાત્રે આરોપીના માતાને નીચે ઊતારવા બાબત, સુરતથી થરાદ જતી હતી એ સમયે અંકુરે પોતાના ચાર સાથીદારો સાથે બસ ચાલે પહેલા ઝઘડો કર્યો. પછી રસ્તામાં બસને રોકીને, બસમાં ઘુસીને બસ ડ્રાઈવરને માર માર્યો હતો. જેમાં બસ ડ્રાઈવરને આંખમાં ઈજા પહોંચી છે. ખાનગીમાં સારવાર, તમામ આરોપીઓ ફરાર છે.---એસ.જે.વસાવા (તપાસ અધિકારી)

આ પણ વાંચો : Rajkot Crime: રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેફામ, 3ની ધરપકડ

સમગ્ર ઘટના CCTVમાં કેદ : સુરતમાં ખાનગી બસ ડ્રાઇવરને કેટલા અસામાજિક તત્વો દ્વારા માર મારતા આખામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના બસમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બસ રનિંગમાં છે અને અચાનક આગળ જઈને બસ રોકાઈ જાય છે. ત્યારે જ ડ્રાઇવર બાજુએ થોડી હલચલ જોવા મળી રહી છે. સામેની બાજુએથી એક વ્યક્તિ આવે છે. તે ડ્રાયવરને માર મારે છે અને ત્યારબાદ અન્ય બીજો વ્યક્તિ આવે છે તે પણ ડ્રાઇવરને મારવા લાગે છે. એટલી હદે માર મારવામાં આવે છે કે, ડ્રાઇવરની આંખમાં ગંભીર ઇજાઓ પહોંચે છે તેમ છતાં ડ્રાઇવરની બાજુએ ત્રીજો વ્યક્તિથી આવે છે તે તેને માર મારે છે અને સામેની બાજુ એક વ્યક્તિ સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે. ત્યારે બસની અંદર કોઈ વાતે બોલા ચાલી પણ થતી જોવા મળી રહી છે.

Last Updated : Mar 6, 2023, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.