ETV Bharat / state

ઉમરપાડાના શરદા ગામે જીવંત વીજ વાયર પર 6 વર્ષની બાળકીનો પગ પડતા થયું મોત

author img

By

Published : May 19, 2021, 10:49 PM IST

સુરતના ઉમરપાડાના શરદા ગામે વાવાઝોડાને કારણે ખેતરમાં તૂટી પડેલા વિજળીનો જીવંત વાયર પર 6 વર્ષીય બાળકીનો પગ પડી જતા બાળકીનું થયું કરુણ મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર સહિત ગ્રામજનો શોકમય થયા હતા.

ઉમરપાડાના શરદા ગામે જીવંત વીજ વાયર પર 6 વર્ષની બાળકીનો પગ પડતા થયું મોત
ઉમરપાડાના શરદા ગામે જીવંત વીજ વાયર પર 6 વર્ષની બાળકીનો પગ પડતા થયું મોત

  • વીજ કંપનીની લાપરવાહીના લીધે 6 વર્ષીય બાળકીનું મોત
  • તૂટી પડેલા જીવંત વીજ વાયર પર બાળકીનો પગ પડી જતા બાળકીનું મોત
  • ઉમરપાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત: ઉમરપાડાના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલા જીવંત વાયર પર 6 વર્ષીય બાળકીનો પગ પડી જતા બાળકીનું થયું કરુણ મોત થયું હતું. બાળકીના મૂર્તદેહને પોસમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમરપાડાના શરદા ગામના ખેડૂત દિલીપ વસાવા પોતાના ખેતરમાં જ ઘર બનાવી પરિવાર સાથે વસવાટ કરે છે. તેઓની 6 વર્ષીય બાળકી ખેતરમાં રમી રહી હતી.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

જીવતા વાયર પર પગ પડી જતા મોત

વાવઝોડાને લીધે વીજ વાયરો તૂટી જતા જમીન પર જ પડી ગયા હતા. આ વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ હતો તે સમયે 6 વર્ષીય કિંજલ ખેતરમાં રમી રહી હતી. તે દરમિયાન, તેનો પગ જીવંત વીજ વાયર પર પડી જતા કમનસીબે કિંજલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ માતા પિતાને થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આથી, ઘટના સ્થળે ગામલોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા અને ઉમરપાડા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: દાદરી ફળિયામાં બે ઘર પર પડ્યું વૃક્ષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.