ETV Bharat / state

Surat Crime News : સુરતમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ

author img

By

Published : Mar 3, 2023, 9:02 PM IST

સુરત શહેરમાં વેસું વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા જોતા તથા સરકારી વકીલોની દલીલને લઇ આરોપીને શુભદીપ બાલકિશન રાયને આજીવન કેદની સજા સંભળાવી છે.

accused-who-molested-two-and-half-year-old-girl-in-surat-jailed-for-life
accused-who-molested-two-and-half-year-old-girl-in-surat-jailed-for-life

અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે ચુકાદો

સુરત: સુરત શહેરમાં વેસું વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા જોતા તથા સરકારી વકીલોના દલીલને લઇ આરોપીને શુભદીપ બાલકિશન રાયને આજીવન કેદની સજા સંભળાવી છે. આ આરોપી દ્વારા ગત 1 નવેમ્બર 2022ના રોજ રાત્રિ દરમિયાન વેસું પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપી ડમ્પર લઈને નીકળ્યો હતો તે દરમિયાન જ તેણે સિટીલાઇટમાં ફૂટપાથ પર રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી ડમ્પરમાં લઇ ગયો હતો.

દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ
દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ

આજીવન કેદની સજા: આરોપી ડુમસ રોડ ઉપર ડમ્પર સાઈડમાં દબાવી બાળકીને ડમ્પરના કેબીનમાં લઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે વેસું પોલીસે આરોપીને ઝડપી તેના વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી આ મામલે કેસ ચાલીયો હતો અને આજરોજ આ મામલે નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાને આધીન તથા સરકારી વકીલના દલીલોને લઈને આરોપી શુભદીપ બાલકિશન રાયને આજીવન કેદની સજા સંભળાવી છે.

શું હતી ઘટના?: સુરત શહેરના વેસુ વેસુ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સીટી લાઈટ અરુણવ્રત દ્વાર પાસે ગત 1 ડિસેમ્બરના મધ્યરાત્રીએ આરોપી શુભદીપ બાલકિશન રાય ડમ્પર લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના હવસનો શિકાર બનાવા માટે ફુટપાટ ઉપર રહેતા એક શ્રમજીવી અઢી વર્ષની દીકરીનું અપહરણ કરી પોતાની સાથે લઇ ગયો હતો. જોકે તે સમય દરમિયાન સમયસુચકતાને કારણે બાળકીના પરિવાર જાગી જતા બાળકીને શોધખોળ હાથ ધરી હતી અને ત્યારે જ પોલીસને જાણ કરતા વેસું પોલીસ અને સાથે સુરતની મહિલા SHE ટીમ પણ આવી પોહચી હતી.

આ પણ વાંચો Surat Builder Suicide Attempt : લેણદારના ત્રાસથી સુરતના બિલ્ડરે અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો

SHE ટીમ પહોંચી મદદે: પોલીસેને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી ત્યારે SHE ટીમ પણ પરિવારને પીસીઆરમાં બેસાડી બાળકીની શોધ ખોળ કરી રહી હતી ત્યારે ડુમસ રોડ ઉપર જ રસ્તામાં ડમ્પર પર નજર પડી હતી. જેના કારણે પોલીસ ત્યાં પોહચી હતી અને બાળકીનો જીવ બચી ગયો હતો અને આરોપીને પણ પાડ્યો હતો. જોકે બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.અને તો બીજી બાજુ પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ હવસખોર શુભદીપ બાલકિશન રાય વિરુદ્ધ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો Vadodara Crime: વિધર્મી આરોપીઓએ મહિલા સાથે કરી 1.75 લાખની લૂંટ, પોલીસની સામે પરિવારને માર્યો માર

બાળકી પર દુષ્કર્મ: આ મામલે સરકારી વકીલ દીપેશ દવે જણાવ્યું હતું કે, આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કોર્ટમાં દલીલો કરી હતી કે આ પ્રકારની ઘટનાઓમાં કૃત્ય કરનાર લોકોને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ તે જરૂરી છે. આ ઘટનામાં આરોપીએ ખૂબ જ નિર્ભયતા પૂર્વક બાળકી ઉપર પોતાનો જોર ઉતારી દીધો હતો. જો પોલીસ પહોંચી ન હોત તો બાળકીનો જીવ પણ જતો રહેતો પરંતુ આ ઘટનામાં પોલીસે પણ ખૂબ જ ઉમદા કાર્ય કર્યા છે. સમાજમાં ફરી પાછી આવી ઘટના ન બને તે માટે આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી હતી. જેથી કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.