ETV Bharat / state

સુરતમાં ફાઇનાન્સર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો

author img

By

Published : Oct 30, 2019, 11:20 PM IST

સુરત: રાંદેર વિસ્તારમાં ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે બંનેની હાલત ગંભીર છે. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને ભાઈ પોતાની કારમાં રાંદેરના બોટનીકલ ગાર્ડન પાસેથી પસાર થઇ રહ્યા હતાં. તે સમયે અજાણ્યા બાઇક સવારો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેની તપાસ સુરત રાંદેર પોલીસે શરૂ કરી હતી.

etv bharat

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન નજીક ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોતાની કાળા રંગની કારમાં બેસી રામદેવ બોટેનિકલ ગાર્ડન પાસે પસાર થઈ રહ્યા હતાં. તે દરમિયાન અજાણ્યા બાઇક સવારો આવીને તેમની ગાડી રોકી તેમને ફટકા મારી હુમલો કરી નાસી છૂટ્યા હતાં. હુમલાખોરો 3 બાઈક પર સવાર થઈ આવ્યા હતાં અને હુમલો કરી બાઈક છોડીને નાસી ગયા હતાં. પાનસર અને તેના ભાઈને ઇજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

સુરતમાં ફાઇનાન્સર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો

ફાયનાન્સર દિપક ઉર્ફ રાજન કાલે પોતાના ભાઈ રોશન સાથે કારમાં નીકળ્યો હતો. તે દરમિયાન બંને ઉપર હુમલો થયો હતો. બંને અંબિકાનગર સોસાયટીમાં રહે છે અને ઘટના અંગે રાંદેર પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિપક માથાભારે છબી ધરાવે છે. જેથી પૈસાની લેતી-દેતીના કારણે હુમલો થયો હોય તેવું પોલીસ માની રહી છે. બંને અંબિકા નગરમાં રહે છે. જેથી ત્યાંના સ્થાનિકોની પૂછપરછ પોલીસે શરૂ કરી છે.

Intro:સુરત : રાંદેર વિસ્તારમાં ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હાલ બંનેની હાલત ગંભીર છે, બન્નેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને ભાઈ પોતાની કારમાં રાંદેરના બોટનીકલ ગાર્ડન પાસે થી પસાર થઇ રહ્યા હતા તે સમયે અજાણ્યા બાઇક સવારો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની તપાસ સુરત રાંદેર પોલીસે શરૂ કરી છે.

Body:સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન નજીક ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પોતાની કાળા રંગની કારમાં બેસી રામદેવ બોટેનિકલ ગાર્ડન પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક સવારો આવીને તેમની ગાડી રોકી તેમને ફટકા મારી હુમલો કરી નાસી છૂટ્યા હતા. હુમલા ખોરો ત્રણ બાઈક પર સવાર થઈ આવ્યા હતા અને હુમલો કરી બાઈક છોડીને નાસી ગયા હતા પાનસર અને તેના ભાઈને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
Conclusion:ફાયનાન્સર દિપક ઉર્ફ રાજન કાલે પોતાના ભાઈ રોશન સાથે કારમાં નીકળ્યો હતો તે દરમિયાન બંને ઉપર હુમલઈ થયો હતો. બંને અંબિકાનગર સોસાયટી માં રહે છે અને ઘટના અંગે રાંદેર પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે દિપક માથાભારે છબી ધરાવે છે જેથી પૈસાની લેતી-દેતી ના કારણે હુમલો થયો હોય એવું પોલીસ માની રહી છે. બંને અંબિકા નગર માં રહે છે જેથી ત્યાંના સ્થાનિકોની પણ પૂછપરછ પોલીસે શરૂ કરી દીધી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.