Gujarat Politics: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, નિખિલ સવાણીએ સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

Gujarat Politics: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, નિખિલ સવાણીએ સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
આમ આદમી પાર્ટીના નેતા નિખિલ સવાણીએ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનાં હસ્તે ભાજપનો ભગવો ખેસ પેહરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિખિલ સવાણીએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતુ.
સુરત: એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી નિખીલ સવાણી સુરત ખાતે ભાજપ પ્રદેશ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભગવો કેસ ધારણ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી થી અસંતુષ્ટ નિખિલ સવાણી પાર્ટી છોડી દેશે તેવી અટકલો ચાલી રહી હતી. આખરે નિખિલ સવાણી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેમના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
-
આમ આદમી પાર્ટીનાં શ્રી નિખિલભાઇ સવાણીને આજે દિવાળીનાં પાવન અવસરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. pic.twitter.com/BwEpAn45nc
— C R Paatil (@CRPaatil) November 12, 2023
ભાજપમાં જોડાયા: પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર નિખિલ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી છોડ્યા પછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા પરંતુ આ ત્રણય પાર્ટીમાં જોડાયા બાદ પણ તેઓ સંતુષ્ટ નહોતા અને આખરે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે. આ અંગે નિખિલ સવાણીએ પોતાના ટ્વીટર હેન્ડલ X માં જાહેરાત કરી છે. તેઓએ એક દિવસ પહેલાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. આ વચ્ચે અટકલો તેજ થઈ હતી કે નિખિલ સવાની ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે પરંતુ તેના બીજા દિવસે જે તેઓ સુરત આવીને સી.આર પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કરી અટકલોને સાચું સાબિત કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણી પછી અસંતોષ: આમ આદમી પાર્ટી ની સ્થિતિ હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી કફોડી બની છે. આ વચ્ચે એક બાદ એક તેમના નેતા નિષ્ક્રિય થઈ રહ્યા છે તો બીજી બાજુ પાર્ટીના અગ્રણી હરોળમાં આવનાર નિખીલ સવાણીએ દિવાળીના દિવસે જ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. દિવાળીના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી નિખિલ સવાનીએ રાજીનામું આપ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈ અસંતોષના કારણે છેલ્લા ઘણા સમયથી નિખિલ સવાની આમ આદમી પાર્ટીથી નારાજ હતા. જોકે તેમની નારાજગી ક્યારેય પણ મીડિયા કે અન્ય માધ્યમોથી બહાર આવી નહોતી.
વર્ષ 2021 માં આપમાં જોડાયા: અત્રે ઉલ્લેખનીય છે કે તેમને કોઈ મહત્વનું પદ પણ આપવામાં આવ્યું ન હતું. પાટીદાર અનામત આંદોલન સમયે તેઓ હાર્દિક પટેલના ખૂબ નજીકના ગણાતા હતા. તેઓ હાર્દિક પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટી એ નિખિલને યુદ્ધ કોંગ્રેસના ઉપપ્રમુખનો હોદ્દો પણ આપ્યો હતો. જોકે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડતા નિખિલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો હતો. નિખિલ વર્ષ 2021 માં આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો.
