ETV Bharat / state

Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં

author img

By

Published : Apr 2, 2023, 1:02 PM IST

Updated : Apr 2, 2023, 4:10 PM IST

Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં
Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં

રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી નિષ્ણાંત વકીલોની ટીમ નેતા રાહુલ ગાંધી તરફે આવતી કાલે સુરત આવશે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે સંભવત:આવતી કાલે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે. બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને સજા અને તેમનું સંસદ સભ્યપદ રદ થયું છે. પુરા કેસની કમાન હવે દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં રહેશે. અપીલ દરમિયાન તેમની સાથે સુરતના સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા પણ હાજર રહેશે.

Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે દિલ્હીથી વકીલોની ટીમ આવતીકાલે સુરતમાં

સુરતઃ રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે સંભવત:આવતી કાલે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે. આ બાબતે રાહુલ ગાંધીના વકીલ સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલાએ જણાવ્યુંકે, ગત 23મી માર્ચના રોજ સુરતના કોર્ટમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બદનક્ષી મામલે નામદાર કોર્ટ દ્વારા દોષી કરાર કરવામાં આવ્યો હતો. અને ત્યારે જ તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી. સુરત કોર્ટે ચુકાદો આપતા જ બીજા દિવસે રાહુલ ગાંધીની સભ્ય તરીકે સદસ્યતા પણ રદ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે

રાહુલ ગાંધી કાલે સુરત આવશેઃ જેને લઈને માનહાનિ કેસ મામલે દિલ્હીથી નિષ્ણાંત વકીલોની ટીમ નેતા રાહુલ ગાંધી તરફે આવીતી કાલે સુરત આવશે.અને રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે સંભવત:આવતી કાલે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે.આખાય કેસ ની કમાન હવે દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં રહેશે અને આવતીકાલે કાલે રાહુલ ગાંધી પણ સુરત આવશે.

કોણ રહેશે કોર્ટમાં હાજરઃ કોંગ્રેસ પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલે રાહુલ ગાંધી કોર્ટમાં ફરી આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે. તે ઉપરાંત રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બંગેલ અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવેન્દ્રસિંહ સુખુ પણ કોર્ટમાં તેમની સાથે હાજર રહેશે.તથા સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હીના નિષ્ણાંત વકીલો પણ આવી રહ્યા છે.

શું હતો પુરો મામલોઃ વર્ષ 2019માં લોકસભાની ચુંટણી દરમિયાન તત્કાલિન રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ અને અમેઠી મત વિસ્તારના સાંસદ રાહુલ ગાંધીએ બેંગ્લોરના કોલાર ખાતેથી જાહેર સભા સંબોધી હતી. નેતા રાહુલ ગાંધીએ જાહેર સભામાં બધાજ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે. તેવો સવાલ પૂછ્યો હતો. જેથી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ એડવોકેટ કેતન રેશમવાલા મારફતે આવા આક્ષેપો સાથે નેતા રાહુલ ગાંધી સામે વર્ષ 2019માં સુરતની કોર્ટમાં બદનક્ષીની કોર્ટ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Bjp Cpr Training: સમગ્ર ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે

રાહુલ ગાંધીની સદસ્યતા રદઃ આ કેસમાં રાહુલ ગાંધીને ગત 23 માર્ચના રોજ નામદાર કોર્ટ દ્વારા દોષી કરાર કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી. સુરત કોર્ટે ચુકાદો આપતા જ બીજા દિવસે રાહુલ ગાંધીની સભ્ય તરીકે સદસ્યતા પણ રદ કરી દેવામાં આવી હતી.

Last Updated :Apr 2, 2023, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.