ETV Bharat / state

ટ્રાફિક પોલીસ જવાનને દાદાગીરી પડી ભારે, જિલ્લા પોલીસ વડાએ ફરજ મોકૂફીનો આપ્યો આદેશ

author img

By

Published : Oct 28, 2020, 8:36 AM IST

Surat
સુરત

સુરત જિલ્લા પોલીસ વડાએ છકડાવાળા સાથે અસભ્ય વર્તન કરનાર જિલ્લા ટ્રાફિકના ASIને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે ટ્રાફિક PSIની બદલી જિલ્લા એમ.ઓ.બી શાખામાં કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીને લઈ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

  • સુરતમાં જિલ્લા ટ્રાફિકના ASI સસ્પેન્ડ
  • છકડાવાળા સાથે કર્યું અસભ્ય વર્તન
  • ઘટનાને લઇ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ

બારડોલી: કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરેલી ગામ પાસે એક છકડાવાળા સાથે અસભ્ય વર્તન કરી મારમારી કરનાર જિલ્લા ટ્રાફિકના ASI સુનિલ શિવાજીને જિલ્લા પોલીસ વડાએ ફરજ મોકૂફ કરી દેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. આ ઉપરાંત ટ્રાફિક મોબાઇલ ઇન્ચાર્જ પો.સ.ઇ. પી.ડી.ગોંડલીયાની પણ તાત્કાલિક અસરથી એમ.ઓ.બી. શાખામાં બદલી કરી દેવામાં આવી છે.

છકડાવાળા સાથે અસભ્ય વર્તન કરતા ટ્રાફિક ASI સસ્પેન્ડ

આ અંગે મળતી માહિતી અનુસાર 22મી ઓક્ટોબરના રોજ સુરત જિલ્લા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા સુનિલ શિવાજીભાઈ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે વરેલી ગામની સીમમાં ઐશ્વર્યા મિલ પાસે એક છકડાવાળા સાથે અસભ્ય વર્તન કરી તેની સાથે મારમારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. ASIનું સામાન્ય વ્યક્તિ સાથે લાપરવાહી ભર્યું વર્તનથી પોલીસની છબી ખરાબ થતી હોવાનું જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના ધ્યાને આવતા તેમણે 27મી ઓક્ટોબરના રોજ ASI સુનિલને ફરજ મોકૂફીનો હુકમ કર્યો હતો.

ટ્રાફિક PSIની એમ.ઓ.બી. શાખામાં બદલી

જ્યારે ટ્રાફિક મોબાઇલ ઇન્ચાર્જ પો.સ.ઇ. પી.ડી. ગોંડલીયાને ટ્રાફિક શાખામાંથી તાત્કાલિક અસરથી એમ.ઓ.બી. ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.