ETV Bharat / state

Political news : ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને AAPના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 10:43 AM IST

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, ત્યારે તમામ કાર્યકરોને પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

Etv Bharat
Etv Bharat

સુરત : પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જિલ્લાની મુલાકાતે હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલ કોસંબા APMCના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. અભિવાદન સમારોહ બાદ ટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી હળપતિ, માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

Political news
Political news

700 જેટલા આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા : વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ અને આપ ના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભા 2022 આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી સહિત આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Political news
Political news

પાટીલે ખેસ પહેરાવીને આવકાર્યા : આ ઉપરાંત કોંગ્રેસના ડેલીગેશન સભ્ય અને કોંગ્રેસના નેતા હરીશ વસાવા પણ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચુંટણી સમયે જ કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાતા સુરત જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે પાટીલ તેમજ જિલ્લા ભાજપ દ્વારા તમામ નવનિયુક્ત કાર્યકરોને અભિનંદન સાથે પાર્ટીમાં આવકાર્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે, વાંકલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને AAP ના કાર્યકરો હોદેદારો ભાજપમાં જોડાયા હતા.

Political news
Political news
  1. PM Modi Gujarat Visit: PM મોદી 30 ઓક્ટોબરે કરશે 5941 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  2. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.