ETV Bharat / state

ટાઈફોઈડના દર્દીઓને વૃક્ષોની ડાળીઓ પર બોટલો ચઢાવવામાં આવી !

author img

By

Published : Apr 20, 2021, 7:05 PM IST

ટાઈફોઈડના દર્દીઓને વૃક્ષોની ડાળીઓ પર બોટલો ચઢાવવામાં આવી !
ટાઈફોઈડના દર્દીઓને વૃક્ષોની ડાળીઓ પર બોટલો ચઢાવવામાં આવી !

ગુજરાતમાં તાપી જિલ્લાના છેવાડાના ગામ શિવપુરમાં દર્દીઓ જમીન પર, ઓટલા પર, કોઈ વૃક્ષ નીચે કે પછી તંબુમાં સારવાર લઈ રહ્યા છે. સ્ટેન્ડ નહિ મળતા વૃક્ષોની ડાળીઓ પર દવાની બોટલો ચઢાવાઈ રહી છે. તમામ ટાઈફોઈડ સહિતના વિવિધ દર્દીઓ છે જેમને પ્રાથમિક સુવિધા નહીં મળતાં હાલ તેમની સ્થિતિ કફોડી બની છે.

  • રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
  • શિવપુરમાં લોકો અન્ય રોગોની સારવાર માટે જઇ રહ્યાં છે
  • મહારાષ્ટ્રના શિવપુર ગામમાં કામચલાઉ ધોરણે હોસ્પિટલ તંબુમાં શરુ કરાઇ
  • માત્ર એક ડોક્ટર અને સહાયક છે
  • 400થી વધુ દર્દીઓએ સારાવર લીધી

સુરતઃ કોરોના વૈશ્વિક મહામારીને લઈને તાપી જિલ્લામાં કેસો વધ્યા છે તેમ જોતા તમામ સરકારી હોસ્પિટલો અને અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઇ છે. ત્યારે અન્ય રોગોથી ગ્રસ્ત લોકો હાલ ગુજરાત અને મહારાષ્ટ્રની હદમાં વસતા દર્દીઓને ઓટલા પર, કોઈ વૃક્ષ નીચે કે પછી તંબુમાં સારવાર લઈ રહ્યા છે. મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા ગુજરાતના તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાત ગામ સાયલા, મોગરાની, તકલી, વડિલી, ભીલભવાલી, નાસેરપુર અને મોગલીપાડાના દર્દીઓ નંદુરબારથી 15 કિમી દૂર મહારાષ્ટ્રના શિવપુર ગામમાં ટાઇફોઇડ સહિતના વિવિધ રોગોની સારવાર માટે જઈ રહ્યા છે.

શિવપુરમાં લોકો અન્ય રોગોની સારવાર માટે જઇ રહ્યાં છે

આ પણ વાંચોઃ વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું

કામચલાઉ તંબૂમાં, વૃક્ષની છાયામાં ટ્રેક્ટરના છાંયડામાં કે કોઠારોમાં સારવાર

અહીં સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી હોસ્પિટલ ચાલે છે. શિવપુરમાં તંબુ લગાવી કામચલાઉ ધોરણે હોસ્પિટલ શરૂ કરાઈ છે, જ્યાં કોઈ દર્દીઓ ઘરોમાં, કામચલાઉ તંબુમાં, વૃક્ષની છાયામાં ટ્રેક્ટરના છાંયડામાં કે કોઠારોમાં સારવાર લઈ રહ્યાં છે. અહીં વૃક્ષોની ડાળીઓ પર દવાની બોટલો ચઢાવાઈ રહી છે. અહીં ફક્ત એક ડોક્ટર અને સહાયક છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી છેલ્લાં 15 દિવસમાં આશરે 400થી પણ વધારે દર્દી સારવાર લઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એનાઉન્સમેન્ટ બાદ પરિજનો મેળવી શકશે મૃતદેહ

તંબુમાં હોસ્પિટલ શરુ કરવામાં આવી

ગામના સામાજિક કાર્યકર્તા રોહીદાસ વળવીએ જણાવ્યું હતું કે, તેઓ લોય ગામથી છે, તેમના પરીજનની તબિયત લથડતાં તેની સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલમાં તેઓ ગયા હતા. ટાઇફોઇડ હોવા છતાં ત્યાં સારવાર આપવામાં આવી ન હતી. જેથી તેઓ તેમના પરિજનને લઇને શિવપુર આવ્યા હતા, જ્યાં તેમને સારવાર મળી રહી છે અને હાલ તબિયતમાં સુધાર છે. અહીં તંબુમાં હોસ્પિટલ શરુ કરવામાં આવી છે ભલે તંબુમાં હોસ્પિટલ હોય પરંતુ સારવાર તો મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.